ટ્વિટરમાં પોસ્ટ કરતા સમયે કરી શકાય છે Voice Tweet ફીચરનો ઉપયોગ! જાણો કેવી રીતે

tech news- Apple iPhone અને iPad યૂઝર્સ માત્ર 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી વોઈસ ટ્વિટ રેકોર્ડ કરી શકે છે

tech news- Apple iPhone અને iPad યૂઝર્સ માત્ર 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી વોઈસ ટ્વિટ રેકોર્ડ કરી શકે છે

  • Share this:
નવી દિલ્હી : ગત વર્ષે ટ્વિટર (twitter)માં વોઈસ ટ્વિટનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી ટ્વિટર યૂઝર પોતાના અવાજમાં ટ્વિટ પોસ્ટ કરી શકે. આ ફીચર માત્ર iOS યૂઝર્સ સુધી સીમિત છે, એન્ડ્રોઈડ (Android) અથવા ડેસ્કટોપમાં આ ફીચર ઉપયોગ કરવાનો કોઈ ઓપ્શન આપવામાં આવ્યો નથી. ટ્વિટરે તાજેતરમાં વોઈસ ટ્વિટ્સ સાથે ઓટો જનરેટેડ લાઈવ ટ્રાન્સક્રિપ્શન આપવાની ક્ષમતા પણ ઉમેરવામાં આવી છે. એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ (Desktop) યૂઝર્સ પાસે વોઈસ ટ્વિટ (Voice Tweet) પોસ્ટ કરવાની ક્ષમતા નથી, પરંતુ તેઓ iOS યૂઝર્સ દ્વારા પોસ્ટ કરેલ વોઈસ ટ્વિટને સાંભળી શકે છે. કંપનીએ ગયા વર્ષે જૂનમાં વોઈસ ટ્વિટ ફીચરની શરૂઆત કરી હતી.

આ ફીચર અંગે ટ્વિટર (twitter)ની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી હતી, કે જે યૂઝર્સ લખી નથી શકતા તેમનું કંપની ધ્યાન રાખી રહી છે. ટ્વિટરે કહ્યું કે વોઈસ ટ્વિટ સાથે તેનું કેપ્શન પણ આવશે. કંપનીએ ફીડબેકના આધારે આ ફીચરને વધુ સારા બનાવવાની કોશિશ કરી છે. જો તમે iPhone અથવા iPadમાં ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છો અને આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે વિચારી રહ્યા છો, તો તે ફીચરનો કેવી રીતે ઉપયોગ કરવો તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો - IND vs SL, 2nd T20I: કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, બીજી ટી-20 મેચ સ્થગિત

કેટલા મિનિટની ટ્વિટ રેકોર્ડ કરી શકાય છે

Apple iPhone અને iPad યૂઝર્સ માત્ર 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી વોઈસ ટ્વિટ રેકોર્ડ કરી શકે છે. જો સમય અવધિ કરતા વધુ સમયનું વોઈસ ટ્વિટ રેકોર્ડ કરવામાં આવે છે, તો તે ઓટોમેટીક એક થ્રેડમાં જતું રહે છે. વોઈસ ટ્વિટ પોસ્ટ કરવા માટે યૂઝર્સે Apple iPhone અથવા iPad માં ટ્વિટર ઓપન કરવાનું રહે છે. ત્યારબાદ ટ્વિટ લખો તે આઈકન પર ક્લિક કરો. હવે એક વેવલેન્થ આઈકન આવશે, જેના પરથી વોઈસ ટ્વિટ (Voice Tweet) રેકોર્ડ કરી શકાય છે. તે આઈકન પર ક્લિક કરો અને ટ્વિટ રેકોર્ડ કરો. ત્યાર બાદ ક્લિક કરીને ટ્વિટ સેન્ડ કરી દો. તેમાં ફોલોઅપ ટ્વિટ પણ ઉમેરી શકાય છે.

રીડર્સને વધુ જાણકારી આપવા માટે યૂઝર્સ વોઈસ ટ્વિટ (Voice Tweet)માં ટેક્સ્ટમાં ફોલોઅપ ટ્વિટ પણ ઉમેરી શકે છે. યૂઝર્સ ટ્વિટ્સનો જવાબ પોસ્ટ કરી શકતા નથી અને રેકોર્ડ કરીને ટ્વિટ્સનો રિપ્લાય પણ આપી શકતા નથી. આ ફીચર માત્ર મુખ્ય ટ્વિટમાં ઉપયોગ કરી શકાય છે.
First published: