મુંબઈ: હાલના સમયમાં મોબાઈલ ફોન ખોવાઈ જવો (losing a mobile phone) એક સામાન્ય બાબત છે. ઘણા કારણો કે થોડી બેદરકારીને કારણે પણ મોબાઈલ ફોન ખોવાઈ (Smartphone) જતો હોય છે. ચોરી થઈ જવો અથવા ખોવાઈ જવો જેવી દુર્ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઈન્ફોર્મેશન, ટેક્સ્ટ, વોટ્સએપ મેસેજ (WhatsApp Chats), ઈમેજીસ વગેરે જેવી વસ્તુઓ ફોન ખોવાઈ કે ચોરી થઈ જવાને કારણે જતી રહે છે. આ સાથે જ તેનો દુરુપયોગ થવાનો પણ ખતરો રહે છે.
સૌથી પહેલા સીમકાર્ડ ડિએક્ટિવેટ કરાવો
ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તેવા કિસ્સામાં તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ સબસ્ક્રાઈબર પાસે જઈ તમારું સીમ કાર્ડ ડિએક્ટિવેટ કરાવવું જોઈએ. આવું કરવાથી તમે તમારા નંબરનો દૂરુપયોગ થતા અટકાવી શકશો સાથે જ તમારા વોટ્સએપ મેસેજને પણ રિકવર કરી શકશો. જો તમે તમારા મોબાઈલ ખોવાયા પહેલા ગૂગલ ડ્રાઈવ અથવા આઈ ક્લાઉડનો ઉપયોગ કરતા હોવ તો તમારા વોટ્સએપ ચેટને તમે ઓટોમેટિક બેકઅપ કરી પાછા મેળવી શકો છો.
તમારા વોટ્સએપની ચેટ (WhatsApp messages) અને ડોક્યુમેન્ટ પાછા મેળવવા માટે તમારા નંબરને ડિએક્ટિવેટ કરાવવો ખૂબ જરૂરી છે. તમે રિપ્લેસ્ડ સિમકાર્ડમાં તમારો નંબર ફરીથી મેળવી તેની મદદથી ડેટા રિકવર કરી શકો છો.
Step 1: તમારા નવા એન્ડ્રોઈડ ડિવાઈસ પર વોટ્સએપ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો.
Step 2: તમારા નવા ફોન પર એ જ મોબાઈલ નંબરની મદદથી વોટ્સએપ લોગીન કરો
Step 3: જ્યારે તમે વોટ્સએપ સાઈન-ઈન કરો તો તરત જ ગૂગલ ડ્રાઈવમાં બેકઅપ સર્ચ કરવા માટેની પરમિશન આપો જેથી તમારી ચેટ રિકવર થઈ શકે.
Step 4: વોટેસએપ ઈન્સ્ટોલ કર્યા પછી તરત જ નોટિફિકેશનમાં આવેલા બેકઅપ રિસ્ટોર કરવાના ઓપ્શન પર ક્લિક કરો.
Step 5: તમારા ચેટ્સની સંખ્યાને આધારે આ બેકઅપ થવામાં થોડો સમય લાગી શકે છે. જ્યારે તમામ બેકઅપ રિકવર થઈ જાય તો NEXT પ્રેસ કરો અને સ્ક્રીન પર આવતા ડાયરેક્શનને ફોલો કરો.
iPhoneમાં ઉપયોગ સમયે iCloud syncing અથવા બેકઅપ ઓન કરેલું છે તો તમે ફોનમાંથી ચેટ બેકઅપ રિકવર કરી શકો છો. જોકે, આ માટે તમને કઈ રીતે iCloudમાંથી ચેટ બેકઅપ કરવું તે વિશેની જાણકારી હોવી જોઈએ.
Step 1: નવા iPhoneમાં વોટ્સએપ ડાઉનલોડ કરી તેને ઈન્સ્ટોલ કરો.