Home /News /tech /પંખામાંથી ફેંકાતી હવા સમયાંતરે કેમ થઈ જાય છે ઓછી? મળી ગયો આ સવાલનો જવાબ

પંખામાંથી ફેંકાતી હવા સમયાંતરે કેમ થઈ જાય છે ઓછી? મળી ગયો આ સવાલનો જવાબ

ઓછી હવા આપે છે. બંને એક જ કંપનીના છે અને બંનેના ઘરમાં એક જ ટ્રાન્સફોર્મરથી વીજળી પણ આવે છે.

રૂમના ફ્લોર પરથી પંખો કેટલો ઊંચો હોવો જોઈએ, તે રૂમની સાઈઝ, પંખાની સાઈઝ અને મોટર પર આધાર રાખે છે. અમેરિકન લાઇટિંગ સોસાયટી અનુસાર, સારા વેન્ટિલેશન માટે પંખાને છતથી 8થી 9 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવા જોઈએ

    ઉનાળો (Summer) આવી ગયો છે. હવે લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે ઘરોમાં એસી, કુલર અને પંખા ચલાવશે. છત પર લગાવવામાં આવતા ફેન્સ (Fans for Cooling) લાંબા સમયથી ગરમીથી છુટકારો મેળવવાનું સાર્વત્રિક માધ્યમ રહ્યા છે. ઘરના દરેક રૂમમાં એસી હોય કે કૂલર, રૂમની છત પર પંખો હોવો ફરજિયાત છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે તેમના ઘરમાં લગાવવામાં આવેલ પંખો પાડોશીના ઘરમાં લગાવેલા પંખા કરતા ઓછી હવા આપે છે. બંને એક જ કંપનીના છે અને બંનેના ઘરમાં એક જ ટ્રાન્સફોર્મરથી વીજળી પણ આવે છે. તો આપને જણાવી દઇએ કે, પંખો કેટલી હવા આપશે તે રૂમની સાઈઝ, પંખાની સાઈઝ અને પ્રકાર અને મોટર સાથે સીલિંગ ફેનની ઊંચાઈ (accurate distance between ceiling and fan) પર આધાર રાખે છે.

    રૂમમાં આવતી હવામાં પંખાની ઊંચાઈ ઘણી મહત્વની છે. સારી હવા અને ઠંડક માટે પંખાને યોગ્ય ઊંચાઈએ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર હવા જ નહીં, સુરક્ષાની દૃષ્ટિએ પણ પંખાને યોગ્ય ઊંચાઈએ લગાવવો ખૂબ જ જરૂરી છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે રૂમના ફ્લોર પરથી પંખો કેટલી ઊંચાઈએ લટકાવવો જોઈએ. તેથી, જો તમારા ઘરમાં લગાવેલ પંખો પણ ઓછી હવા આપી રહ્યો છે, તો અન્ય વસ્તુઓ તપાસવાની સાથે તે પણ તપાસો કે તેને યોગ્ય ઊંચાઈ પર લટકાવવામાં આવ્યો છે કે નહીં.

    આ પણ વાંચો: શિળાયો હોય કે ઉનાળો દરેક ઋતુમાં ફ્રિજને રાખો ચાલું, ભૂલથી પણ ના કરશો બંધ

    રૂમના ફ્લોર પરથી પંખો કેટલો ઊંચો હોવો જોઈએ, તે રૂમની સાઈઝ, પંખાની સાઈઝ અને મોટર પર આધાર રાખે છે. અમેરિકન લાઇટિંગ સોસાયટી અનુસાર, સારા વેન્ટિલેશન માટે પંખાને છતથી 8થી 9 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવા જોઈએ. સોસાયટીનું કહેવું છે કે, જ્યારે આટલી ઊંચાઈ પર પંખો લગાવવામાં આવે છે ત્યારે તે આખા રૂમમાં મહત્તમ હવા આપશે એટલું જ નહીં, પરંતુ આટલી ઊંચાઈ પર લગાવવામાં આવેલ પંખો સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. ઓછામાં ઓછા 8 ફૂટ લગાવેલા પંખા સાથે હાથ કે માથું અથડાવાની કોઈ શક્યતા નથી.

    આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન


    પંખો હંમેશા રૂમની મધ્યમાં જ રાખવો જોઈએ. આ સમગ્ર રૂમમાં એકસમાન હવા ફેલાવશે. પંખાને ક્યારેય પણ દીવાલની નજીક ન લગાવવો જોઈએ, કારણ કે તે દીવાલ સાથે અથડાઈ જવાની શક્યતા ઉભી કરી શકે.


    પંખો હંમેશા છતથી ઓછામાં ઓછો 8 ઇંચ દૂર હોવો જોઈએ. છતની નજીક હોવાથી પંખો ઓછી હવા આપે છે.
    First published:

    Tags: Lifestyle tips