આજકાલ Google Mapsનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો જે તે સ્થળે પહોંચવા માટે ગૂગલ મેપ્સનો યુઝ કરે છે. પણ કેટલાક લોકોને ગૂગલ મેપ્સમાં હોમ એડ્રેસ અપડેટ કરતા આવડતું નથી. વ્યક્તિએ ઘર બદલ્યું હોય ત્યારે આવું કરવું જરૂરી છે. નહીંતર જ્યારે ગૂગલ મેપ્સ શરૂ કરશો, ત્યારે જુના લોકેશન પરથી ડિરેક્શન બતાવશે. જેથી અહીં દરેક વખતે મેન્યુઅલ લોકેશન નાંખવાની માથાકૂટ કરવાના સ્થાને હોમ એડ્રેસ અને વર્ક એડ્રેસ કઈ રીતે SAVE કરવું તે અંગે જાણકારી આપવામાં આવી છે.
જગ્યા બદલ્યા બાદ હોમ કે વર્ક માટે નવું એડ્રેસ સેવ કરવાથી ડિરેક્શનમાં અનુકૂળતા રહેશે અને ટ્રાફિકની પણ માહિતી સરળતાથી મળતી રહેશે. અહીં દર્શાવેલી પદ્ધતિ એન્ડ્રોઇડ અને આઈફોન પર સમાન રીતે અમલમાં મુકવાની રહે છે.
- સૌપ્રથમ ગૂગલ મેપ્સ એપ્લિકેશન શરૂ કરો. - હવે સ્ક્રીનના નીચેના ભાગે toolbar ખોલી Saved વિકલ્પ પસંદ કરો. - ત્યાં વિકલ્પોની યાદીમાં નીચેની તરફ Labelledને પસંદ કરો. - હવે Home પર ક્લિક કરો. - ત્યારબાદ સ્ક્રીન પર તમારા Home addressની બાજુમાં દેખાતા ત્રણ ગ્રે ડોટ્સ પર ક્લિક કરો. - હવે સર્ચ બોક્સમાં એડ્રેસ ટાઈપ કરો. ગૂગલ મેપ્સ ઓટોફિલ થઈ જશે અને માત્ર પોસ્ટલ કોડ જ નાખી શકાશે. - Home address બદલવા માટે હવે Edit home ક્લિક કરો. - હવે તમારું નવું સરનામું નાખો. - ત્યારબાદ ગૂગલ મેપ્સ તેમને તમારું એડ્રેસ કન્ફર્મ કરવાનું કહેશે. આ એડ્રેસને તપાસી લો. સચોટ લોકેશન ડેટા પસંદ કરવા માટે તમે મેપ પર પિન લોકેશનનો ઉપયોગ પણ કરી શકો છો. - તમારું નવું Home address નોંધાઇ ગયું છે. આ જ પદ્ધતિથી તમે ગમે ત્યારે એડ્રેસ બદલી કે હટાવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર