Amazon એપલ ડે સેલ 2021: 17 માર્ચ સુધી iPhone 12 Mini પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ

Amazon એપલ ડે સેલ 2021: 17 માર્ચ સુધી iPhone 12 Mini પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ
ફાઇલ તસવીર.

આ સેલમાં મોબાઈલ ઉપરાંત iPads પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. iPads પર આ સેલમાં 9000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

  • Share this:
    મુંબઈ:  ઈ-કંપની એમેઝને Apple Days સેલની શરૂઆત કરી છે. જેમાં ગ્રાહકોનેએપલ એપલ પ્રોડક્ટ્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. જેમાં iPhone, iPad અને Macbookનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ સેલ 17 માર્ચ સુધી ચાલશે. અહીં જાણીએ Amazon Apple Days સેલમાં શું છે ખાસ.

    આ સેલમાં iPhone 12 mini પર 2,800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ ગ્રાહક આ મોબાઈલને 67,100 રૂપિયામાં ખરીદી શકશે. ઉલ્લેખનીય છે કે, આ મોબાઈલને HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદતા 6000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મહત્વનું છે કે, iPhone 12 miniમાં A14 Bionic ચીપ સાથે 4GB રેમ આપવામાં આવી છે. સાથે જ રિઅરમાં 12-12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ છે.



    આ પણ વાંચો: ભૈયુજી મહારાજ કેસ: પત્ની શંકાને આધારે વારે વારે એક જ વાત પૂછતી હતી , શું મૉડલ મળવા આવે છે?

    આ સેલમાં iPhone 11 Pro માત્ર 79,900 રૂપિયામાં ખરીદી શકાશે. આ મોબાઈલમાં A13 Bionic ચીપ સાથે 4GB રેમ આપવામાં આવી છે. ઉપરાંત રિઅરમાં 12 મેગાપિક્સલના ટ્રિપલ કેમેરા સેટઅપ છે. iPhone 11 Proના 256GB વેરિએન્ટની કિંમત 85,900 રૂપિયા રાખવામાં આવી છે.



    આ સેલમાં મોબાઈલ ઉપરાંત iPads પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. iPads પર આ સેલમાં 9000 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ iPadsને HDFC બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર ખરીદવામાં 3000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    આ પણ વાંચો: Weather Forecast: ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની આગાહી, આ રાજ્યોમાં આંધીને શક્યતા

    એટલું જ નહીં, આ સેલમાં MacBook Pro અને iPad mini પર પણ ડિસ્કાઉન્ટ મળશે. MacBook Proને સેલમાં 99,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. HDFC બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર તેને ખરીદતા તેના પર 7000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પ્રીપેડ ઓર્ડર કરવા પર 1500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકને મળશે.
    Published by:News18 Gujarati
    First published:March 13, 2021, 09:57 am

    ટૉપ ન્યૂઝ