નવી દિલ્હી: લાંબા ઇન્તેઝાર બાદ ભારતમાં WhatsApp Payનું ફિચર લોન્ચ થઇ ગયુ છે. હવે આપ Google Pay, Phone Payની જેમ વ્હોટ્સએપ પે દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. વ્હોટ્સએપ પર કરોડો યુઝર્સ છે. ભારતમાં હાલમાં 40 કરોડ લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે.
1 જાન્યુઆરીથી નિયમ થશે લાગુ- NCPIનાં નિર્દેશ મુજબ, કૂલ વોલ્યૂમનાં ત્રીસ ટકા UPI ટ્રાન્જેક્શન થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર માટે માન્ય હશે. આ નિયમ આગામી વર્ષ 1 જાન્યુઆરીથી લાગૂ થશે.
યૂઝર્સ તેમનાં ફોનમાં WhatsAppને અપડેટ કરી ચેક કરી શકે છે. આપને WhatsApp Payની સુવિધા મળે છે કે નહીં આવો જાણીએ આપને કેવી રીતે આ નવી સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
WhatsApp પર કેવી રીતે કરશો પેમેન્ટ (how to transfer money on whatsapp)
- એપ ખોલ્યા બાદ ટોપ રાઇટ કોર્નર પર હાજર ત્રણ ડોટ પર ટેપ કરો
- જે બાદ સિલેક્ટ પેમેન્ટ અને એડ પેમેન્ટ મેથડ પર ક્લિક કરો
- એપ આપનાં બેંક વેરીફાઇ કરવા માટે OTP મોકલશે.
- બેંક એકાઉન્ટની લિંકનો મોબાઇલ પર મેસેજ આવશે.
- હવે જે વ્યક્તિને આપ પેમેન્ટ કરવાં ઇચ્છો છો તેની ચેટ બોક્સ આપે ઓપન કરવાની રહેશે.
- જે બાદ અટેચમેન્ટ આઇકોન પર જઇ પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે.
- બેમેન્ટ થયા બાદ મેસેજ આપને ચેટ બોક્સમાં નજર આવશે.
- માર્કેટમાં વધશે કોમ્પિટીશન- આપને જણાવી દઇએ કે ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે ઘણાં સમયથી વ્હોટ્સએપ પર કામ ચાલુ હતું. હવે તેને લાગુ કરી દેવામાં આવ્યું છે. ગણતરીનાં યૂઝ્સને મળનારી આ સુવિધા ધીરે ધીરે વધારવામાં આવશે. આ સુવિધાથી માર્કેટમાં સ્પર્ધા વધશે. ગૂગલ પે, ફોન પે અને પેટીએમની સાથે હવે વ્હોટ્સએપથી પણ આપ પેમેન્ટ કરી શકશો.
Published by:Margi Pandya
First published:November 10, 2020, 17:30 pm