Home /News /tech /Hyundai Creta N Line: આવી રહ્યું છે ક્રેટાનું નવું ધાંસુ મોડલ, અન્ય SUV પર ભારે પડશે તેના ફીચર્સ
Hyundai Creta N Line: આવી રહ્યું છે ક્રેટાનું નવું ધાંસુ મોડલ, અન્ય SUV પર ભારે પડશે તેના ફીચર્સ
ક્રેટા એન લાઇનમાં એ તમામ અપડેટ મળશે, જે હ્યુન્ડાઇની એન લાઇન વેરિઅન્ટમાં આવતી કારમાં મળે છે.
Hyundai Creta N Line: ક્રેટા એન લાઇનમાં એ તમામ અપડેટ મળશે, જે હ્યુન્ડાઇની એન લાઇન વેરિઅન્ટમાં આવતી કારમાં મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કંપની પહેલાથી જ i10, i20, i30, Elantra, Sonata, Kona અને Tucson જેવી કારો માટે N લાઇન વેરિઅન્ટ વેચે છે.
નવી દિલ્હી. હ્યુન્ડાઇ (Hyundai)એ તેની પોપ્યુલર કાર સબ કોમ્પેક્ટ એસયુવી ક્રેટા (Creta)નું ‘N Line’ વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. હ્યુન્ડાઇ બ્રાઝિલે તેનું ટીઝર જારી કર્યું છે. આ નવી ક્રેટા એન લાઇનને દક્ષિણ અમેરિકન બજાર બાદ અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે.
ક્રેટા એન લાઇન ભારતના માર્કેટમાં ક્યારે આવશે અને તેની કિંમત શું હશે એની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ અપેક્ષા છે કે તેની આંતરરાષ્ટ્રીય શરૂઆત બાદ જલ્દી તેને ભારતમાં પણ ઉતારવામાં આવી શકે છે.
આ કારોના પણ આવે છે એન લાઇન વેરિઅન્ટ
ક્રેટા એન લાઇનમાં એ તમામ અપડેટ મળશે, જે હ્યુન્ડાઇની એન લાઇન વેરિઅન્ટમાં આવતી કારમાં મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કંપની પહેલાથી જ i10, i20, i30, Elantra, Sonata, Kona અને Tucson જેવી કારો માટે N લાઇન વેરિઅન્ટ વેચે છે. ભારતમાં માત્ર i20 ને N લાઇન તરીકે વેચવામાં આવે છે, પરંતુ બજારમાં પ્રીમિયમ મોડલ/વેરિઅન્ટની વધતી માંગને જોતાં લાઇનઅપ મોટી થવાની શક્યતા છે.
i20 N લાઇન બાદ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા જલ્દી દેશમાં Venue N લાઇન લોન્ચ કરવાની છે. આ ઉપરાંત, વેન્યૂ સબ-કોમ્પેક્ટ એસયુવીનું ફેસલિફ્ટેડ વેરિઅન્ટ પણ ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
નવી ક્રેટામાં મળશે આ ફીચર્સ
ક્રેટા એન લાઇનને ભારતમાં રજૂ કરવામાં આવેલા i20 એન લાઇન વેરિઅન્ટના સમાન અપડેટ મળવાની શક્યતા છે. એવું કહેવાય છે કે તેને એન લાઇન બેજ સાથે ચેકર્ડ ફ્લેગ ઇન્સ્પાયર્ડ ફ્રન્ટ ગ્રિલ, ફ્રન્ટ બમ્પર અને સાઇડ્સ પર કોન્ટ્રાસ્ટ રેડ ટ્રીટમેન્ટ અને રેડ બ્રેક કેલીપર્સ જેવા ટ્વિક સાથે અપડેટ કરવામાં આવશે. કેબિનમાં રેડ એમ્બિયન્ટ લાઇટિંગ અને સીટો પર લાલ પાઇપિંગ સાથે સ્પોર્ટિયર રેડ હાઇલાઇટ્સ મળી શકે છે.
એન લાઇન લોગો કારના ઘણાં બોડી પાર્ટ્સ જેમકે, સીટ, ગિયર નોબ અને સ્ટીયરિંગ વ્હીલ પર જોવા મળશે. આ ઉપરાંત, ક્રેટા એન લાઇનમાં અલોય વ્હીલ્સનો એક નવો સેટ જોવા મળી શકે છે. જ્યાં સુધી પરફોર્મન્સ અપડેટની વાત છે, તેમાં સ્ટિફર સસ્પેન્શન સેટઅપ સાથે-સાથે પાવરટ્રેન માટે સ્પોર્ટિયર ટ્યુનિંગનો ઉપયોગ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર