Home /News /tech /WhatsApp Status: કોઈનું વોટ્સએપ સ્ટેટસ ગુપચુપ રીતે કેવી રીતે જોવું? આ રહી ટિપ્સ

WhatsApp Status: કોઈનું વોટ્સએપ સ્ટેટસ ગુપચુપ રીતે કેવી રીતે જોવું? આ રહી ટિપ્સ

લોકો પોતાના વિચારો સ્ટેટસ (WhatsApp status)ના માધ્યમથી શેર કરે છે. ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે (પ્રતિકાત્મક તસવીર)

WhatsApp Status: કેટલાક લોકો એવા છે જેઓને બીજાનું સ્ટેટ્સ તો જોવું છે, પણ સામેની વ્યક્તિને તેની જાણ ન થાય તેવું ઈચ્છે છે. આજે અહી આવા લોકો માટે ટિપ્સ આપવામાં આવી છે

સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ સાથે વોટ્સએપ (WhatsApp) જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ (Instant messaging apps) પણ દરેકના સ્માર્ટફોનમાં જોવા મળે છે. હવે તો વોટ્સએપને કોમ્યુનિકેશનના સાધનની સાથે ઘણું બધુ કામ કરે છે. લોકો પોતાના વિચારો સ્ટેટસ (WhatsApp status)ના માધ્યમથી શેર કરે છે. ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. આ સ્ટેટ્સની સૌથી સારી વાત એ છે કે, સ્ટેટ્સ કોણે કોણે જોયું તે જાણી શકાય છે.

બીજી તરફ કેટલાક લોકો એવા છે જેઓને બીજાનું સ્ટેટ્સ તો જોવું છે, પણ સામેની વ્યક્તિને તેની જાણ ન થાય તેવું ઈચ્છે છે. આજે અહી આવા લોકો માટે ટિપ્સ આપવામાં આવી છે. જેનો ઉપયોગ કરી તેઓ યુઝરની જાણ બહાર તેનું સ્ટેટસ જોઈ શકે છે.

કોઈનું વોટ્સએપ સ્ટેટસ ગુપચુપ રીતે કેવી રીતે જોવું?


વોટ્સએપ એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ રીડ રિસીપ્ટને ડિસેબલ કરીને અથવા ઓફલાઇન થયા વિના પણ પોતાના કોન્ટેક્ટના સ્ટેટ્સ જોઈ શકે છે. યુઝર્સ સીધા જ સ્ટેટસ જોવાના સ્થાને તેમના ફોનમાં છુપાયેલા વોટ્સએપ સ્ટેટસ ફોલ્ડરને ચકાસી શકે છે.

વોટ્સએપ પર રીડ રિસીપ્ટને ડિસેબલ કેવી રીતે કરવી?


વોટ્સએપ યુઝર્સ ઘણીવાર મેસેજ માટે ડબલ બ્લુ ટિક બંધ કરવા માટે રીડ રિસીપ્ટને ડિસેબલને કરે છે. એ જ રીતે, રીડ રિસિપ્ટ્સ બંધ કરવાથી યુઝર્સ સ્ટેટસ વ્યૂ લિસ્ટમાંથી પણ પોતાનું નામ છુપાવી શકે છે. વોટ્સએપ પર રીડ રિસીપ્ટને ડિસેબલ કેવી રીતે કરવી તેના સ્ટેપ્સ નીચે આપવામાં આવ્યા છે.

- વોટ્સએપ પર ઉપર જમણી બાજુના ખૂણામાં ડોટ મેનુ પર ટેપ કરીને મેનુ ખોલો.
- સૅટિંગ્ઝ પર ટેપ કરો અને એકાઉન્ટ ખોલો.
- પ્રાઈવેસી પર ક્લિક કરી અને રીડ રિસીપ્ટને ડિસેબલ કરો.

આ પણ વાંચો - રિંગ વાગતા સ્માર્ટફોનમાં થયો બ્લાસ્ટ, જાણો આવી ઘટનાઓ પાછળ શું હોય શકે કારણ?

ઓફલાઇન અથવા ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કેવી રીતે કરવો?


સ્ટેટસ જોતા પહેલા યુઝર્સ મોબાઇલ ડેટા બંધ કરી શકે છે અથવા બ્રાઉઝર દ્વારા ઇનકોગ્નિટો મોડમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. આ રીતે યૂઝર્સ ઓફલાઇન રહેશે અને બીજા વ્યક્તિને જાણ થયા વગર વોટ્સએપ સ્ટેટસ જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, યુઝર ઓનલાઇન પાછા આવ્યા બાદ સામેવાળી વ્યક્તિ વ્યૂ જોઇ શકશે. તેથી તેને ટાળવા માટે સ્ટેટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં હોય તે પહેલાં જ ઓફલાઇન પદ્ધતિનો ઉપયોગ કરો.

વોટ્સએપને ફોર્સ સ્ટોપ કઈ રીતે કરવું અને કોઈનું સ્ટેટ્સ ગુપ્ત રીતે કઈ રીતે જોવું ?


વોટ્સએપ સ્ટેટસ ઓફલાઈન જોયા બાદ એન્ડ્રોઈડ યુઝર્સ વોટ્સએપને સેટિંગથી ફોર્સ સ્ટોપ કરી શકે છે અને આ રીતે યુઝર્સ ઓનલાઈન થયા બાદ પણ સ્ટેટસ જોઈ શકશે.

ફોનના ફાઇલ મેનેજર દ્વારા વોટ્સએપ સ્ટેટસ કેવી રીતે જોવું


એન્ડ્રોઇડ યુઝર્સ ફાઇલ મેનેજરમાં 'વોટ્સએપ સ્ટેટસ ફોલ્ડર' દ્વારા પણ વોટ્સએપ સ્ટેટસ જોઈ શકે છે. એન્ડ્રોઇડ યુઝર સ્ટેટસ ટેબ ખોલે છે, ત્યારે વોટ્સએપ ફોન સ્ટોરેજમાં તમામ સ્ટેટસ ઇમેજ ઓટોમેટિક ડાઉનલોડ કરી લે છે. તેથી તે સ્ટેટ્સ વોટ્સએપ સ્ટેટસ ફોલ્ડરમાં જોઈ શકાય છે.

- ફાઇલ મેનેજરમાં જાઓ.
- ઇન્ટરનલ સ્ટોરેજ ખોલો અને વોટ્સએપ પર ટેપ કરો.
- મીડિયા ફોલ્ડર ખોલો અને પછી ફોલ્ડર 'સ્ટેટસ' ખોલો.
- ત્યાં યુઝર્સના કોન્ટેક્ટ દ્વારા શેર કરેલા વોટ્સએપ સ્ટેટસની બધી ઇમેજ મળશે.
- સ્ટેટસ ફોલ્ડર ન દેખાય તો ફાઇલ મેનેજરના સેટિંગમાં જાઓ અને શો હીડન ફાઈલ અનેબલ કરો.
- ફોલ્ડર જોવા મળશે.

એન્ડ્રોઇડ 11 યુઝર્સ વોટ્સએપ સ્ટેટસ ફોલ્ડરને Settings > Internal Storage > Android > Media > WhatsApp.com > WhatsApp > Media દ્વારા એક્સેસ કરી શકે છે.
First published:

Tags: Technology news, Whatsapp, ટેક ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन