Home /News /tech /WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

Telegram એપમાં આપને એવી સુવિધા મળી રહી છે જેનાથી તમે જૂનો ડેટા અને ચેટને પોતાની નવી એપ પર મૂવ કરી શકો છો

Telegram એપમાં આપને એવી સુવિધા મળી રહી છે જેનાથી તમે જૂનો ડેટા અને ચેટને પોતાની નવી એપ પર મૂવ કરી શકો છો

મુંબઈઃ વોટ્સએપ (WhatsApp) પોતાની પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કરવાને લઈ ઘણી ચર્ચામાં રહ્યું અને મોટાભાગની ભારતીય કંપનીઓ આ નિર્ણયને લઈ નાખુશ છે. કદાચ આ જ કારણ છે કે ગ્રાહક ખૂબ ઝડપથી ટેલિગ્રામની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. નોંધનીય છે કે રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ (Telegram) દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ થતી નોન-ગેમિંગ એપ બની ગઈ છે. તેને 63 મિલિયનવાર ડાઉનલોડ કરવામાં આવી છે. એવામાં હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આપના વોટ્સએપની જૂની ચેટ્સનું શું થશે. જો આપને લાગે છે કે ટેલિગ્રામ પર શિફ્ટ થવાથી આપને વોટ્સએપનો ડેટા ખતમ થઈ જશે, તો એવું નથી, કારણ કે Telegramએ આપને એવી સુવિધા આપી રહ્યું છે કે તમે જૂની એપના ડેટા અને ચેટને પોતાની નવી એપ પર મૂવ કરી શકો છો.

દરેક વ્યક્તિ પોતાની ચેટ હિસ્ટ્રી, જેમાં વીડિયો, ફોટો અને ડોક્યુમેન્ટ્સ સામેલ છે, તેને વોટ્સએપ, લાઇન જેવી એપથી ટેલિગ્રામ પર મૂવ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે આ સર્વિસ માત્ર પર્સનલ ચેટ જ નહીં પરંતુ ગ્રુપ ચેટ બંને માટે કામ કરે છે. આવો જાણીએ તેની રીત...

આ પણ વાંચો, 70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી

Android યૂઝર્સ આવી રીતે કરો ચેટને મૂવ

>> જો તમે Android યૂઝર્સ છો તો સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો.
>> ત્યારબાદ Settings પર ક્લિક કોર અને Chatsને સિલેક્ટ કરો.
>> પછી નીચેની તરફ આપને Chat Historyનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેની પર ટેપ કરો, અહીં આપને ‘Export Chat’ને સિલેક્ટ કરવાનું રહેશે.
>> ત્યારબાદ તમે પોતાની તે ચેટને સિલેક્ટ કરી લો, જેને તમે મૂવ કરવા માંગો છો, પછી શેર મેન્યૂથી ટેલિગ્રામને સિલેક્ટ કરી લો.

iOS યૂઝર્સ અપનાવો આ પદ્ધતિ

>> જો તમે iOS યૂઝર્સ છો તો વોટ્સએપથી ચેટને મૂવ કરવા માટે સૌથી પહેલા આપને પોતાના વોટ્સએપ પર કોન્ટેક્ટ ઇન્ફો કે ગ્રુપ ઇન્ફો પેજ ખોલવું પડશે.
>> ત્યારબાદ ત્યાં એક્સપોર્ટ ચેટ પર ટેપ કરો અને પછી શેર મેન્યૂમાં ટેલિગ્રામને સિલેક્ટ કરી લો.

આ પણ જુઓ, PHOTOS: ‘શિયાળુ વિઝા’ લઈ યુરોપથી છેક દાહોદ આવેલા બતક ‘રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ’

આ સરળ સ્ટેપ્સ બાદ આપના મેસેજ અને ડેટા આપની નવી એપ Telegram પર તારીખ અને સમયના હિસાબથી જોવા મળશે. સાથોસાથ આપે જેને આ ચેટ મોકલી છે તેને પણ આ ચેટ જોવા મળશે. તેમાં સૌથી સારી વાત એ છે કે આપના મૂવ કરવામાં આવેલા મેસેજ અને મીડિયા એક્સ્ટ્રા સ્પેસ નહીં રોકે.
First published:

Tags: Chat, Message, Telegram, Tricks, Whatsapp, ટેક ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો