Home /News /tech /Google New Policy: ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારી વ્યક્તિગત જાણકારી કઈ રીતે દૂર કરશો? જાણો પ્રોસેસ
Google New Policy: ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારી વ્યક્તિગત જાણકારી કઈ રીતે દૂર કરશો? જાણો પ્રોસેસ
કોઈપણ સ્થળનો 3D વ્યૂ Google Earth પરથી જોઈ શકાય છે.
Google New Policy: ગૂગલ પાસે એક એવી પ્રોસેસ છે જેનાથી વ્યક્તિ અમુક સર્ચ રિઝલ્ટ્સ દૂર કરવાનો અનુરોધ કરી શકે છે. ગૂગલે તાજેતરમાં જ ઇન્ફોર્મેશનની નવી કેટેગરી એડ કરવાની જાહેરાત કરી છે, જે યુઝરની રિક્વેસ્ટ પર રિમૂવ થઈ શકશે. આ ઇન્ફોર્મેશનમાં ફોન નંબર, ઇમેલ, ફિઝિકલ એડ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.
Google New Policy: ગૂગલ (Google)ને સર્ચ જાયન્ટ એટલે કહેવાય છે કારણ કે, તે દર મિનિટે 3.8 મિલિયન સર્ચ રિઝલ્ટ્સ પ્રદાન કરે છે. આપણી વ્યક્તિગત માહિતી (Personal Data) આખા ઇન્ટરનેટ પર વિખરાયેલી હોવાથી એ સાર્વજનિક થવાનું જોખમ રહેલું છે. એવામાં ગૂગલ સર્ચ રિઝલ્ટ્સમાં એ માહિતી દૂર થાય તે અનિવાર્ય છે અને ગૂગલની નવી પોલિસી (Google New Policy) એ શક્ય બનાવશે.
ગૂગલ પાસે એક એવી પ્રોસેસ છે જેનાથી વ્યક્તિ અમુક સર્ચ રિઝલ્ટ્સ દૂર કરવાનો અનુરોધ કરી શકે છે. ગૂગલે તાજેતરમાં જ ઇન્ફોર્મેશનની નવી કેટેગરી એડ કરવાની જાહેરાત કરી છે, જે યુઝરની રિક્વેસ્ટ પર રિમૂવ થઈ શકશે. આ ઇન્ફોર્મેશનમાં ફોન નંબર, ઇમેલ, ફિઝિકલ એડ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.
અમે અહીં જણાવી રહ્યા છીએ કે ગૂગલ પરથી કયા પ્રકારની વ્યક્તિગત માહિતી દૂર થઈ શકશે અને તમે એ માટે રિક્વેસ્ટ કેવી રીતે કરી શકશો.
- તમારા નામ સાથે જોડાયેલી ‘અપ્રાસંગિક પોર્નોગ્રાફી’.
ગૂગલ સર્ચમાંથી પર્સનલ ડેટા કઈ રીતે દૂર કરશો?
સર્ચ લિંક ઓટોમેટિક દૂર નહીં થાય, એ માટે તમારે રિક્વેસ્ટ ફાઇલ કરવાની રહેશે અને તમારી માહિતી રિવીલ કરતા પેજની યુઆરએલ (URL) સાથે એ લિંકને રજૂ કરતા સર્ચ પેજનો ઉલ્લેખ કરવો પડશે. તમારે જે-તે માહિતીના સ્ક્રીનશોટ પણ ઉમેરવા પડી શકે છે.
ગૂગલ ત્યારબાદ તમારી અરજીનું મૂલ્યાંકન કરશે, એ વાતને ધ્યાનમાં રાખતા કે ડેટા રિમૂવ થાય તો તેની સાર્વજનિક પહોંચ મર્યાદિત થઈ જશે કે તેનો ન્યુઝ આર્ટિકલની જેમ વ્યાપક ઉપયોગ થશે. કંપનીનું કહેવું છે કે, આવા કેસમાં તે માહિતી દૂર નહીં કરે.
તમારી રિક્વેસ્ટ પર કોઈપણ એક્શન લેવાશે તો તેની નોટીફીકેશન તમને મળશે. કન્ટેન્ટ અને સંદર્ભના આધારે ગૂગલ તમામ સર્ચ રિઝલ્ટ્સમાંથી લિંક અથવા તમારું નામ દર્શાવતા રિઝલ્ટ દૂર કરી શકે છે.
આ અંગેની વધુ ડિટેલ્સ Google Support Site પર મળી શકશે.
શું સર્ચમાંથી દૂર થયેલી જાણકારી ઇન્ટરનેટ પરથી પણ નીકળી જશે?
ના. ભલે Google તમારી જાણકારી માટે સર્ચ રિઝલ્ટ્સ દૂર કરવા માટે સંમત હોય, પરંતુ જાણકારી હજુ પણ ઇન્ટરનેટ પર છે. તમે તેને સીધી વેબસાઈટ પર કે સોશિયલ મીડિયા, અન્ય સર્ચ એન્જિન અથવા અન્ય માધ્યમો દ્વારા શોધી શકો છો. આ માત્ર ગૂગલ પર રહેલી માહિતીને અસર કરશે. આવા કેસમાં કન્ટેન્ટ રિમૂવ કરવા માટે ગૂગલ જે-તે પેજ માટે જવાબદાર વેબમાસ્ટરનો સંપર્ક કરવાની સલાહ આપે છે.
ઇન્ટરનેટ પરથી પર્સનલ ડેટા દૂર કરવા માટે બીજું શું કરી શકીએ?
ગૂગલ સર્ચ એકમાત્ર એવી જગ્યા નથી જ્યાં તમારી વ્યક્તિગત જાણકારી ઉપલબ્ધ હોય. ગૂગલ તમે યુટ્યુબ પર જોયેલા વિડીયો, અન્ય સર્ચ અને ગૂગલ મેપ્સ પરના રુટ પણ ટ્રેક કરે છે. વધુ મજબૂત પ્રાઇવસી માટે તમે automatically delete your activity history, stop google from tracking you અને delete your search history જેવા વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર