Home /News /tech /Hyundai અને Kia આવનારા ત્રણ વર્ષમાં ભારતમાં આટલા ઇલેક્ટ્રીક વાહનો લોન્ચ કરશે, સ્પિડમાં થશે ચાર્જ

Hyundai અને Kia આવનારા ત્રણ વર્ષમાં ભારતમાં આટલા ઇલેક્ટ્રીક વાહનો લોન્ચ કરશે, સ્પિડમાં થશે ચાર્જ

Hyundai અને Kia આવનારા ત્રણ વર્ષમાં ભારતમાં આટલા ઇલેક્ટ્રીક વાહનો લોન્ચ કરશે, સ્પિડમાં થશે ચાર્જ

ઓટોમોબાઇલ (Automobile) કંપનીઓ ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી રહી છે. તેમાં હ્યુન્ડાઇ અને કિયા (Kia and Hyundai) પણ સામેલ છે. જેઓ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં છ જેટલા ઇલેક્ટ્રીક વાહનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

નવી દિલ્હી:  હાલમાં ઘણી બધી ઓટોમોબાઇલ (Automobile) કંપનીઓ ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી રહી છે. તેમાં હ્યુન્ડાઇ અને કિયા (Kia and Hyundai) પણ સામેલ છે. જેઓ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં છ જેટલા ઇલેક્ટ્રીક વાહનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કિયા (Kia) અને હ્યુન્ડાઇ (Hyundai) ભારતીય બજાર સહિતના મોટા માર્કેટ માટે ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહી છે. ઓટો કાર રિપોર્ટ અનુસાર હ્યુન્ડાઇ અને કિયા (Hyundai and Kia) ત્રણ ઇલેક્ટ્રિક વાહનો અંગે માહિતી ધીમે ધીમે જાહેર કરશે. આ મોડેલ્સ બહારથી સંપૂર્ણપણે અલગ દેખાશે.

હ્યુન્ડાઇ અને કિયા દ્વારા આ ઇલેક્ટ્રીક વાહન લોન્ચ કરવામાં આવી શકે

Hyundai Ioniq 5 અને Kia EV6

હ્યુન્ડાઇની ઇઓનિક 5 (Hyundai Ioniq 5) અને કિયા ઇવી6 (Kia EV6) આવતા વર્ષે બજારમાં આવશે. રિપોર્ટ મુજબ બંને મોડલ (models) સ્ટાન્ડર્ડ હાઇ-સ્પીડ (high-speed ) 800V ચાર્જિંગ (charging ) ક્ષમતા ધરાવે છે. જે 350kW રેપિડ-ચાર્જર (rapid-charger)થી 18 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે. Ioniq 5 ના કેટલાક વેરિએન્ટની છત સોલર પેનલ સાથે આવશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે બેટરી ફરી ચાર્જ કરી શકાશે.

હ્યુન્ડાઇ કોના ઇવી (Hyundai Kona EV) અને કિયા ઇ-નીરો (Kia e-Niro)

રિપોર્ટ મુજબ, હ્યુન્ડાઇની Kona EV આ વર્ષના અંતમાં મિડ-સાઇકલ અપડેટ સાથે ફરીથી લોન્ચ કરવામાં આવશે. આ કારને પહેલાની જેમ જ ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. કોના ઇલેક્ટ્રિક (Kona Electric) અને ઇ-નીરો (e-Niro) 39.2kWh બેટરી અને 136hp મોટર અથવા 64kWh બેટરી અને 204hp મોટર સાથે આવે તેવી અપેક્ષા છે. ઇ-નીરો (e-Niro) ની ડબલ્યુએલટીપી (WLTP) રેન્જ અનુક્રમે 289 કિમી અને 455 કિમી છે. જ્યારે કોના (Kona) માં રેન્જ થોડી વધારે એટ્લે કે, 305 કિમી અને 484 કિમી છે. ભારતમાં ઈ-નીરો (e-Niro) 2023 પછી આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Electric Highway: આવી રીતે કામ કરશે દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે, જાણો શું હશે ખાસ?

નવા મોટા માર્કેટ માટે કિયા અને હ્યુન્ડાઇ (Kia and Hyundai) ખાસ કરીને ભારતીય બજાર માટે ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહ્યા છે. આ ઇલેક્ટ્રિક વાહનો 15 લાખ રૂપિયાનીમાં હોય શકે છે અને તે 2024 માં લોન્ચ થવાની ધારણા છે.
First published:

Tags: Electric cars, Electric vehicle, Hyundai, KIA car