Home /News /tech /નંબર સેવ કર્યા વગર WhatsApp મેસેજ કઈ રીતે મૂકવો? એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ખૂબ કામ લાગશે આ ટ્રિક

નંબર સેવ કર્યા વગર WhatsApp મેસેજ કઈ રીતે મૂકવો? એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ખૂબ કામ લાગશે આ ટ્રિક

ફોનમાં નંબર સેવ કર્યા વગર WhatsApp મેસેજ મોકલવાની રીત.

WhatsApp Message Without Saving Number: ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઘણી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે જે નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવાની સુવિધા આપે છે, પરંતુ આ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાનો અર્થ છે તમારી સુરક્ષા સાથે સમાધાન કરવું.

વધુ જુઓ ...
WhatsApp Message Without Saving Number: WhatsApp એ વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપમાંથી એક છે. ભારતમાં પણ તેના કરોડો યુઝર્સ છે. ફેસબુકની માલિકીનું WhatsApp તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે, પરંતુ આમાં એક સમસ્યા એ પણ છે કે જો તમે કોઈ વ્યક્તિનો નંબર સેવ ન કર્યો હોય તો તમે તેને મેસેજ મોકલી શકતા નથી. જો કે, આ માટે એક સોલ્યુશન પણ છે. નંબર સેવ કર્યા વિના પણ તમે વ્હોટ્સએપ મેસેજ સેન્ડ કરી શકો છો. આજે અમે તમને તે ટ્રિક (WhatsApp Tricks) વિશે જણાવીશું.

ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઘણી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે જે નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવાની સુવિધા આપે છે, પરંતુ આ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાનો અર્થ છે તમારી સુરક્ષા સાથે સમાધાન કરવું અને પરિણામે તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે. તેથી તમારા સ્માર્ટફોનની સિક્યોરિટીને જોખમમાં મૂકવા કરતાં બહેતર છે કે આ એપ્સથી અંતર રાખીને અહીં અમારા દ્વારા આપવામાં આવેલી રીત ઉપયોગ કરો-

WhatsApp: નંબર સ્ટોર કર્યા વગર આ રીતે મોકલો મેસેજ
આ પદ્ધતિ Android અને iOS બંને યુઝર્સ માટે કામ કરશે.

1. સૌ પ્રથમ તમારા ફોનનું બ્રાઉઝર ઓપન કરો અને આ લિંકને એડ્રેસ બારમાં પેસ્ટ કરો http://wa.me/xxxxxxxxxx અથવા તો http://api.whatsapp.com/send?phone=xxxxxxxxxxx

આ પણ વાંચો: ‘વિશ્વ પાસવર્ડ દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? પાસવર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવો, જાણો

2. જ્યાં પણ 'xxxxxxxxxx' આપવામાં આવ્યા છે, ત્યાં તમારે કન્ટ્રી કોડ સાથે એ નંબર લખવાનો રહેશે જેના પર તમે મેસેજ મોકલવા માગો છો. ઉદાહરણ તરીકે જો તમે +919911111111 આ નંબર પર મેસેજ મોકલવા માંગો છો, તો તમારે એડ્રેસ બારમાં http://wa.me/919911111111 નાખવાનું રહેશે. અહીં 91 એ ભારતનો કન્ટ્રી કોડ છે.

3. લિંક નાખ્યા પછી એન્ટર દબાવો.

4. હવે તને તે નંબરનું WhatsApp વેબ પેજ જોવા મળશે, જેની સાથે ગ્રીન મેસેજ બટન દેખાશે. તમારે ગ્રીન મેસેજ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમને WhatsApp પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

5. હવે તમે નંબર સ્ટોર કર્યા વગર તે વ્યક્તિને WhatsApp મેસેજ મોકલી શકો છો.

બીજી રીત

જો તમે એક iPhone યુઝર છો, તો તમારા માટે એક બીજી સરળ રીત પણ છે. આ રીત છે Siri Shortcuts. આ એક એપ છે જેને Apple દ્વારા જ બનાવવામાં આવી છે, આ આઇઓએસ 12 અને નવા વર્ઝનના ડિવાઇસ પર કામ કરે છે. આ પ્રોસેસથી તમે Siri Shortcuts દ્વારા નંબર સેવ કર્યા વગર કોઈને પણ વ્હોટ્સએપ મેસેજ મોકલી શકો છો.

1. સૌથી પહેલા Siri Shortcuts ને એપ સ્ટોરથી ડાઉનલોડ કરો.

આ પણ વાંચો: ખોવાયેલા iPhone, iPad, iPod touch, Mac, Apple Watch શોધવા માટે Siriનો ઉપયોગ આ રીતે કરો

2. એપ ઓપન કરીને ગેલેરી ટેબ પર ટેપ કરો. હવે શોર્ટકટ એડ કરો જે તમને પસંદ છે. તેને રન કરો. ધ્યાન રહે કે તમે પહેલા અને બીજા નિર્દેશનું ત્યારે જ પાલન કરો જ્યારે તમે સિરી શૉર્ટકટ્સનો ક્યારેય ઉપયોગ ન કર્યો હોય.

3. હવે સેટિંગ્સમાં જઈને શોર્ટકટ્સ પર જાઓ અને Enable Allow Untrusted Shortcuts પર જાઓ. ધ્યાનમાં રાખો કે એ જ લોકો દ્વારા બનાવેલા શૉર્ટકટ્સ ડાઉનલોડ કરો જેના પર તમને ભરોસો હોય.

4. આ પછી તમારા iPhone માં આ લિંક પર જાઓ અને Get Shortcut બટન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરો.

5. હવે તમે શોર્ટકટ એપ પર જાઓ, જ્યાં તમારે Add Untrusted Shortcut પર ટેપ કરવાનું રહેશે.

6. ત્યારબાદ શોર્ટકટ એપને ઓપન કરો. અહીં તમને શોર્ટકટ ટેબમાં વ્હોટ્સએપ ટુ નોન કોન્ટેક્ટ શોર્ટકટ જોવા મળશે. તમે તેને અહીંથી પણ ચલાવી શકો છો.

7. આ પછી તમને નંબર પૂછવામાં આવશે, જેને તમે કન્ટ્રી કોડ સાથે એન્ટર કરીને WhatsApp મેસેજ મોકલી શકો છો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે, WhatsApp ભવિષ્યમાં નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની સુવિધા ટૂંક સમયમાં લાવવાનું છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Tech tips and Tricks, Whatsapp, WhatsApp Account, WhatsApp Mesaage