Home /News /tech /શું ફોનબુકમાં નંબર સેવ કર્યાં વગર કોઈને WhatsApp સંદેશ મોકલી શકાય? હા, જાણો સરળ રીત

શું ફોનબુકમાં નંબર સેવ કર્યાં વગર કોઈને WhatsApp સંદેશ મોકલી શકાય? હા, જાણો સરળ રીત

વોટ્સએપ

WhatsApp tips and tricks: વોટ્સએપ તેના યૂઝર્સને કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ હોય તેવા લોકો સાથે ચેટ કરવાની સુવિધા આપે છે. એટલે કે કોઈ યૂઝર્સ પોતાના મોબાઇલ ફોનમાંથી કોઈને સંદેશ મોકલવા ઇચ્છે તો તેના ફોનમાં સામેની વ્યક્તિનો નંબર સેવ હોવો જરૂરી છે.

વધુ જુઓ ...
    મુંબઈ: WhatsApp દુનિયાભરમાં સૌથી પ્રસિદ્ધ મેસેજિંગ સર્વિસ (Messaging service App) એપ છે. કરોડો લોકો આ એપ્સનો ઉપયોગ કરે છે. આ એપ્સ મારફતે તમે દુનિયાભરના તમારા મિત્રો, પરિચિતો સાથે સંપર્કમાં રહી શકો છો. ભારતની વાત કરીએ તો દેશમાં વોટ્સએપનો ઉપયોગ (WhatsApp users) કરતા લોકોની સંખ્યા 400 મિલિયન (40 કરોડ) છે. વોટ્સએપ તેના યૂઝર્સને કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ હોય તેવા લોકો સાથે ચેટ કરવાની સુવિધા આપે છે. એટલે કે કોઈ યૂઝર્સ પોતાના મોબાઇલ ફોનમાંથી કોઈને સંદેશ મોકલવા ઇચ્છે તો તેના ફોનમાં સામેની વ્યક્તિનો નંબર સેવ હોવો જરૂરી છે.

    હવે પ્રશ્ન એ થાય કે શું ફોનમાં નંબર સેવ ન હોય તો પણ વોટ્સએપ ( How to Send Message to Unsaved Number in WhatsApp) સંદેશ મોકલી શકાય? આ પ્રશ્નનો જવાબ છે હા. કોઈ યૂઝર્સ પોતાના ફોનમાં સામેના વ્યક્તિનો વોટ્સએપ નંબર સેવ કર્યા વગર પણ તેને સંદેશ મોકલી શકે છે. આવું કેવી રીતે થાય છે તે જાણવા માટે આ આર્ટીકલ વાંચો.

    ફોનમાં નંબર સેવ હોય તે જરૂરી

    સ્વાભાવિક છે કે તમે દરેક વ્યક્તિનો મોબાઇલ નંબર તમારે કોન્ટેક્ટ લિસ્ટ (Contact list)માં સેવ કરવાનું યોગ્ય નહીં માનો. ઘણી વખત એવું પણ થાય છે કે સામેની વ્યક્તિ પાસે તમારો નંબર તેમના ફોનમાં સેવ હોય તેવું પણ નથી બનતું. દા.ત. કોઈ ડિલિવરી બોય તમારા ઘરે કોઈ પાર્સલ પહોંચાડવા માંગે છે. આ માટે તે તમને કોઈ વોટ્સએપ સંદેશ મોકલવા માંગે છે તો તેના ફોનમાં તમારો નંબર સેવ હોય તેવું જરૂરી નથી.

    જે લોકો નંબર સેવ કર્યાં વગર જ ચેટ કરવા માંગે છે તેઓ ઇન્ટરનેટ બ્રાઉઝરના આધારે આવું કરી શકે છે. Wa.me શોર્ટકટ લિંકથી તમે કોઈ પણ એક્ટિવ વોટ્સએપ યૂઝર્સ સાથે નંબર સેવ કર્યાં વગર જ ચેટિંગ કરી શકો છો.

    નંબર સેવ કર્યાં વગર કેવી રીતે વોટ્સએપ સંદેશ મોકલવો:

    1) તમે જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તેને ઓપન કરો.

    2) એડ્રેસ બારમાં https://wa.me/phonenumber દાખલ કરો.

    નોંધ: અહીં (phonenumber) લખ્યું છે ત્યાં તમે જેની સાથે ચેટિંગ કરવા માંગતા હોવ તેનો નંબર દાખલ કરો. ઉદાહરણ તરીકે જોઈએ તો https://wa.me/911234567890. અહીં ડેમો નંબરમાં આગળ લખવામાં આવેલો નંબર 91 ભારતનો કંટ્રી કોડ છે. એટલે કે મોબાઇલ નંબર પહેલા 91 લખવો પણ જરૂરી છે.

    3. એન્ટર પ્રેસ કરતાની સાથે વોટ્સએપ તમને એક પેજ પર લઈ જશે. જ્યાં એક ગ્રીન બટન આપ્યું હશે. ઉપરની બાજુએ તમે જે નંબર દાખલ કર્યો હશે તે આપવામાં આવ્યો હશે.

    4. ચેટિંગ શરૂ કરવા માટે "Continue To Chat" બટન પર ક્લિક કરો. જો તમે લેપટોપ કે કોમ્પ્યુટરથી આ પ્રોસેસ કરી રહ્યા છો તો તમારા પીસીમાં કે લેટપોટમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ હોય તે જરૂરી છે. અથવા તમે વોટ્સએપ વેબનો પણ ઉપયોગ કરી શકો છો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરીને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને યૂઝર્સ પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈનો નંબર સેવ કર્યાં વગર તેની સાથે ચેટ કરી શકે છે. આશા રાખીએ છીએ કે ઉપરની માહિતી તમને ખૂબ ઉપયોગી થશે.

    આ પણ વાંચો: WhatsAppનું આ ફીચર આવી ગયું તો લાઇફ ઝીંગાલાલા! 7 દિવસ પછી પણ Sent મેસેજ Delete કરી શકાશે

    થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ

    બજારમાં એવી અનેક એપ્સ પણ ઉપલબ્ધ છે જે ઉપર પ્રમાણેનું કામ કરે છે. WhatsDirect પણ આવી જ એક એપ્લિકેશન છે. આ એપમાં યૂઝર્સે જેને સંદેશ મોકલવા માંગતો હોય તેનો નંબર લખવાનો રહેશે. ક્લિક કરતાની સાથે જ આ એપ્સ તમને વોટ્સએપ પર લઈ જશે. જે બાદમાં તમે નંબર સેવ કર્યાં વગર જે તે વ્યક્તિને મેસેજ મોકલી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Tips, Whatsapp, મોબાઇલ, સ્માર્ટફોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन