Home /News /tech /

Xiaomiનો 6000mAh બેટરીવાળો પાવરફુલ સ્માર્ટફોન થયો સસ્તો, જાણો ફીચર્સ અને કિંમત

Xiaomiનો 6000mAh બેટરીવાળો પાવરફુલ સ્માર્ટફોન થયો સસ્તો, જાણો ફીચર્સ અને કિંમત

પ્રતીકાત્મક તસવીર.

Redmi 9 Powerમાં 6.53-ઇંચની ફૂલ-HD+ ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવે છે. આ ફોન લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

મુંબઈ: સ્માર્ટફોનની ખરીદી (Buy smartphone) કરતા પહેલા લોકો પોતાના બજેટ મુજબ અલગ અલગ કંપનીઓના મોડેલ પર નજર નાંખે છે. અનુકૂળ બજેટમાં યોગ્ય ગુણવત્તા અને ફીચર (Smartphone features) સાથે આવતા ફોનની લોકો પસંદ કરે છે. ખરીદી કરતી વખતે ઘણી વખત ઑફર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેથી આજે અમે શાઓમીના લોકપ્રિય બજેટ ફોન રેડમી 9 પાવર (Redmi 9 Power) અંગે માહિતી આપીશું. આ ફોનમાં ખૂબ સારી ઓફર આપવામાં આવી રહી છે.

Mi ડોટ કોમ પરથી મળેલી માહિતી મુજબ Redmi 9 Powerના 4 GB રેમ + 64 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 10,999 છે. જ્યારે તેનું 4 GB + 128 GB વેરિએન્ટ રૂ. 11,999 તથા 6 GB + 128 GB સ્ટોરેજ વેરિએન્ટ રૂ. 13,499માં ઑફર કરાયું છે.

આ ઉપરાંત Mi Exchange ઑફરનો ઉપયોગ કરી ગ્રાહકને રૂ. 10,000 જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે. અલબત્ત તમને કેટલી છૂટ મળશે તે તમે જે ફોન એક્સચેન્જમાં આપવાના છો તેના પર આધારિત છે. ગ્રાહકો MobiKwikનો ઉપયોગ કરીને પણ રૂ.200નું કેશબેક મેળવી શકે છે.

Mi.com પર લઈ શકાય છે ઑફરનો લાભ

Redmi 9 Powerમાં 6.53-ઇંચની ફૂલ-HD+ ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવે છે. આ ફોન લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. રેડમી 9 પાવર સ્માર્ટફોન નોટ 9 4Gનું રિબિલ્ટ વર્જન છે. જેને ગત મહીનાના અંતમાં ચીનમાં રિલીઝ કરાયો હતું. આ ફોનમાં તમને ડ્યુઅલ નેનો સિમ પોર્ટ મળશે.

6000mAhની પાવરફુલ બેટરી

આ ફોનમાં 6000mAhની પાવરફુલ બેટરી મળે છે. તેમજ 48 મેગાપિક્સલનું પ્રાઇમરી કેમેરા સેન્સર, અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સાથે 8 મેગાપિક્સેલનું સેકન્ડરી સેન્સર, 2 મેગાપિક્સેલનું માઈક્રો શૂટર તથા 2 મેગાપિક્સેલનું ડેપ્થ સેન્સર આપવામાં આવે છે.

જ્યારે સેલ્ફી કેમેરા તરીકે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનું કેમેરા સેન્સર મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, ડ્યુલ બેન્ડ Wi-Fi, Bluetooth v5.0, GPS/ A-GPS, infrared (IR) blaster, USB Type-C અને 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો છે.

વાંચો- Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા

HMDના નવા ફોન Nokia C20 Plusની ભારતમાં એન્ટ્રી (Nokia C20 Plus launched in India) થઇ ચૂકી છે. આ બ્રાન્ડ ન્યૂ ફોન એપ્રિલમાં લોન્ચ થયેલ નોકીયા C20 (Nokia C20)નું અપગ્રેડ વર્ઝન છે. કંપનીનો નવો C20 Plus લેટેસ્ટ એન્ટ્રી લેવલ ફોન છે. HMD આ ફોનની સાથે એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી પણ આપી રહ્યું છે. એટલે કે જો તમને હાલના ફોનમાં કોઇ સમસ્યા આવે છે, તો કંપની નવો ફોન આપશે. કંપનીએ પોતાના Nokia C20 Plus ફોનની કિંમત રૂ. 8999 રાખી છે, જે તેના 2GB+32GB સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. જ્યારે ફોનના 3GB+32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 9999 રાખવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Redmi, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર