ન્યૂઝ 18 ગુજરાતી : facebook ગત વર્ષે થયેલી ડેવલોપર કોન્ફરન્સ F8થી જ પોતાના મેસેન્જરમાં ‘Dark Mode’ની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. ત્યારથી કંપની સતત નવા નવા ફીચર્સ એડ કરી રહ્યાં છે. પરંતુ ફેસબુકે ડાર્કમોડ લોન્ચ અંગે કોઇ ઓફિશીયલ જાણકારી નથી આપી. જોકે હવે કેટલાક યૂઝર્સે પોતાના મેસેન્જર એપમાં ડાર્ક મોડ સ્પોટ કર્યો છે. જેના માટે યૂઝરને ચેટમાં એક Moon ઇમોજી મોકલવાનું રહેશે. ઇમોજી મોકલતાની સાથે જ આમાં ઉપરની બાજુ ‘You found Dark Mode!’ પોપઅપ દેખાશે.
જે પછી યૂઝરને મેસેન્જરમાં અપાયેલ પ્રોફેશનલ ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં ફોટોની નીચે જ ‘Dark Mode’નું ઓપ્શન દેખાશે. આ ફીચરને Enable કરવામાં આવશે ત્યારે જ એક પોપઅપ આવશે. જેમાં લખ્યું હશે કે હજી આની પર કામ ચાલી રહ્યું છે. જેનો અર્થ એ થઇ શકે છે કે આની ડિઝાઇનમાં વધારે બદલાવ કરવામાં આવશે.
અપાયેલ સ્ક્રીનશોટ દ્વારા સરળતાથી સમજી શકાય છે કે યૂઝર્સ આ નવા ‘Dark Mode’ ફીચરને ક્યાં અને કેવી રીતે Enable કરી શકાય.
ડાર્ક મોડ ફીચર Enable કરવા માટે યૂઝર્સની એપનું બેકગ્રાઉન્ડ બ્લેક રંગનું થઇ જશે. બેકગ્રાઉન્ડ બ્લેક થવાની સાથે જ ટેકસ્ટ વ્હાઇટ રંગનાં થઇ જશે. જોકે મેસેન્જરમાં રહેલ રંગીન એલિમેન્ટમાં કોઇપણ રીતનો બદલાવ નહીં કરવામાં આવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર