Home /News /tech /YouTube વીડિયોની વચ્ચે નહીં દેખાય જાહેરાતો, યુઝર્સે કરવું પડશે નાનું કામ

YouTube વીડિયોની વચ્ચે નહીં દેખાય જાહેરાતો, યુઝર્સે કરવું પડશે નાનું કામ

કેટલાક વીડિયો રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યું છે

દરેક વ્યક્તિને યુટ્યુબ પર Video જોવાનું પસંદ હોય છે. પરંતુ જાહેરાતો (Ads) જોવી કોઈને પસંદ નથી. શું તમે પણ YouTube જાહેરાતોથી પરેશાન છો? તો જાણો હવે જાહેરાતો વગરના યુટ્યુબ વીડિયો સ્માર્ટફોન અને કોમ્પ્યુટરમાં જોઈ શકાશે.

    How to download add free YouTube: ફિલ્મ, ડ્રામા, કોમેડી, ફેશન અને એજ્યુકેશન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ યુટ્યુબ દ્વારા જોઈ શકાય છે. શરૂઆતના સમયમાં યુટ્યુબ પર વીડિયો જોતી વખતે માત્ર એક જ જાહેરાત બતાવવામાં આવતી હતી. પરંતુ સમય સાથે YouTube પર જાહેરાતોની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં, શું તમે પણ યુટ્યુબની જાહેરાતોથી પરેશાન છો અને એડ વગરના વીડિયો જોવા માંગો છો.

    તમે જાહેરાતો વિના YouTube પર વિડિયોઝ જોવા માટે પ્રીમિયમ સંસ્કરણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ આ માટે યુઝર્સને સબસ્ક્રિપ્શન તરીકે કેટલાક પૈસા ચૂકવવા પડશે.

    તમારે YouTube પર આવી જાહેરાતો જોવાની જરૂર રહેશે નહીં


    1. જો તમે લેપટોપ કે કોમ્પ્યુટરમાં યુટ્યુબ દ્વારા વીડિયો જુઓ છો, તો સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર પર જાઓ.
    2. Chrome બ્રાઉઝરમાં YouTube શોધો.
    3. આ પછી કોઈપણ વિડિયો શરૂ કરો.

    આ પણ વાંચો: Fitbit એ રજૂ કર્યા નવા વેરેબલ્સ, તમારા સ્વાસ્થ્યનું રાખશે ધ્યાન, જુઓ ખાસિયત અને કિંમત

    4. ઉપરના સર્ચ બારમાં URL પર ક્લિક કરીને YouTube (Yout–ube) માં T પછી હાઇફન (–) મૂકો.
    5. હવે તમે કોઈપણ જાહેરાત વિના કમ્પ્યુટર અથવા લેપટોપ પરથી YouTube વીડિયોઝ મફતમાં જોઈ શકો છો.

    આ પણ વાંચો: WhatsApp પર હવે આ રીતે મોકલી શકશો મોટામાં મોટી ફાઈલ્સ અને વીડિયો

    સ્માર્ટફોનમાં આ રીતે એડ વગર જુઓ યુટ્યુબ વીડિયો


    1. સ્માર્ટફોન એડ કર્યા વિના યુટ્યુબ વિડિયો જોવા માટે, તમારા ક્રોમ બ્રાઉઝર પર જાઓ.
    2. આ પછી ડેસ્કટોપ મોડમાં ક્રોમ બ્રાઉઝર ખોલો.
    3. ડેસ્કટોપ મોડમાં ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી, તેમાં YouTube સર્ચ કરો.



    4. YouTube માં કોઈપણ વીડિયોને પ્લે કરો.
    5. આ પછી, URL પર ક્લિક કરીને YouTube માં T પછી હાઇફન મૂકો.
    6. આ રીતે તમે આ સ્માર્ટફોનમાં ફ્રી વીડિયો પણ જોઈ શકો છો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Gujarati tech news, Youtube

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन