લો રેમ વાળા ફોનમાં PUBG કેવી રીતે રમવી?

News18 Gujarati
Updated: December 12, 2018, 2:19 PM IST
લો રેમ વાળા ફોનમાં PUBG કેવી રીતે રમવી?
હવે તમે પણ ઓછી રેમ વાળો ફોન હોવાં છતાં તમારા સ્માર્ટફોનમાં PUBG ગેમ રમી શકો છો

હવે તમે પણ ઓછી રેમ વાળો ફોન હોવાં છતાં તમારા સ્માર્ટફોનમાં PUBG ગેમ રમી શકો છો

  • Share this:
ઈન્ટરનેટનાં જમાનામાં સ્માર્ટફોનમાં ગેમ રમવાનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે. અને તેમાંય યુવાઓમાં સૌથી વધુ ચર્ચિત ગેમ PUBG એ ધુમ મચાવી છે. દર બીજો સ્માર્ટફોન યુઝર આ ગેમને પ્રતિ રુચિ રાખે છે. પરંતુ કેટલાક લોકો આ ગેમનો ફાયદો એટલા માટે નથી ઉઠાવી શકતાં કેમકે તેમનો સ્માર્ટફોન આ ગેમને સપોર્ટ નથી કરતો. હકીકતમાં આ ગેમને રમવા માટે સારી એવી રેમની ડિમાન્ડ હોય છે. દરેક સ્માર્ટફોન આટલી ઉંચી રેમ વાળા નથી હોતા જેથી આવા યુઝર્સે મન મારીને માત્ર બીજાને ગેમ રમતાં જ જોવા પડે છે. પરંતુ હવે તેમ નહિં થાય, હવે તમે પણ ઓછી રેમ વાળો ફોન હોવાં છતાં તમારા સ્માર્ટફોનમાં PUBG ગેમ રમી શકો છો. Tencent Games એ PUBG ગેમનું લાઈટ વર્ઝન લૉન્ચ કર્યું છે. જેમાં ગેમનો મેપ નાનો કરવામાં આવ્યો છે તેમજ તેનાં ગ્રાફિક્સની ક્વૉલિટી પણ ઘટાડવામાં આવી છે જેથી તે ઓછી રેમ વાળા ફોનમાં સપોર્ટ થઈ શકે અને યુઝર્સ ગેમની મજા ઉઠાવી શકે. PUBG ગેમનું લાઈટ વર્ઝન રમવા માટે તમારે કેટલીક પ્રોસેસ કરવી પડશે.

1. ) ગુગલ પ્લે સ્ટોર પર tsoml દ્વારા ડેવલપ કરાયેલી GFX Tool એપને ડાઉનલોટ કરો

2.) ત્યારબાદ ઈન્સટોલ કરી ઓપન કરો. હવે તમને તેમાં ઘણાંબધાં ઓપ્શન દેખાશે. તમારે આ ઓપ્શનને તમારા સ્માર્ટફોન પ્રમાણે ચેન્જ કરવાનાં રહેશે.

3.) એ પછી ઈન્સટોલ થયેલી PUBG Mobile ગેમનાં સાચા વર્ઝનને પસંદ કરો. જેમાં GPનો અર્થ થાય છે નોર્મલ વર્ઝન, CNનો અર્થ છે ચાઈનીઝ વર્ઝન, KRનો અર્થ છે કોરિયન વર્ઝન, Beta નો અર્થ છે Beta વર્ઝન, lite નો અર્થ છે PUBG Mobileનું લાઈટ વર્ઝન. જો તમે ભારતમાં રહો છો અને તમે નોર્મલ રીતે ગેમને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી હોય તો GP પસંદ કરો.

4.) હવે આગળનો ઓપ્શન રિઝોલ્યુશન છે. જેમાં સૌથી વધુ સપોર્ટેડ રિઝોલ્યુશન પસંદ કરો.

5.) પછી તમારે તમારા પ્રમાણે ગ્રાફિક્સને પસંદ કરવાનાં રહેશે. Balanced નો અર્થ છે કે ગેમના ગ્રાફિક્સ અને બેટરીનો વપરાશ બરાબર થવો. HDR નો અર્થ છે કે સ્માર્ટફોનમાં હાજર હાર્ડવેરનો વધુમાં વધુ વપરાશ થવો. તમે જેટલું વધારે સારું પરફોર્મન્સ ઈચ્છશો તમારી એપ તમારા સ્માર્ટફોનનાં હાર્ડવેર રિસોર્સનો તેટલો જ વધારે ઉપયોગ કરશે.6.) Anti-alaising ઓપ્શન સ્મુથ ટેક્સચર માટે હોય છે. લો એન્ડ વાળા યુઝર્સે આ ઓપ્શનમાં Disable રાખવું. જો કે હાઈ એન્ડ વાળા યુઝર્સ તેમાંથી કોઈપણ ઓપ્શન પસંદ કરી શકે છે.

7.) ત્યારબાદ સ્ટાઈલ અને શેડ્સને તમે તમારી પસંદ પ્રમાણે સેટ કરી શકો છો. જે માત્ર લુકમાં હલ્કો બદલાવ લાવે છે.

8) પછી ગેમમાં Accept પર ક્લિક કરી સેટિંગ સેવ કરી શકો છો. અને ત્યારબાદ Run Game પર ક્લિક કરી તમે ગેમની મજા લઈ શકો છો.
First published: December 12, 2018, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading