ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9, જાણો કિંમત અને ખાસિયત

News18 Gujarati
Updated: January 10, 2019, 1:37 PM IST
ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9, જાણો કિંમત અને ખાસિયત
સેલ્ફીના દીવાનાઓ માટે હુવેઇ વાય9 (2019)માં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યાં છે.

સેલ્ફીના દીવાનાઓ માટે હુવેઇ વાય9 (2019)માં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યાં છે.

  • Share this:
ચીનની સ્માર્ટફોન નિર્માતા હુવાઇએ હુવેઇ વાય9 2019 લોન્ચ કર્યો. આ ફોન દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે આ ફોન 15, 990 રુપિયા છે. જે બે કલર વેરિએન્ટ બ્લેક અને સફાયર બ્લુમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોને એમેઝોન પર વેચવામાં આવશે. આ ઉપરાંત ફોન ખરીદનારને તેની સાથે 2990 રુપિયાનું બોટ રોકર્ઝ સ્પોર્ટ્સ બ્લૂટૂથ હેડફોન ફ્રી મળશે.

આ છે Huawei Y9 નું સ્પેસિફિકેશન

હ્યુવેઇ વાય9 (2019) માં 6.5 ઇંચની સંપૂર્ણ ડિસ્પ્લે છે. આ ફોન 3ડી કર્વ ડિઝાઇનથી સજ્જ છે. ફોન એ કિરિન 710 પ્રોસેસરનો ઉપયોગ કરે છે જે એઆઇ પાવર 7.0 સાથે આવે છે. કેમેરા વિશે વાત કરીએ તો, તેમા ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી કેમેરા સેન્સર 12 મેગાપિક્સલ અને સેકન્ડરી સેન્સર 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત, ડ્યુઅલ કેમેરા ફ્રન્ટમાં આપવામાં આવ્યા છે, જેમાં એક સેન્સર 16 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. એવું કહેવામાં આવે છે કે બંને કેમેરા AI થી સજ્જ છે.આ પણ વાચો:  ફક્ત JIO SIM વાળાને મળશે આ ખાસ સર્વિસ, Activate કરવા પર થશે ફાયદો

ફોનને 3GB અને 4GBની RAM વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે અને તેનું ઇનબિલ્ટ સ્ટોરેજ 64GB છે. જે microSD કાર્ડ મારફતે 256GB સુધી વધારી શકાય છે. આ ઉપરાંત, તેની પાસે પાવર માટે 4000 એમએએચની બેટરી છે.હ્યુવેઇ Y9 (2019) માં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે જે 4.0 ઓળખ ટેકનોલોજી સાથે સજ્જ છે અને તે એવો દાવો કરે છે કે આ સ્માર્ટફોન 0.3 સેકન્ડમાં અનલોક કરી શકાય છે. અપગ્રેડ કરેલ ફિંગરપ્રિન્ટ ટેક્નોલૉજીમાં ફિંગરપ્રિન્ટ નેવિગેશન પણ છે. જેની મદદથી યૂઝર તમામ નોટિફિકેશનને એક સાથે મેનેજ કરી શકશે.

 
First published: January 10, 2019, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading