નવી દિલ્હી. દુનિયામાં સૌથી વધુ યૂઝ થનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પર લોકો ટેક્સ્ટ મેસેજ, વીડિયો, ફોટો મોકલવા ઉપરાંત વોઇઝ અને વીડિયો કોલિંગ કરવા માટે પણ ઉપયોગ કરે છે. WhatsAppથી લોકો લોકલની સાથે જ ઇન્ટરનેશનલ કોલ પણ કરે છે. એવામાં ડેટા પણ ખૂબ વપરાઈ જાય છે. આજે અમે આપને એક એવી ટ્રિક બતાવી રહ્યા છીએ કે જેને ફોલો કરી તમે સરળતાથી WhatsApp ઉપયોગ કરીને પોતાનો મોબાઇલ ડેટા બચાવી શકશો.
WhatsApp કાલિંગમાં આવી રીતે બચાવો ડેટા
વોટ્સએપ કોલમાં ડેટા બચાવવા માટે આપના ફોનમાં સેટિંગ્સ છે. જોકે આ ઓપ્શનને ક્લિક કરવાથી ઓડિયો અને વીડિયો કોલની ક્વોલિટી પણ થોડી Low થઈ જાય છે.
>> તેના માટે સૌથી પહેલા તમે WhatsAppના સેટિંગ્સ પર ક્લિક કરો. >> પછી ડેટા એન્ડ સ્ટોરેજ Usage પર ક્લિક કરો. >> ત્યારબાદ કોલ સેટિંગ્સમાં જઈને Low Data Usageને ઓન કરી દો.
WhatsApp ફોટો, વીડિયો, ઓડિયો અને બીજા ડોક્યુમેન્ટ્સથી સ્ટોરેજની તકલીફની સાથે જ ડેટા પણ ખૂબ યૂઝ થાય છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો તેના માટે આપને સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે. આ સેટિંગ્સ બાદ ચેટ્સમાં આવેલી મીડિયા ફાઇલ ઓટો ડાઉનલોડ પણ નહીં થાય અને Save પર નહીં થાય. આ ઓપ્શનથી ઘણો ડેટા પણ બચી જાય છે અને ફોનની મેમરી પણ બચી રહે છે.
1. તેના માટે વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ અને ડેટા એન્ડ સ્ટોરેજ યૂસેઝ પર ક્લિક કરો. 2. સૌથી પહેલા મીડિયા ઓટો ડાઉનલોડ જોવા મળશે જેમાં ફોટો, ઓડિયો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સનું ઓપ્શન છે. 3. તેમાં ક્લિક કરતાં જ ત્રણ ઓપ્શન જોવા મળશે. પહેલું નેવર, બીજું વાઇ-ફાઇ અને ત્રીજું વાઇ-ફાઇ અને સેલ્યુલર. 4. નેવર પર ક્લિક કરી દો. હવે મીડિયા Auto Save નહીં થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર