Home /News /tech /Amazon ક્લાઉડ સર્વર પર લીક થયો ફેસબૂકના કરોડો યૂઝર્સનો ડેટા

Amazon ક્લાઉડ સર્વર પર લીક થયો ફેસબૂકના કરોડો યૂઝર્સનો ડેટા

પ્રતિકાત્મક તસવીર

ફરી એક વખત ડેટા લીકને કારણે ફેસબુક ચર્ચામાં છે. અમેઝોનના ક્લાઉડ કોમ્પ્યુટિંગ સર્વર પર કોઈ જ સુરક્ષા વગર અનેક યૂઝર્સનો ડેટા હોવાનો દાવો.

ઓસ્ટ્રેલિયાની સાઇબર સિક્યોરિટી સ્ટાર્ટઅપ કંપની અપગાર્ડના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ફેસબુક માટે કામ કરતી બે-તૃતિયાંશ કંપનીઓએ યૂઝર્સનો ડેટા Amazon સર્વર પર સ્ટોર કરી દીધો છે. આ ડેટાને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આમા પ્રથમ કંપની મેક્સિકો કલ્ચરા કોલેક્ટિવા છે. આ કંપની એ 146 જીબી ડેટા એકઠો કર્યો છે. આ ડેટામાં યુઝર્સના લાઇક્સ, કોમેન્ટ, રિએક્શન અને એકાઉન્ટ નામ જેવા 540 મિલિયન રેકોર્ડ્સ સામેલ છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે આમાં કેટલા યૂઝર્સનો ડેટા સામેલ છે.

આ ઉપરાંત બીજી ફેસબુક ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન Al the Poll છે, જેણે અમેઝોન S3 બકેટ પર ડેટા સ્ટોરી કરી રાખ્યો છે. આ ડેટા જાહેર થઈ ચુક્યો છે. Amazon S3 બકેટ એક જાહેર ક્લાઉડ સ્ટોરેઝ રિસોર્સ છે, જે Amazon Web Services પર ઉપલબ્ધ છે. આમાં આશરે 22 હજાર ફેસબૂક યૂઝર્સના અસુરક્ષિત પાસવર્ડને સ્ટોર કરવામાં આવ્યા છે. એ વાતની કોઈ જાણકારી નથી મળી કે આ ડેટાને કેટલા દિવસોથી અસુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ મામલે ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે, "યૂઝર્સના ડેટાને પબ્લિક ડેટાબેઝમાં સ્ટોર કરવો એ ફેસબુકની પોલીસીની વિરુદ્ધ છે. આ અંગે માહિતી મળતા જ અમે એમેઝોન સાથે મળીને ડેટાને હટાવવાનું કામ કર્યું હતું. લોકોના ડેટાને પોતાના પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ." આ મામલે અમેઝોન તરફથી કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી.

જોકે, એવી કોઈ માહિતી નથી મળી કે આ ડેટાનો કોઈએ દુરુપયોગ કર્યો છે કે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડેટા ભૂલથી જાહેર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ફેસબુક તરફથી યૂઝર્સનો ડેટા જાહેર થઈ જવાની ઘટનાઓ સતત બની રહી છે, જેની વિપરિત અસર પડી શકે છે.
First published:

Tags: Cyber Security, Date, Facebook, Mark zuckerberg, અમેઝોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો