શું તમારું બાળક સતત ઓનલાઇન રહે છે? તો માતા-પિતા આવી રીતે કરી શકે છે ટાઇમ સેટ

News18 Gujarati
Updated: April 29, 2018, 3:46 PM IST
શું તમારું બાળક સતત ઓનલાઇન રહે છે? તો માતા-પિતા આવી રીતે કરી શકે છે ટાઇમ સેટ
ફેસબુકે પોતાની એપ messenger kidsમાં નવું ફિચર ‘સ્લિપ મોડ’ રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે એક ખાસ હેતુંથી આ ફિચર લાવવામાં આવ્યું છે.

ફેસબુકે પોતાની એપ messenger kidsમાં નવું ફિચર ‘સ્લિપ મોડ’ રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે એક ખાસ હેતુંથી આ ફિચર લાવવામાં આવ્યું છે.

  • Share this:
ફેસબુકે પોતાની એપ messenger kidsમાં નવું ફિચર ‘સ્લિપ મોડ’ રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે એક ખાસ હેતુંથી આ ફિચર લાવવામાં આવ્યું છે. જેના થકી માતા-પિતા પોતાના બાળકોને સોશિયલ મીડિયા ઉપર કન્ટ્રોલ કરી શકે છે. આ ફિચર થકી માતા-પિતા બાળકોના ડિવાઇઝમાં ઓફ ટાઇમ્સ સેટ કરી શકે છે. જેનાથી એક નક્કી કરેલા ટાઇમ પર આ એપનો ઉપયોગ ન કરી શકે.

જ્યારે આ એપ સ્પિપ મોડમાં હોય છે ત્યારે બાળકો મેસેજ કે વીડિયો કોલ કરવા કે રિસિવ નહીં કરી શકે. એટલું જ નહીં બાળકો એપનો ક્રેએટિવ કેમેરા પણ ખોલી નહીં શકે. આ ઉપરાંત તેઓ નોટિફિકેશન પણ રિસિવ નહીં કરી શકે. જો બાળક એપ ખોલવાની કોશિશ કરશે તો તેને એપ સ્લિપ મોડ પર હોવાનો પોપઅપ મેસેજ મળશે.

ફેસબુકના પ્રોડક્સન મેનેજર તરુન્યા ગોવિંદરાજનના એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે અનેક માતા-પિતાએ તેમને કહ્યું હતું કે તેઓ એપ ઉપર વધારે નિયંત્ર ઇચ્છે છે. જેથી બાળક ખાસ સમય સુધી એપનો ઉપયોગ ન કર શકે. આ સમય જેવો કે ખાવાનો સમય, હોમવર્ક કરતા સમયે, કે પછી સુવા સમયનો સમાવેશ થાય છે. અમે યુઝર્સના ફીડબેક ઉપર ધ્યાન આપીએ છીએ. એટલા માટે અમે આવું ફિચર બનાવ્યું છે. જે માતા-પિતાને એ લેવેનો કંટ્રોલ આપે છે.

સૌથી પહેલા ફેસબુક એપમાં મેસેન્જર કિડ્સ કંટ્રોલમાં જાઓ. બાળકના નામ ઉપર ટેપ કરો. ત્યારબાદ એપ કંટ્રોલ સેક્સનમાં sleep modeને ઓન કરી દો. ગોવિંદરાજનને કહ્યું હતું કે, તમે તમામા બાળક માટે એપમાં ઓફ ટાઇમ સેટ કરી શકો છો. આ ટાઇમ વિકડેઝ અને વિકેન્ડ માટે અલગ અલગ પણ સેટ કરી શકાય છે. જણાવી દઇએ કે મેઇન ફેસબુક એપ થકી મેસેન્જર કિડ્સ એપને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકાય છે.

આ એપને ડિસેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, મેસેન્જર કિડ્સ બાળકોને સોશિયલ મીડિયા ઉપર પોતાની હાજરી નોંધાવવા માટે પ્રોત્સાહન આપવા હેતુંથી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. આલોચના ઉપર પ્રતિક્રિયા આપતા ફેસબુકના એક મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે, આ પરિવાર માટે સારું છે. કારણ કે વીડિયો કોલિંગ અને મેસેજિંગ એપને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.
First published: April 29, 2018, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading