Home /News /tech /Venue અને i10 Nios ને પાછળ છોડીને આ ગાડી બની હ્યુન્ડાઈની બેસ્ટ સેલિંગ કાર, એવું તો શું છે ખાસ? જાણો

Venue અને i10 Nios ને પાછળ છોડીને આ ગાડી બની હ્યુન્ડાઈની બેસ્ટ સેલિંગ કાર, એવું તો શું છે ખાસ? જાણો

હ્યુન્ડાઈની બેસ્ટ સેલિંગ કાર

Hundai Creta: હ્યુન્ડાઇની ક્રેટા કાર એટલી લોકપ્રિય બની ગઈ છે છે કે તેણે તમામ ટોપની કાર્સને પાછળ છોડી દીધી છે. જુઓ આ આંકડા

    મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India) ભારતની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની છે અને ગત મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં પણ તેણે લગભગ 50,000 કારનું વેચાણ કર્યું છે, જે હેચબેક, સેડાન અને વિવિધ એસયુવી સેગમેન્ટમાં પણ હાઈએસ્ટ વેચાણ છે. છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં Hyundai Cretaએ સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું હતું અને કુલ 12,866 યુનિટ્સનું વેચાણ થયું હતું. ક્રેટાએ હ્યુન્ડાઈ વેન્યુ, ગ્રાન્ડ i10 Nios, i20, Aura, Santro (Santro), Alcazar અને Tucson સહિત હ્યુન્ડાઈની અન્ય કારને પાછળ છોડી દીધી છે. એ પણ જાણી લો કે સપ્ટેમ્બર 2022માં ભારતમાં હ્યુન્ડાઈની અન્ય લોકપ્રિય કારોના કેટલા યુનિટ વેચાયા?

    ક્રેટાનો જાદુ છવાયો

    સપ્ટેમ્બર 2022ના હ્યુન્ડાઈ કારના વેચાણના અહેવાલ પર નજર કરીએ તો, હ્યુન્ડાઈ ક્રેટા જે સૌથી વધુ વેચાતી કાર હતી, જેનું કુલ 12,866 એકમોનું વેચાણ થયું હતું. તહેવારોની સિઝનમાં Creta SUVનું વેચાણ વધ્યું છે. તે પછી હ્યુન્ડાઈ વેન્યુ કંપનીની બીજી સૌથી વધુ વેચાતી કાર છે, જે સબકોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેનું સ્થાન મજબૂત કરી રહી છે. વેન્યુનું ગયા મહિને કુલ 11,033 યુનિટ્સનું વેચાણ થયું હતું. તે પછી Hyundai Grand i10 Nios આવે છે, જે કુલ 9,459 યુનિટ વેચાઇ હતી. આ હેચબેક કારના વેચાણમાં પણ વધારો થયો છે.

    આ પણ વાંચો: VIDEO: કાર પર લગાવ્યા 1 લાખ ફટાકડા, બાદમાં આગ લગાવી કારની પથારી ફેરવી નાખી

    ટૂંક સમયમાં આવશે ફેસલિફ્ટેડ મોડલ્સ

    ગત મહિને એટલે કે સપ્ટેમ્બર 2022માં પ્રીમિયમ હેચબેક i20 હ્યુન્ડાઈની લોકપ્રિય કારોમાં ચોથા સ્થાને હતી, જેમાં કુલ 7275 યુનિટ વેચાયા હતા. આ પછી હ્યુન્ડાઈ ઓરા(Aura) સેડાનના કુલ 4239 યુનિટ વેચાયા છે. Hyundai Alcazar સપ્ટેમ્બર 2022માં Hyundaiની સૌથી વધુ વેચાતી કારની યાદીમાં છઠ્ઠા નંબરે હતી, કુલ 2643 એકમોનું વેચાણ થયું હતું. તહેવારોની સિઝનમાં Alcazar SUVના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.



    આ પછી, કંપનીની પ્રીમિયમ સેડાન વર્ના(Verna)ના કુલ 1654 યુનિટ, પ્રીમિયમ એસયુવી Tucsonના 419 યુનિટ અને Kona electricના 112 યુનિટ વેચાયા છે. તમને જણાવી દઈએ કે હ્યુન્ડાઈ મોટર્સ ટૂંક સમયમાં જ ક્રેટા(creta), કોના(Kona) અને વર્ના(Verna)ના અપડેટેડ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.
    First published:

    Tags: Auto, Auto news, Business, Car Bike News, Car News, Diwali 2022, Hundai Creta, કાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन