Home /News /tech /

Huawei Watch Fit 2 થઈ લોન્ચ, ફીચર્સ એવા અદ્ભુત કે સ્માર્ટફોનની જરૂર નહીં પડે!

Huawei Watch Fit 2 થઈ લોન્ચ, ફીચર્સ એવા અદ્ભુત કે સ્માર્ટફોનની જરૂર નહીં પડે!

Huawei એ Huawei Watch Fit 2 સ્માર્ટવોચ લોન્ચ કરી છે.

Huawei Watch Fit 2માં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 336x480 પિક્સલ છે. તે વેરેબલ ઓલવેઝ ઓન ડિસ્પ્લે (AOD) ડિઝાઇન સાથે આવે છે. આ સ્માર્ટવોચમાં ઘણા વોચ ફેસ ઉપલબ્ધ છે, જેને Watch Face સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

    Huawei Watch Fit 2 Launched: Huawei એ Huawei Watch Fit 2 સ્માર્ટવોચ બુધવારે યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે અને એક પ્રેસ-ટુ-રીલીઝ લિંક ડિઝાઇન છે. આ સ્માર્ટવોચ સરળતાથી મલ્ટીપલ બેન્ડ સ્વિચ કરવાની મંજૂરી આપે છે. તે ત્રણ મોડલ એક્ટિવ એડિશન, ક્લાસિક એડિશન અને એલિગન્ટ એડિશન સાથે આવે છે. એક્ટિવ વર્ઝન સિલિકોન સ્ટ્રેપ્સ સાથે આવે છે. ક્લાસિક વર્ઝનમાં લેધર સ્ટ્રેપ્સ મળે છે. જાણો આ સ્માર્ટવોચના ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત.

    Huawei Watch Fit 2 કિંમત અને ઉપલબ્ધતા

    Huawei Watch Fit 2 Active Editionની કિંમત EUR 149 એટલે કે 12,100 રૂપિયા છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન Isle Blue, Midnight Black અને Sakura Pink કલરમાં ઉપલબ્ધ છે. Huawei Watch Fit 2 Classic Edition ની કિંમત EUR 199 એટલે કે લગભગ 16,200 રૂપિયા છે. તે Moon White અને Nebula Grey કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે Apple iPhone, એન્ડ્રોઇડ ફોન પણ સસ્તામાં ખરીદવાનો મોકો

    બીજી તરફ, Huawei Watch Fit 2 Elegant Edition ની કિંમત EUR 249 એટલે કે લગભગ 20,250 રૂપિયા છે. તે Premium Gold અને Silver Frost Milanese સ્ટ્રેપ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Huawei અનુસાર, ગ્રાહકો વેરેબલની ઉપલબ્ધતા માટે લોકલ વેબસાઇટ્સની મુલાકાત લઈ શકે છે.

    Huawei Watch Fit 2ના સ્પેસિફિકેશન્સ

    Huawei Watch Fit 2માં 1.74 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 336x480 પિક્સલ છે. તે વેરેબલ ઓલવેઝ ઓન ડિસ્પ્લે (AOD) ડિઝાઇન સાથે આવે છે. આ સ્માર્ટવોચમાં ઘણા વોચ ફેસ ઉપલબ્ધ છે, જેને Watch Face સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

    આ પણ વાંચો: Realme Narzo 50 5G લૉન્ચ, મિડ-રેન્જ સ્માર્ટફોનમાં મળશે 48 મેગાપિક્સલ કેમેરા અને 33W ડાર્ટ ચાર્જિંગ

    બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, Huawei Watch Fit 2માં 10 દિવસની બેટરી લાઇફ મળે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં Wi-Fi, Bluetooth v5.2 છે. માત્ર ક્લાસિક એડિશન અને એલિગન્ટ એડિશન NFC ને પણ સપોર્ટ કરે છે. બધા મૉડલમાં બ્લૂટૂથ કૉલિંગ, મ્યુઝિક કંટ્રોલ, વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ સપોર્ટ અને 5ATM વૉટર રેઝિસ્ટન્ટ મળે છે. કમ્પેટિબિલિટીની વાત કરીએ તો, તે Android 6.0 અથવા iOS 9.0 સાથે કામ કરી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Huawei, Mobile and Technology, Smartwatch

    આગામી સમાચાર