ઇન્ટરનેટ વગર ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને અન્ય UPI ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવા? જાણો રીત

ઇન્ટરનેટ વગર કરો UPI ટ્રાન્ઝેક્શન

UPI transaction: ઇન્ટરનેટ કનેક્શન ન હોય, ત્યારે ડિવાઇસ પર ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું (Money transactions without internet) તે સવાલ આપણા દિમાગમાં ચોક્કસ ઊભો થાય છે.

  • Share this:
મુંબઈ: દેશમાં પૈસાની ઓનલાઇન લેવડદેવડ (Online Money Transfer)નું પ્રમાણ સતત વધ્યું છે. ઘણા વ્યવહારો હવે ઓનલાઇન થઈ રહ્યા છે. નાની મોટી ખરીદી (Shopping) કે પૈસાની લેવડદેવડ સમયે QR Code - UPIનો ઉપયોગ થાય છે. જોકે, ક્યારે પૈસાના ટ્રાન્ઝેક્શન દરમિયાન ઈન્ટરનેટ (Internet) એકાએક બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. જેથી ઇન્ટરનેટ કનેક્શન ન હોય, ત્યારે ડિવાઇસ પર ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું (Money transactions without internet) તે સવાલ ઉભો થાય છે. આ સવાલનો જવાબ ઘણા સમય પહેલાં જ આપી દેવાયો હતો.

ફીચર ફોનનો ઉપયોગ

2012માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા *99# સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસ ઇમરજન્સી સુવિધા તરીકે કામ કરે છે અને તેનો ઉપયોગ ઇન્ટરનેટ કનેક્શન વિના કરી શકાય છે. આ પદ્ધતિ થકી સાદા ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકો UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ સર્વિસ શરૂ થઈ ત્યારે તે મર્યાદિત હતી. BSNL અને MTNL દ્વારા જ ટીએસપી ઑફર કરવામાં આવતું હતું.

NPCIએ 2016માં UPI સિસ્ટમ શરૂ કરી હતી. પરિણામે ઇન્ટરનેટ કનેક્શન વિના સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. ત્યારે ઇન્ટરનેટના ઉપયોગ વગર ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને અન્ય UPI ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની જાણકારી અહીં અપાઈ છે.

નીચેના સ્ટેપ્સ અનુસરીને કરી શકો છો ટ્રાન્ઝેક્શન:

• BHIM એપ્લિકેશન ડાઉનલોડ કરો
• હવે રજિસ્ટર્ડ સિમ કાર્ડ, ફોન નંબર અને બેંક એકાઉન્ટ થકી વન ટાઈમ રજીસ્ટ્રેશન કરો
• ત્યારબાદ તમારા ફોનના કિપેડમાં *99# ટાઈપ કરો
• તમને 7 વિકલ્પ ધરાવતું નવું મેનુ મળશે.
• આ મેનુમાં Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions અને UPI PIN જેવા વિકલ્પ હશે.
• હવે 1 નંબર દબાવી Send Money વિકલ્પ પસંદ કરો.
• આનાથી ફોન નંબર, UPI ID અથવા એકાઉન્ટ નંબર અને IFSC કોડ અનેબલ થશે.
• હવે પેમેન્ટ મેથડમાંથી ફોન નંબરનો વિકલ્પ પસંદ કરો.
• ત્યારબાદ તમારે જેને પૈસા મોકલવાના છે તેનો નંબર નાખો.
• UPI ID વિકલ્પ પસંદ કર્યા બાદ તમારે જેને પૈસા મોકલવાના છે, તેનું UPI ID નાખવું પડશે. બેંક એકાઉન્ટ ટ્રાન્સફરમાં પણ આવો વિકલ્પ આવશે. જ્યાં 11 આંકડાનો IFSC કોડ અને એકાઉન્ટ નંબર નાંખવો પડશે.

આ પણ વાંચો: ગૂગલનો ધડાકો: Google Payમાં આવશે ‘Hinglish’ વિકલ્પ, બોલીને પૈસા ટ્રાન્સફર કરી શકાશે!

• હવે મોકલવા માટેની રકમ નાખો.
• ત્યારબાદ તમને UPI PINનો વિકલ્પ જોવા મળશે. UPI PIN 4 કે 6 આંકડાનો હોઈ શકે છે. જે નાંખ્યા બાદ SEND પર ક્લિક કરો.
• પૈસા ટ્રાન્સફર થયા બાદ તમને ટ્રાન્ઝેક્શન સ્ટેટ્સ અને રેફરન્સ આઈડી મળશે.
• ટ્રાન્ઝેક્શન સફળ રહ્યું હશે તો જે તે વ્યક્તિ સાથે ભવિષ્યમાં વ્યવહાર કરવા તમે તેને બેનિફિશિયરી તરીકે સેવ કરી શકો છો.
First published: