આ પ્લેનની સ્પીડ હવાથી પણ તેજ, 30 મીનિટથી પણ ઓછા સમયમાં દિલ્હીથી પહોંચાડશે ચીન

News18 Gujarati
Updated: March 13, 2018, 6:32 PM IST
આ પ્લેનની સ્પીડ હવાથી પણ તેજ, 30 મીનિટથી પણ ઓછા સમયમાં દિલ્હીથી પહોંચાડશે ચીન

  • Share this:
ચીનના વૈજ્ઞાનિકોએ એક એવો હાઈપરસોનિક જેટ બનાવવાનો દાવો કર્યો છે, જે 6,000 કિલોમીટર પ્રતિ કલાક (3,700 મીલ પ્રતિ કલાક)ની સ્પીડથી ઉડી શકે છે. આ સ્પીડ સાઉન્ડની સ્પીડથી પાંચ ગણી વધારે છે. વૈજ્ઞાનિકોએ જેટની નવી ડિઝાઈન રજૂ કરી છે.

દિલ્હી અને બેઈઝિંગ વચ્ચે લગભગ 2,700 કિલોમીટર છે. આ ઓફરમાં લગભગ 8 કલાકનો સમય લાગે છે પરંતુ ચીને બનાવેલા આ નવા જેટ સફરમાં અડધો કલાક જ આ અંતરને કાપી શકાશે.ચાઈનિંઝ એકેડમી ઓફ સાઈન્સેજની ટીમનું કહેવું છે કે, આ જેટ પ્લેનમાં પેસેન્જર્સ સાથે-સાથે કાર્ગો પણ લઈ જઈ શકાશે. આ હાઈપરસોનિક જેટથી બેઈઝિંગ અને ન્યૂયોર્ક વચ્ચેનો અંતર માત્ર બે કલાકમાં કપાશે. હાલમાં ન્યૂયોર્કથી બેઈઝિંગ જવા માટે 13 કલાકનો સમય લાગે છે.રિસર્ચર્સ કેઈ કાઈનું કહેવું છે કે, 'પોતાની હાઈપરસ્પીડ સાથે આ જેટ ટ્રેવલ એક્સપીરિયન્સને બધી જ રીતે બદલી દેશે.' ટીમનું કહેવું છે કે, એક વિંડ ટનલમાં જેટના એક મોડલની ટેસ્ટિંગ કરી હતી. ટેસ્ટિંગ દરમિયાન આ જેટની સ્પીડ 8,600 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ ગઈ.
Loading...જોકે, જેટ આરામની બાબતમાં બોઈંગ 737ની બરાબરી કરી શકશે નહી. જેટની કેપિસિટી માત્ર 50 પેસેન્જર્સ અને પાંચ ટન સામાન લઈ જવાની હશે. જ્યારે, બોઈંગ 737માં 200 પેસેન્જર્સ સાથે 30 ટન સામાન લઈ જઈ શકાય છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...