Home /News /tech /Youtube વીડિયોની એડથી આવી રીતે મેળવો છૂટકારો, એન્ડ્રોઈડ ફોનમાં કામ કરશે આ ટ્રિક

Youtube વીડિયોની એડથી આવી રીતે મેળવો છૂટકારો, એન્ડ્રોઈડ ફોનમાં કામ કરશે આ ટ્રિક

યુટ્યુબ

YouTube VIdeo: યૂટ્યૂબ પર ઓનલાઈન વીડિયો કન્ટેન્ટની સંખ્યા ચોંકાવનારી છે. તમે એન્ટરટેઈનમેન્ટથી લઈને સાયન્સ, કોમેડી, વાઈલ્ડ લાઈફ, એજ્યુકેશન અને કુકિંગ જેવા અનેક વિષયો આધારિત વીડિયો યૂટ્યૂબમાં જોઈ શકો છો.

યૂટ્યૂબ (YouTube) દુનિયાનું સૌથી મોટું વીડિયો (Video) પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ લાખો વીડિયો અપલોડ કરવામાં આવે છે. આ વીડિયો જોવા માટે વિશ્વમાં કરોડો એક્ટિવ યૂટ્યૂબ યુઝર્સ પણ છે. એક રિપોર્ટ અનુસાર યૂટ્યૂબ પર 2 બિલિયન એક્ટિવ યૂઝર્સ છે. યૂટ્યૂબ પર ઓનલાઈન વીડિયો કન્ટેન્ટની સંખ્યા ચોંકાવનારી છે. તમે એન્ટરટેઈનમેન્ટથી લઈને સાયન્સ, કોમેડી, વાઈલ્ડ લાઈફ, એજ્યુકેશન અને કુકિંગ જેવા અનેક વિષયો આધારિત વીડિયો યૂટ્યૂબમાં જોઈ શકો છો.

આ પણ વાંચો-આ છે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, તેની કિંમતમાં અમદાવાદમાં આવી જાય 3BHK ફ્લેટ

કેટલાક લોકો પોતાનો મોટાભાગનો સમય યૂટ્યૂબ વીડિયો જોવામાં જ પસાર કરતા હોય છે. કહેવાય છે કે, કોઈ પણ સુવિધા ક્યારેય પણ ફ્રી નથી હોતી. યૂટ્યૂબમાં એડ કે જાહેરાત રુપે આ ચુકવણી કરવી પડે છે. યૂટ્યૂબમાં પ્રી રોલ અને મીડ રોલ એડ જોવા મળતી હોય છે. પ્રી રોલ જાહેરાતો વીડિયોની શરુઆતમાં જ્યારે મીડ રોલ વીડિયોની વચ્ચે આવતી જાહેરાતો છે. આમાંની કેટલીક જાહેરાતોને 5 સેકન્ડ પછી આપણે સ્કિપ કરી શકીએ છીએ, પણ કેટલીક જાહેરાતોને ફરજીયાત પણે આખી જોવી પડે છે અને તેને સ્કિપ કરી શકાતી નથી. આવી જાહેરાતો વીડિયોની મજા બગાડતી હોય છે. આજનાં આ આર્ટિકલમાં એન્ડ્રોઈડ યૂઝર્સ આવી યૂટ્યૂબ એડ્સને કઈ રીતે બંધ કરી શકે તે અંગે જાણકારી આપીશું.

આ પણ વાંચો-ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા જાણી લો આ 6 જરૂરી વાતો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો

સામાન્ય રીતે વીડિયોમાંથી જાહેરાતો હટાવવા માટેની સુવિધા કંપની આપે છે. પણ તેની માટે તમારે યૂટ્યૂબનું સબસ્ક્રિપ્શન ખરીદવું પડે છે, પણ શું તમે જાણો છો કે પ્રિમિયમ સબસ્ક્રિપ્શન લીધા વગર પણ તમે જાહેરાતો હટાવી શકો છો?

  • BRAVE BROWSER


આમ તો એન્ડ્રોઈડ યૂઝર્સ અલગ અલગ રીતે યૂટ્યૂબ વીડિયોમાંથી જાહેરાત હટાવી શકે છે. પણ Brave Browser તેમાં સૌથી સરળ રીત છે. Brave Browserની મદદથી કોઈ પણ જાહેરાત વિના વીડિયો જોઈ શકાય છે. તમે Google play storeમાંથી Brave Browser ડાઉનલોડ કરી શકો છો. Brave Browser યૂટ્યૂબનાં એડ અને ટ્રેકરને બંધ કરી દે છે. Brave Browserમાં એડ બ્લોક કર્યા બાદ તમે YouTube ઓપન કરી તમારા મનગમતા વીડિયોનો જાહેરાત વગર આનંદ લઈ શકો છો.

આ પણ વાંચો-જો Paytmનો ઉપયોગ કરો છો, તો જાણો કેવી રીતે જીતી શકો છો 1 લાખ રુપિયા

  1. GOOGLE ACCOUNT દ્વારા


  2. તમે તમારા ગૂગલ અકાઉન્ટ દ્વારા પણ એડ બ્લોક કરી શકો છો. આ એક નાનું પણ કામનું ગૂગલ સેટિંગ છે, જેનાં ઉપયોગથી જાહેરાતોથી છુટકારો મેળવી શકાય છે. આ માટે પહેલા તમારા ગૂગલ અકાઉન્ટમાં લોગીન કરો. ત્યાર બાદ એડ સેટિંગના ઓપ્શનમાં ગૂગલ એડનું ઓપ્શન ઓપન કરો. ત્યાં ડિફોલ્ટ સેટિંગ્સ હટાવી એડ સેટિંગ ઓન કરો. ત્યાર બાદ તમે જે પણ જાહેરાતો બંધ કરવા ઈચ્છો છો તે સિલેક્ટ કરો. હવે તમે યૂટ્યૂબ પર એડ વિના જાહેરાતોનો આનંદ લઈ શકો છો.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Android phone, Trending news, Youtube, ટેકનોલોજી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો