તમારા જૂના TVને બનાવો Smart TV, નેટફ્લિક્સ-હોટસ્ટર પણ જોઈ શકશો, જાણો રીત

News18 Gujarati
Updated: August 6, 2019, 8:52 AM IST
તમારા જૂના TVને બનાવો Smart TV, નેટફ્લિક્સ-હોટસ્ટર પણ જોઈ શકશો, જાણો રીત
પ્રતિકાત્મક તસવીર

જો તમે તમારા જૂના ટીવીને બેકારી સમજી રહ્યા છો તો જાણો તેને કેવી રીતે Smart TV બનાવી શકો છો.

  • Share this:
આજકાલ Smart TVનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં સ્માર્ટ ટીવી વસાવી રહ્યા છે, પરંતુ વધારે કિંમતને કારણે ઘણા લોકો તેને ખરીદી નથી શકતા. અનેક લોકો પાસે LED TV છે, પરંતુ તે સ્માર્ટ નથી, જેમા તેઓ એપ્સ ડાઉનલોડ કરી શકે કે પછી વેબ સીરિઝ જોઈ શકે. જો તમે પણ તમારા ઘરમાં જૂના ટીવીનો ઉપયોગ નથી કરી રહ્યા તો હવે તેને સ્માર્ટ બનાવી શકો છો. હા, અમે સાચું જ કહ્યું કે તમારું જૂનું ટીવી પણ હવે સ્માર્ટ બની શકે છે. આવું કેવી રીતે શક્ય છે તે અમે તમને જણાવીશું.

આટલી વાત ધ્યાન રાખો

- અમે તમને આગળ જણાવીએ તે પહેલા આટલું ધ્યાનમાં રાખો કે તમારા જૂના ટીવીમાં HDMI પોર્ટ અને USB પોર્ટ હોવો જરૂરી છે.

- જો તમારા ટીવીમાં બંને પોર્ટ હોય તો તમે તમારા જૂના ટીવીને SMART LED બનાવી શકો છો.Chromecast 3થી જૂનું TV બનશે Smart TVગૂગલ ક્રોમકાસ્ટ 3 એક એવું વિડાઇસ છે જે લગભગ 800થી વધારે એપ્સને સપોર્ટ કરે છે. જેમાં નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવી પ્રસિદ્ધ એપ્સ પણ સામેલ છે. તમે તેને 3499 રૂપિયા આપીને ખરીદી શકો છો. તમારા જૂના ટીવીને સ્માર્ટ ટીવી બનાવતું આ ડિવાઇસ તમને ફુલ HD+નો અનુભવ આપશે. તમે આ ગૂગલ ક્રોમકાસ્ટને પોતાના આઇફોન, આઇપેડ, એન્ડ્રોઇડ ફોન, લેપટોપ ઉપરાંત ગૂગલ આસિસ્ટન્ટના વોઇસ કમાન્ડથી પણ કંટ્રોલ કરી શકો છો.Chromecast 3ને કેવી રીતે કનેક્ટ કરશો?

આ ડિવાઇસને ટીવી સાથે સરળતાથી કનેક્ટ કરી શકાય છે. તો જાણીએ આખી રીત...

- સૌપહેલા ક્રોમકાસ્ટને ટીવીમાં આપેલા HDMI પોર્ટમાં લગાવીને પાવર સોર્સ કનેક્ટ કરી દો.

- જે બાદમાં તમારે WiFi નેટવર્કથી તેને તમારા મોબાઇલ, લેપટોપ કે પછી ટેબલેટ સાથે Pair કરવું પડશે.

- હવે તમે જે ડિવાઇસને ક્રોમકાસ્ટ સાથે Pair કર્યું છે તેમાં ગૂગલ હોમ એપ ઇન્સ્ટોલ કરો. ક્રોમકાસ્ટનું સેટઅપ થયા બાદ તમે મોબાઇલ, લેપટોપ કે ટેબલેટના કોન્ટેન્ટને ટીવી પર કાસ્ટ કરી શકશો, એટલે કે નિહાળી શકશો.
First published: August 6, 2019, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading