Smartphone Tips: મોબાઈલમાંથી Location ડેટા તફડાવતી મોબાઈલ એપ્સને રોકવી છે? આ રહી Tricks
Smartphone Tips: મોબાઈલમાંથી Location ડેટા તફડાવતી મોબાઈલ એપ્સને રોકવી છે? આ રહી Tricks
સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં કઈ કઈ એપ્લિકેશન પાસે લોકેશન ડેટાનું એક્સેસ છે તે શોધવું જરૂરી છે.
Apps and notifications news: સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં કઈ કઈ એપ્લિકેશન પાસે લોકેશન ડેટાનું એક્સેસ છે તે શોધવું જરૂરી છે. ત્યારબાદ આવી એપ્લિકેશન લોકેશન ડેટા એક્સેસ કરે નહીં તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
વર્તમાન સમયે સ્માર્ટફોન (Smartphone) આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. લોકો દરેક સ્થળે સ્માર્ટફોન સાથે જ રાખે છે. સ્માર્ટફોન કોમ્યુનિકેશન (Communication) સરળ બનાવવા સાથે અનેક મહત્વના કામમાં જરૂરી સાધન બની ગયું છે. સ્માર્ટફોનથી સુવિધાઓ તો મળી છે પણ કેટલાક જોખમો પણ ઉભા થયા છે. તમે ક્યાંથી આવી રહ્યા છો કે ક્યાં જઈ રહ્યા છો, તે વાત તમારા સ્માર્ટફોનને ખબર હોય છે. તમે ક્યાં છો અને તમે પહેલા ક્યાં હતા, આ તમામ લોકેશન ડેટા (Location Data in Smartphone) તેની પાસે સચવાય છે. કેટલાક લોકો માટે આ સિસ્ટમ પ્રાઇવસી (Privacy)નું ઉલ્લંઘન છે, જ્યારે કેટલાક લોકો તે ચલાવી લે છે. જો તમને આ પ્રાઈવસીનું ઉલ્લંઘન હોવાનું લાગતું હોય તો એપ્સ દ્વારા થતું મોબાઈલને ટ્રેકિંગ રોકવાની ટ્રિક્સ અહીં આપવામાં આવી છે.
લોકેશન એક્સેસ ધરાવતી એપ્લિકેશન શોધો
સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં કઈ કઈ એપ્લિકેશન પાસે લોકેશન ડેટાનું એક્સેસ છે તે શોધવું જરૂરી છે. ત્યારબાદ આવી એપ્લિકેશન લોકેશન ડેટા એક્સેસ કરે નહીં તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
કઈ પ્રકારની એપ્લિકેશનમાં હોય છે લોકેશન એક્સેસ?
સોશિયલ મીડિયા એપ્સ
મોટાભાગની સોશિયલ મીડિયા એપ્સ પાસે લોકેશનની એક્સેસ હોય છે. આવી એપ્લિકેશન લોકેશનના આધારે યુઝર્સને એડવર્ટાઇઝમેન્ટ બતાવે છે. જો તમને આ એપ્સ સાથે લોકેશન એક્સેસ યોગ્ય ન લાગતી હોય તો તમે એક્સેસ હટાવી શકો છો.
રાઈડ શેરિંગ એપ્સ
ઓલા, ઉબેર જેવી રાઈડ એપ્લિકેશન લોકેશન ડેટાને એક્સેસ કરતી હોય છે. તેઓ તેનો ઉપયોગ રાઈડ બુકિંગ વખતે કરતા હોય છે. જોકે, તમે બુકીંગ ન કરતા હોવ ત્યારે તે લોકેશન ટ્રેક કરી શકતા નથી. પણ જો તેમાં લોકેશન ટ્રેક થતું હોવાનું લાગે તો તમે તે બંધ કરી શકો છો.
સ્ટ્રીમિંગ એપ્સ
નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિઓ જેવી વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશનો પણ તમારા લોકેશન એક્સેસ કરે છે. જ્યાં સુધી તમે તેનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તમે લોકેશન બંધ રાખી શકો છો.
હવે અહીં તમને તમારા ફોનમાં રહેલી તમામ એપ્સ જોવા મળશે. અહીં તમને ચાર કેટેગરી પણ જોવા મળશે. પ્રથમ કેટેગરીમાં allowed to access your location all the time હશે મતલબ કે, તે એપ હંમેશા લોકેશન એક્સેસ કરશે. બીજીમાં allowed to access when in use હશે એટલે કે, તમે એપનો ઉપયોગ કરતા હોવ ત્યારે લોકેશન એક્સેસ કરશે, ત્રીજીમાં allowed only after it asks for permission હશે એટલે કે તે તમારી મંજૂરી લઈને લોકેશન એક્સેસ કરશે. જ્યારે ચોથી કેટેગરીમાં not allowed જોવા મળશે એટલે કે લોકેશન એક્સેસ કરવાની મંજૂરી રહેતી નથી. તમે તમારી જરૂર મુજબ કેટેગરી પસંદ કરી શકો છો.
iOSમાં લોકેશન ટ્રેકિંગ રોકવાની પ્રક્રિયા સમાન છે. જો તમે આઇફોનમાં લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માંગતા હોવ તો સેટિંગ્સમાં જાઓ, પ્રાઇવસી પર ક્લિક કરો અને લોકેશન સર્વિસ (Settings > Privacy > Location Services) પર જાઓ. હવે અહીં તમે દરેક એપ પર જઇને લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી શકો છો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર