Home /News /tech /

Instagram બન્યું વધારે યૂઝર ફ્રેન્ડલી: જાણો લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવાની સરળ રીત

Instagram બન્યું વધારે યૂઝર ફ્રેન્ડલી: જાણો લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવાની સરળ રીત

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર

Schedule Live Video: ઇન્સ્ટાગ્રામે આ વર્ષે રીલ રીમિક્સ, શોપિંગ, લિંક્સ માટે નવા સ્ટીકરો, પબ્લિક થ્રેડ જેવા ફીચર્સ મૂક્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મને વધુ યૂઝર્સ ફ્રેન્ડલી બનાવવા માટે લાઈવ સ્ટ્રીમને શેડ્યૂલ કરવાનું ફીચર આપ્યું છે.

મુંબઈ: ઈન્સ્ટાગ્રામે (Instagram) તાજેતરમાં લાઇવસ્ટ્રીમ્સ શેડ્યૂલ કરવા માટે ફીચર રજૂ કર્યું હતું. જેને લાઇવ શેડ્યુલિંગ (Schedule Live Video) કહેવાય છે. આ ફીચરમાં તમે તમારી સ્ટ્રીમને 90 દિવસ અગાઉથી પ્રી-શેડ્યૂલ (Pre-Schedule) કરી શકો છો અને ફોલોઅર્સને તેને ટ્યુન-ઇન કરવા માટે રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ (Instagram stories)ના માધ્યમથી લાઇવ વીડિયો (Live video) શરૂ કરવાની સુવિધા આપે છે. આ સુવિધા ખાસ કરીને ક્રિએટર્સ તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટેની છે. જેના કારણે યૂઝર્સ તેમના ફોલોઅર્સ સાથે સીધા કનેક્ટ થઈ શકે છે.

આ વર્ષે આવ્યા અનેક ફીચર્સ

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામે આ વર્ષે રીલ રીમિક્સ, શોપિંગ, લિંક્સ માટે નવા સ્ટીકરો, પબ્લિક થ્રેડ જેવા ફીચર્સ મૂક્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મને વધુ યૂઝર્સ ફ્રેન્ડલી બનાવવા માટે લાઈવ સ્ટ્રીમને શેડ્યૂલ કરવાનું ફીચર આપ્યું છે. જેમાં યૂઝર્સને ઇવેન્ટના 24 કલાક અને 15 મિનિટ પહેલાં આ લાઇવ સ્ટ્રીમનું રિમાઇન્ડર્સ મળશે.

ઈન્સ્ટાગ્રામ પર લાઇવ વિડિયોઝકેવી રીતે શેડ્યૂલ કરવા

ઈન્સ્ટાગ્રામ એપ ખોલીને FEED પર જાવ, ત્યાંથી સ્ક્રોલ કરી LIVE વિકલ્પ પસંદ કરો. હવે ત્યાંથી ડાબી સાઈડમાં Schedule વિકલ્પ પસંદ કરો. તેમાં વીડિયો ટાઇટલ અને પ્રોડકાસ્ટ શરૂ થવાના સમય સહિતની માહિતી નાંખો. આટલું કર્યા બાદ Schedule live video પર ક્લિક કરો. આ દરમિયાન તમારે વીડિયોનું ટાઇટલ કે ટાઇમિંગમાં ફેરફાર કરવો હોય તો LIVEમાં scheduled live broadcast જઈ ત્રણ ડોટ્સ પર ટેપ કરી શકો છો. આ સાથે યૂઝર્સ પાસે બ્રોડકાસ્ટ રદ પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટિપસ્ટર એલેસાન્ડ્રો પલુઝીએ સંકેત આપ્યો હતો કે, ઇન્સ્ટાગ્રામ પર લાઇવ બ્રોડકાસ્ટ હોસ્ટ કરનાર યૂઝર્સને ટૂંક સમયમાં સેશન માટે મૉડરેટર સેટ કરવાનો વિકલ્પ હશે. આ મૉડરેટર પાસે લાઇવ સેશન દરમિયાન કોમેન્ટનું મેનેજ કરવાની ક્ષમતા હશે.

આ પણ વાંચો: Instagram Reels: ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં આવ્યા 2 સુપર ફીચર, આ રીતે વાપરો અને પ્રસિદ્ધ બની જાઓ

ટેક અ બ્રેક ફીચર

આ દરમિયાન ઇન્સ્ટાગ્રામના CEO એડમ મોસેરીએ જાહેરાત કરી હતી કે, ઈન્સ્ટાગ્રામ તેના યૂઝર્સ માટે "ટેક અ બ્રેક" નામની નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ઑપ્ટ-ઇન સુવિધાના કારણે યૂઝર્સને સ્ક્રોલિંગમાં વિરામ લેવા માટે રિમાઇન્ડર મળશે. આ સુવિધાના કારણે ઈન્સ્ટાગ્રામનું વ્યસન ધરાવતા લોકોને મદદ મળશે. આ ફીચરમાં યૂઝર્સ ચોક્કસ સમયના અંતરાલ એટલે કે, 10, 20 અથવા 30 મિનિટ પછી રિમાઇન્ડર સેટ કરી શકશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Instagram, Meta, Social media

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन