લગભગ 2 વર્ષ પહેલાં ફેસબુકે (Facebook) ક્વાઇટ મોડ (Quiet Mode) લોન્ચ કર્યું હતું. પરંતુ હજી સુધી મોટાભાગના લોકોને તેના વિશે ખબર નથી. તમને જણાવી દઈએ કે આ ફીચરને સોશ્યલ મીડિયાથી દૂર રહેવા માટે બનાવવામાં આવ્યું છે. Quiet Mode ઘણા કામ કરે છે. જેમ કે વધુ પડતી નોટિફિકેશન્સને મ્યુટ કરવી અને એપમાં તમારો વપરાશના સમયને મેનેજ કરવો. ફેસબુક એપમાં આ એક એવું ફીચર છે, જેના દ્વારા તમે તમારા ફેસબુક ટાઈમને સરળતાથી મેનેજ કરી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે, આ ફીચરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે અને કેવી રોતે તમે તમારા સમયને વ્યર્થ કરતા રોકી શકો છો.
અમે ઉપર જણાવ્યા મુજબ, ફેસબુકનો રોજ ઉપયોગ કરતા યુઝર્સને પણ આ ફીચર વિશે ખ્યાલ નથી કે આ ફીચર કેવી રીતે યુઝ કરવું અને આ ફીચર કેવી રીતે તમારા સમયને બગાડતાં બચાવે છે. ત્યારે આ સ્ટેપ્સ ફોલો કરીને તમે આ ફિચરનો યુઝ કરી શકો છો.
1. સૌથી પહેલાં ફેસબુક ઓપન કરો અને રાઈટ સાઈડ પર જે હેમબર્ગનું આઇકન છે, તેના પર ક્લિક કરો.
2. હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચે આપેલા સેટિંગ એન્ડ પ્રાઇવસીના ઓપ્શન પર જાઓ અને પછી સેટિંગ્સ પર ક્લિક કરો.
3. અહીં તમે Preferencesનો ઓપ્શન જોઈ શકો છો. અહીં તમને યોર ટાઈમ ઓન ફેસબુક લખેલું દેખાશે. અહીં ક્લિક કરતા જ તમને ઘણાબધા ઓપ્શન્સ દેખાશે.
4. અહીં See Time નામનો ઓપ્શન આપેલ છે. જેના પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે તમે તમારો કેટલો ટાઈમ ફેસબુક પર પસાર કર્યો છે.
5. હવે તમારે Manage Your Time પર ક્લિક કરવાનું રહેશે, અહીં તમને ક્વાઇટ મોડ દેખાશે, જેને ઓન કરો. જો તમે ઈચ્છો તો શિડ્યુઅલ ક્વાઇટ મોડ પર જઈને તમે પોતાનો ટાઈમ પર શિડ્યુઅલ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ફીચર અનેબલ કરવામાં આવે છે અને ફેસબુક પર જે પુશ નોટિફિકેશન આવે છે તે મ્યુટ થઇ જાય છે. જો તમે ઈચ્છો તો તેને ટાઈમ શિડ્યુઅલ પણ કરી શકો છો એટલે કે તમે નક્કી કરી શકો છો કે તમારે ફેસબુક કવાઇટ મોડનું ફીચર ઓન રાખવું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર