WhatsApp પર ડિલીટ થયેલી ચૅટ્સ સરળતાથી પાછી મેળવી શકાય છે, જાણો કઈ રીતે

પ્રતીકાત્મક તસવીર

ડિલીટ થઈ ગયેલી ચૅટ્સ ફરીથી મેળવવા માટે બે ટૅક્નિક દર્શાવવામાં આવી છે,

  • Share this:
    વૉટ્સએપ (WhatsApp) દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instatnt massaging App) છે. આપણે ઘણી વખત ભૂલથી વૉટ્સએપ ચૅટ ડિલીટ કરી નાખીએ છીએ, તો કેટલીક વખત જાણી જોઈને એવું કરીએ છીએ અને અમુક યુઝર્સને એનો પસ્તાવો પણ થાય છે! આપણે જાણીએ છીએ કે વૉટ્સએપ ચૅટ્સને પાછી મેળવી શકાતી નથી. પરંતુ એવી પણ કેટલીક રીતો છે જેની મદદથી તમે ડિલીટ થઈ ગયેલી ચૅટ્સ પાછી મેળવી શકો છો. અહીં તમને ડિલીટ થઈ ગયેલી ચૅટ્સ ફરીથી મેળવવા માટે બે ટૅક્નિક દર્શાવવામાં આવી છે, જેનાથી તમારું કામ સરળ બની શકે છે.

    વૉટ્સએપ ચૅટ્સને કઈ રીતે રિકવર કરવી?

    ટ્રિક 1: આમ તો તમારી દરેક ચૅટ રિયલટાઈમ પર દેખાય છે, પણ તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે તમારા મોબાઈલ ફોનમાં હંમેશા ચૅટ્સનો બેકઅપ હોય છે અને તમે એ બીજી વખત મેળવી શકો છો. આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે અવેલેબલ છે.

    1. તમારા ફોનમાં ફાઈલ મેનેજર ઓપન કરો.
    2. ફાઈલ મેનેજરમાં વૉટ્સએપ ફોલ્ડર ખોલો અને ડેટાબેઝ પર ક્લિક કરો. આ ફોલ્ડરમાં બધી વૉટ્સએપ બેકઅપ ફાઈલ છે.
    3. msgstore.db.crypt12 ફાઈલ પર લોંગ પ્રેસ કરીને તેનું નામ એડિટ કરો.
    4. તેને msgstore_backup.db.crypt12 નામ આપો. આ પ્રક્રિયા તેને નવી ફાઈલ સાથે બદલવાનું ટાળવા માટે છે.
    5. હવે, પોતાની લેટેસ્ટ બેકઅપ ફાઈલનું નામ બદલો msgstore.db.crypt12
    6. હવે ગૂગલ ડ્રાઈવમાં જાઓ અને પોતાના વૉટ્સએપ બેકઅપને ડિલીટ કરો.
    7. એ પછી વૉટ્સએપ અનઇન્સ્ટોલ કરી અને તેને ફરી ઇન્સ્ટોલ કરો.
    8. તમે જેવા રિસ્ટોર પર ક્લિક કરશો એટલે ત્યાં msgstore.db.crypt12ને સિલેક્ટ કરીને પછી ‘રિસ્ટોર’ને સિલેક્ટ કરો. હવે તમે ડિલીટ થયેલા મેસેજ જોઈ શકશો.

    આ પણ વાંચો - ઓક્ટોબરમાં હોન્ડા લોન્ચ કરશે એક્ટિવાનાં નવાં વેરિઅન્ટ, જાણો નવાં ફિચર્સ

    વૉટ્સએપ ચૅટ્સ રિકવર ટ્રિક 2:

    તમે વૉટ્સએપ ચૅટ્સને બીજી પદ્ધતિથી પણ રિકવર કરી શકો છો. આ ટેક્નિક એન્ડ્રોઇડ અને iOS બંને માટે છે. પોતાના વૉટ્સએપને અનઇન્સ્ટોલ કર્યા બાદ પોતાના સ્માર્ટફોનમાં તેને ફરી ઇન્સ્ટોલ કરો. તમે રિ-ઇન્સ્ટોલ કરશો તો એ iCloud અથવા ગૂગલ ડ્રાઈવથી બેકઅપ રિસ્ટોર કરવાની પરમિશન માગશે. હવે તમે બેકઅપને રિસ્ટોર કરીને ડિલીટ થયેલા મેસેજ પાછા મેળવી શકો છો.
    Published by:Kaushal Pancholi
    First published: