કામ દરમિયાન વારંવાર હેંગ થાય છે લેપટોપ? આ ટીપ્સ દ્વારા વધારી શકો છો સ્પીડ

લેપટોપ હેંગ સમસ્યા (પ્રતીકાત્મક તસવીર)

Laptop Slow Speed problem: લેપટોપ કે તેની સ્પીડ સ્લો (Slow Speed Laptop) હોય છે, જે તમારી પ્રોડક્ટિવીટી અને ફોકસ માટે મુખ્ય સમસ્યા બને છે.

  • Share this:
મુંબઈ: કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમ (Work From Home)નો ટ્રેન્ડ હજુ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકોના કોમ્પ્યુટર કે લેપટોપ (Computer/Laptops)માં અનેક સમસ્યાઓ સર્જાવી (Technical Faults) કે પછી સિસ્ટમ સ્લો (Laptop/Computer Hang) થઇ જવાની અનેક સમસ્યાઓ થવી સ્વાભાવિક છે. આ સમસ્યાઓની અસર તમારા કામ પર પણ પડી શકે છે. તેમાં પણ લેપટોપ કે જેની સ્પીડ સ્લો (Slow Speed Laptop) હોય છે, જે તમારી પ્રોડક્ટિવીટી અને ફોકસ માટે મુખ્ય સમસ્યા બને છે. તેમાં પણ સૌથી વધુ કંટાળાજનક સ્થિતિ બને છે જ્યારે કોઇ મહત્વના કામ વચ્ચે તમારું લેપટોપ હેંગ થઇ જાય અથવા તો તમારે લાંબી રાહ જોયા બાદ રિ-સ્ટાર્ટ (Restart) કરવું પડે છે. જો તમને પણ આવા પ્રોબ્લેમ આવે છે તો અમે તમારી આ સમસ્યાનુ સમાધાન લાવવા અમુક ટીપ્સ (Tips to Boost Laptop Speed) જણાવવા જઇ રહ્યા છે. જેના દ્વારા તમે તમારા લેપટોપની સ્પીડ ગણતરીની ક્ષણોમાં વધારી શકો છો.

બિનજરૂરી બ્રાઉઝર બંધ રાખો

જો તમે ઓફિસ કામ કરતી સમયે બિનજરૂરી અને વધારે પડતા બ્રાઉઝર ટેબ ખુલ્લા રાખો છો તો તમારી સિસ્ટમ હેંગ થશે. કારણ કે તેનાથી રેમ અને પ્રોસેસર પર વધુ લોડ આવે છે. તેથી તમારે જે જરૂરી ટેબ્સ છે, તેને જ ઓપન રાખવાનો આગ્રહ રાખો.

લેપટોપ રિ-સ્ટાર્ટ કરો

રિ-સ્ટાર્ટ કરવાથી પણ તમારા લેપટોપ કે કોમ્પ્યુટરની સિસ્ટમ સારી રીતે કામ કરે છે. આપને જણાવી દઇએ કે રિ-સ્ટાર્ટથી ટેમ્પરરી કેશ મેમરી ક્લિન થઇ જાય છે. ધ્યાન રાખો કે જો તમારા પ્રોગ્રામ વિન્ડોઝ રિ-સ્ટાર્ટ થવાની સાથે શરૂ થઇ જાય છે, તો રિ-સ્ટાર્ટ દ્વારા પણ કોઇ ફાયદો થતો નથી.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

બિનઉપયોગી પ્રોગ્રામ દૂર કરો

જાણતા કે અજાણતા પણ આપણા કમ્પ્યુટરમાં ઘણા એવા સોફ્ટવેર ઈન્સ્ટોલ હોય છે, જે ઉપયોગી નથી હોતા અને જેના કારણે કોમ્પ્યુટરની સ્પીડ ધીમી થઈ જાય છે. તેથી આવા બિનજરૂરી કે બિનઉપયોગી સોફ્ટવેરને રીમૂવ કરવા ખૂબ જરૂરી છે, જેથી તે સિસ્ટમ પર વધુ લોડ ન આપે.

બિનજરૂરી પ્રોગ્રા/સોફ્ટવેર રીમૂવ કરવા માટે તમારા કંટ્રોલ પેનલમાં આપેલા પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સને ઓપન કરો. ત્યારબાદ તમામ સોફ્ટવેરની એક લીસ્ટ દેખાશે, જે તમારા પીસીમાં હાલ ઈન્સ્ટોલ હશે. તેમાંથી તમે જે પ્રોગ્રામ/સોફ્ટવેરનો ઉપયોગ કરતા નથી, તેને અનઈન્સ્ટોલ કરી શકો છો.

આ પણ વાંચો: શું લેપટોપ લાવી રહી છે રિલાયન્સ જિયો? જાણો JiBookના સંભવિત ફીચર્સ વિશે

ટેમ્પરરી ફાઇલોને કરો ડિલીટ

તમારા લેપટોપ કે PCમાં રહેલી તમામ ટેમ્પરરી ફાઈલોને ડિલીટ કરી દો. આવી ફાઇલ્સ ડિલીટ કરવા માટે માય કોમ્પ્યુટરમાં જઇને C ડ્રાઇવ ઓપન કરો. ત્યાર બાદ તમને તેમાં Windows ફોલ્ડર જોવા મળશે, તેને ઓપન કરો. તેમાં Temp ફોલ્ડર ખોલો અને તેમાં રહેલ તમામ ટેમ્પરરી ફાઇલ્સ ડિલીટ કરો. તેનાથી તમારી હાર્ડ ડિસ્કમાં જરૂરી સ્પેસ ખાલી થશે. અને તમારી સિસ્ટમ પણ સ્પીડમાં કામ કરશે.
First published: