Home /News /tech /

Tech Tips and Tricks: મોબાઇલ ફોનમાં સ્લો ઇન્ટરનેટ સ્પીડથી મળશે છૂટકારો, આ ટ્રિક્સને કરો ફોલો

Tech Tips and Tricks: મોબાઇલ ફોનમાં સ્લો ઇન્ટરનેટ સ્પીડથી મળશે છૂટકારો, આ ટ્રિક્સને કરો ફોલો

ગૂગલ ક્રોમને અપડેટ કરતા રહેવાથી તમને સારી સ્પીડ તો મળશે, સાથે જ સિક્યોરિટી ફીચર્સ પણ અપડેટ થતા રહેશે.

How to Update Google Chrome: ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝરની સ્પીડને ટોપ ગિયરમાં રાખવા માટે જરૂરી છે તેનું સમય-સમય પર અપડેટ થતા રહેવું. ગૂગલ ક્રોમને અપડેટ કરતા રહેવાથી તમને સારી સ્પીડ તો મળશે, સાથે જ સિક્યોરિટી ફીચર્સ પણ અપડેટ થતા રહેશે.

વધુ જુઓ ...
    How to Update Google Chrome: મોબાઇલ ફોનમાં જ્યારે પણ તમે કંઈ સર્ચ કરવા ઇચ્છો છો, તો તરત જ ગૂગલ ક્રોમ (Google Chrome)ને ટેપ કરો છો. કોઈ સવાલનો જવાબ જોઈતો હોય કે પછી કોઈ ન્યુઝ જોવા હોય કે પ્રોડક્ટ્સ રિવ્યુ, તમામ કાર્યો માટે આપણે ગૂગલ ક્રોમનો જ સહારો લઈએ છીએ. પરંતુ કેટલીક વખત ગૂગલ ક્રોમ એટલું ધીમું ચાલે છે કે તેની સ્પીડ આપણને થકવી દે છે.

    ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝરની સ્પીડને ટોપ ગિયરમાં રાખવા માટે જરૂરી છે તેનું સમય-સમય પર અપડેટ થતા રહેવું. ગૂગલ ક્રોમને અપડેટ કરતા રહેવાથી તમને સારી સ્પીડ તો મળશે, સાથે જ સિક્યોરિટી ફીચર્સ પણ અપડેટ થતા રહેશે. તેનાથી તમારું ગૂગલ ક્રોમ ખતરનાક સિક્યોરિટી બગનો શિકાર થવાથી બચી જશે. એક્સપર્ટ્સ કહે છે કે અપડેટ ન થવાથી તમામ ખતરનાક વાયરસ તમારા ફોન, કમ્પ્યુટર વગેરેને પોતાનો શિકાર બનાવી લે છે અને તમારો પર્સનલ ડેટા ચોરી લે છે.

    આ પણ વાંચો: IRCTC ઓનલાઇન ટિકિટ બુકિંગની પ્રોસેસ બદલાઈ, જાણો કઈ રીતે બુક કરવી ટિકિટ

    ગૂગલ ક્રોમને કરતા રહો અપડેટ

    મોબાઇલ ફોન હોય કે પછી લેપટોપ, દરેક જગ્યાએ ગૂગલ ક્રોમ વગર આપણે કામની કલ્પના પણ ન કરી શકીએ. ગૂગલ ક્રોમ એક એવું બ્રાઉઝર છે જે દરેક પ્રકારના એન્ડ્રોઇડ સ્માર્ટફોન, આઈફોન કે અન્ય ડિવાઇસમાં હોય છે. ટેક એક્સપર્ટ્સ જણાવે છે કે ગૂગલ ક્રોમથી સતત અને સ્મૂધ કામ કરતા રહેવા માટે ગૂગલ ક્રોમને અપડેટ કરતા રહેવું જોઈએ. તેનાથી બ્રાઉઝિંગ અને સર્ફિંગ માટે ઇન્ટરનેટ સ્પીડ તો વધશે જ, સાથે તમારું કામ પણ સરળતાથી થશે અને તમારી સિસ્ટમ પણ સિક્યોર થતી રહેશે. અહીં જાણો ક્રોમને અપડેટ કરવાની રીત.

    એન્ડ્રોઇડ ફોન પર આ રીતે કરો અપડેટ

    એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પોતાનું ગૂગલ ક્રોમ અપડેટ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોર પર જાઓ. આમ તો ગૂગલ પ્લે સ્ટોર પર ઓટો અપડેટને કારણે ગૂગલ ક્રોમ જાતે જ અપડેટ થતું રહે છે. જો તમારું ઓટો અપડેટ બંધ હોય તો એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં જાઓ અને ગૂગલ ક્રોમ ટાઇપ કરીને સર્ચ કરો.

    અહી તમને અપડેટનું બટન જોવા મળશે. તેને ટેપ કરતા જ ફોનમાં ડાઉનલોડ શરુ થઈ જશે. અપડેટ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ ક્રોમની આગળ ઓપન લખેલું જોવા મળશે.

    આઈફોન પર આ રીતે કરો અપડેટ

    આઈફોન કે આઈપેડમાં એપ સ્ટોર ખોલ્યા બાદ જમણી બાજુ પ્રોફાઇલ આઇકન પર ટેપ કરો. અહીં નીચેની તરફ ઇન્સ્ટોલ એપ્સની લિસ્ટમાં ગૂગલ ક્રોમ સિલેક્ટ કરો. જો ગૂગલ ક્રોમ અપડેટ ઉપલબ્ધ હશે તો ક્રોમ આઇકન સામે જ અપડેટનું બટન પણ આપ્યું હશે. તેને ટેપ કરતા જ ક્રોમ અપડેટ થવાનું શરુ થઈ જશે.

    આ પણ વાંચો: સસ્તી કિંમતમાં લૉન્ચ થઈ બ્લુટૂથ કૉલિંગવાળી શાનદાર BoAt Smartwatch, મળશે 11 સ્પોર્ટ્સ મોડ

    લેપટોપ કે કમ્પ્યુટર પર કરો અપડેટ

    સૌથી પહેલા લેપટોપ કે કમ્પ્યુટર પર ગૂગલ ક્રોમ ઓપન કરો. Google Chrome માં ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ (…) દેખાશે. તેના પર ક્લિક કરો. અહીં જો ગૂગલ ક્રોમનું અપડેટ ઉપલબ્ધ છે, તો ત્યાં હાજર અપડેટ આઇકન ત્રણ કલરમાં દેખાશે. જો આઈકન ગ્રીન હોય, તો અપડેટ રિલીઝ થયાને બે દિવસથી ઓછો સમય થયો છે. જો ઓરેન્જ દેખાય છે તો અપડેટ ચાર દિવસ પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. અને જો તમને ત્યાં લાલ રંગ દેખાય તો સમજવું કે અપડેટ રિલીઝ થયાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે.

    અહીં અપડેટ આઇકોન પર ક્લિક કરતા જ Google Chrome લેપટોપ અથવા કમ્પ્યુટરમાં અપડેટ થવાનું શરૂ કરશે. અપડેટ કર્યા પછી Google Chrome બંધ કરો અને બીજી વખત ચાલુ કરો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Chrome, Google apps, Gujarati tech news, Tech tips and Tricks

    આગામી સમાચાર