શાઓમી સહિત કેટલીએ અન્ય જાણીતી કંપનીઓને ટક્કર આપવા માટે ચીનની કંપની Huawei પણ હવે ટીવી સેગમેન્ટમાં પગ મુકવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, કંપની એપ્રિલમાં પોતાનું પહેલુ TV લોન્ચ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ ટીવીમાં ડ્યૂલ કેમેરા સેટઅપ, સોશિયલ અને ગેમિંગ ફિચર સાથે તેને લોન્ચ કરવામાં આવી શકે છે.
કંપનીના એક્ઝિક્યૂટિવે જણાવ્યું હતું કે, કંપનીએ એક વર્ષમાં 1 કરોડ યૂનિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની અગામી મહિને પોતાની નવી પ્રોડક્ટ લાઈનઅપ હેઠળ 55 ઈંચ અને 65 ઈંચના બે ટીવી મોડલ પરથી પરદો ઉઠાવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આમાંથી 55 ઈંચ TVનું સપ્લાય પેઈચિંગ ઓરિએન્ટેલ એન્ટરપ્રાઈઝેઝ અને 65 ઈંચ ટીવીનું સપ્લાય શેનઝેન ચીન સ્ટાર ઓષ્ટોઈલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
એટલું જ નહી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીના 65 ઈંચ ટીવીને 5G સપોર્ટ સાથે રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની પોતાનો બિઝનેસ માત્ર હોમ ટીવી સુધી સિમિત નહી રાખે, પરંતુ આગળ ચાલીને કમર્શલ ટીવી ફિલ્ડમાં પણ વિસ્તાર કરશે. જોકે, કંપનીએ આ મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની અધિકારીક જાહેરાત નથી કરી.
તમને જણાવી દઈએ કે, હાલમાં જ એવા સમાચાર આવ્યા છે કે, OnePlus પમ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ આના પર કામ પમ શરૂ કરી દીધુ છે. એટલું નહી, રિપોર્ટ્સ અનુસાર, વનપ્લસ 2020માં પોતાના પહેલા ટીવી પરથી પરદો ઉઠાવવાની છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર