Home /News /tech /How to transfer whatsapp chat: એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી સરળ રીતે ટ્રાન્સફર કરશો, વાંચો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
How to transfer whatsapp chat: એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી સરળ રીતે ટ્રાન્સફર કરશો, વાંચો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
વ્હોટ્સ એપ ચેટ કેવી રીતે કરશો ટ્રાન્સફર
Chat Transfer from Android to iPhone: અત્યારે અનેક સુરક્ષિત અને ફ્રી ટુલ્સ ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓને પોતાની બેકઅપ કરેલ ચેટને એન્ડ્રોઈડ ડિવાઈસમાંથી આઈફોનમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. ચેટ ડેટાને ટ્રાન્સફર કરવાનો સૌથી સારો વિકલ્પ ગૂગલની જીમેઈલ સેવાનો ઉપયોગ કરવાનો છે.
મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: એન્ડ્રોઈડ (Android) ફોન યુઝર્સ અને iOs યુઝર્સ વચ્ચે ઘણા લાંબા સમયથી દલીલ ચાલતી આવે છે. એન્ડ્રોઈડ ફોન અને આઈફોન આ બંને મોબાઈલ ફોનના કેટલાક ફાયદા અને નુકસાન છે. જ્યારે કોઈ વ્યક્તિ ફોન બદલે છે, ત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિ આખી સિસ્ટમને સ્વિચ કરતી જોવા મળે છે. મોબાઈલ ફોન યુઝર્સમાંથી ઓછામાં ઓછા 71 ટકા લોકો એક જ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ કરે છે. વર્ષ 2018માં કરેલ સર્વે અનુસાર 18 ટકા લોકોએ એન્ડ્રોઈડ ફોનમાંથી આઈફોન વાપરવાનું શરૂ કર્યું છે. જ્યારે 11 ટકા લોકોએ આઈફોનમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વાપરવાનું શરૂ કર્યું છે.
Apple ના ડેટા અનુસાર H1 2020 માં 26 ટકા આઈફોન યુઝર્સએ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વાપરવાનું શરૂ કર્યું હતું. એક ઓપરેટીંગ સિસ્ટમમાંથી અન્ય ઓપરેટીંગ સિસ્ટમમાં ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકાતો ન હતો. જેનું સૌથી સારુ ઉદાહરણ વ્હોટ્સએપ હોઈ શકે છે. હાલમાં માત્ર આઈફોન યુઝર્સ પોતાની ચેટને સેમસંગ એન્ડ્રોઈડ ડિવાઈસ (Android devices) પર ટ્રાન્સફર કરી શકે છે.
અત્યારે અનેક સુરક્ષિત અને ફ્રી ટુલ્સ ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓને પોતાની બેકઅપ કરેલ ચેટને એન્ડ્રોઈડ ડિવાઈસમાંથી આઈફોનમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. ચેટ ડેટાને ટ્રાન્સફર કરવાનો સૌથી સારો વિકલ્પ ગૂગલની જીમેઈલ સેવાનો ઉપયોગ કરવાનો છે.
એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કેવી રીતે કરવી તે અંગે જાણકાર
હવે ‘Chat’ પર સિલેક્ટ અને ત્યારબાદ ‘Chat history’ પર ક્લિક કરો.
ત્યારબાદ ‘Export Chat’ ઓપ્શન પર ક્લિક કરો અને જે પણ નંબર પર ચેટ મોકલવા ઈચ્છો છો તેને સિલેક્ટ કરો.
તમે આ ચેટ મીડિયા સાથે મોકલવા ઈચ્છો છો કે, મીડિયા વગર તે ઓપ્શન પર ક્લિક કરો.
હવે તમારું મેઈલ એડ્રેસ ટાઈપ કરો અને આ ચેટ સેન્ડ કરો.
આ મેઈલને તમારા આઈફોનમાં ડાઉનલોડ કરો અને તમામ ચેટ રિસ્ટોર કરો.
એન્ડ્રોઈડ યુઝર્સ માત્ર આ એક ઓપ્શનથી ચેટ હિસ્ટ્રી આઈફોનમાં ટ્રાન્સફર કરી શકે છે. AnyTrans, PhoneTrans, MobileTrans, Dr.Fone, અને Syncios જેવી એપ્લિકેશન તમારી વ્હોટ્સએપ ચેટને અન્ય ફોનમાં ટ્રાન્સફર કરવામાં સહાયતા કરે છે. પરંતુ, આ ટુલ્સથી ચેટ ટ્રાન્સફર કરવા માટે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જો કમ્પ્યૂટર અથવા લેપટોપ પર ડાઉનલોડ કરવા અને ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરવા માટે USB કેબલની જરૂરિયાત રહેશે. USB કેબલ મોબાઈલ સાથે કનેક્ટ કરીને ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર