HP Smart Tank 700 series: બંને બાજુ પ્રિન્ટ કરી શકતા પ્રિન્ટરની સિરીઝ લૉંચ

એચપી સ્માર્ટ ટેન્ક 700 સિરીઝ

HP Smart Tank 700 series: HP સ્માર્ટ ટેન્ક 700 પ્રિન્ટર્સ 25 ટકાથી વધુ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલું પ્રથમ ઈન્ક ટેન્ક પ્રિન્ટર છે.

  • Share this:
નવી દિલ્હી: HPએ આજે ભારતીય બજારમાં સ્માર્ટ ટેન્ક પ્રિન્ટર્સની સિરીઝ વધારી છે. HP સ્માર્ટ ટેન્ક 700 શ્રેણી પ્રિન્ટર (HP Smart Tank 700 series printer) સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. આ પ્રિન્ટર નાના ધંધાદારીઓ માટે અનુકૂળ છે. આ ડિવાઇસ ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ 3 સપોર્ટ સાથે આવે છે અને HP સ્માર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રિમોટ પ્રિન્ટિંગ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રિન્ટર બંને બાજુથી છાપી શકે (HP Smart Printers can print on both sides) છે.

આ પ્રિન્ટરમાં ગાઈડેડ લાઇટિંગ, લૉ ઈન્ક, પેપર સેન્સર અને મોબાઈલ એલર્ટ જેવી સુવિધાઓ મળે છે. આ સાથે સિક્યોર રોબોટ, રાઈટ પ્રોટેક્ટડ મેમરી અને પ્રિસેટ પાસવર્ડ જેવી સુરક્ષા વ્યવસ્થા પણ આપવામાં આવે છે.

ખર્ચ ઘટી જશે

ઉલ્લેખનીય છે કે, HP સ્માર્ટ ટેન્ક 700 પ્રિન્ટર્સ 25 ટકાથી વધુ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલું પ્રથમ ઈન્ક ટેન્ક પ્રિન્ટર છે. HPએ જણાવ્યું છે કે, આ સિરીઝ બે વર્ષની ઈન્ક સપ્લાય સાથે આવે છે. જેના થકી 12,000 પાનાં (બ્લેક) અને 8,000 પાનાં (કલર) છાપી શકાય છે અને ઈન્ક પાછળનો ખર્ચમાં 80 ટકા સુધી ઘટી જાય છે.

આ પણ વાંચો: શાઓમીએ ગ્રાહકો માટે શરૂ કરી ‘દિવાલી વિથ MI’ ઑફર, ઓફલાઇન ખરીદી કરવા પર મળશે શાનદાર ડિસ્કાઉન્ટ

કિંમત કેટલી?

HP સ્માર્ટ ટેન્ક 700 સિરીઝમાં ત્રણ મોડલ આપવામાં આવ્યા છે. એચપી સ્માર્ટ ટેન્ક 720ની કિંમત 20,049 રૂપિયા છે. જ્યારે સ્માર્ટ ટેન્ક 750ની કિંમત 22,480 રૂપિયા છે. HP સ્માર્ટ ટેન્ક 790 વાયરલેસ પ્રિન્ટરને 24,910 રૂપિયામાં ખરીદી શકાય છે. એચપી સ્માર્ટ ટેન્ક 790 અને HP સ્માર્ટ ટેન્ક 750 એક વર્ષ અથવા પ્રથમ 50,000 પાનાંની વોરંટી આપે છે. બીજી તરફ HP સ્માર્ટ ટેન્ક 720 એક વર્ષ અથવા પ્રથમ 30,000 પાનાની વોરંટી સાથે આવે છે. દેશના HP સ્ટોર મારફતે તમામ મોડેલોનું વેચાણ ચાલુ છે.

આ પણ વાંચો: Sony Xperia Pro-I: સોનીનો નવો ફ્લેગશીપ ફોન થયો લૉંચ, સ્પેસિફિકેશન અને કિંમત જાણીને ચોંકી જશો

નાના વ્યવસાયિકો માટે અનુકૂળ

અહેવાલો મુજબ HP ઇન્ડિયા માર્કેટના પ્રિન્ટિંગ સિસ્ટમ્સના સિનિયર ડાયરેક્ટર સુનીશ રાઘવને જણાવ્યું હતું કે, HPમાં અમે અમારા ગ્રાહકોને અત્યંત સરળતા અને ચિંતા મુક્ત પ્રિન્ટિંગનો અનુભવ આપવા માટે સતત નવીનતા લાવી રહ્યા છીએ. જે પોકેટ-ફ્રેન્ડલી પણ છે. HP સ્માર્ટ ટેન્ક 70 પરિવારો અને નાના વ્યવસાયિકોની અલગ અલગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે.
First published: