Home /News /tech /WhatsApp security: વોટ્સએપને વધુ સુરક્ષિત બનાવવા શરૂ કરો two step verification, જાણો રીત
WhatsApp security: વોટ્સએપને વધુ સુરક્ષિત બનાવવા શરૂ કરો two step verification, જાણો રીત
વોટ્સએપ
Two step verification: ટુ સ્ટેપ વેરિફિકેશન ફીચર iOS અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પહેલાથી જ હયાત છે. જેમને આ ફીચર વિશે ખબર નથી તેમના જણાવી દઈએ કે એનાથી તમારું વોટ્સએપ વધારે સુરક્ષિત બને છે.
નવી દિલ્હી. WhatsApp security: વોટ્સએપ હવે વેબ અને ડેસ્કટોપ યૂઝર્સ માટે ટૂ સ્ટેપ વેરિફિકેશન (two step verification) લાવવાની તૈયારી કરી રહી છે. WABetaInfo તરફથી જાહેર એક રિપોર્ટ પ્રમાણે મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહી છે જેનાથી વેબ અને ડેસ્કટોપ યૂઝર્સને વધારે સુરક્ષા મળશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS પર પહેલાથી જ હયાત છે. જોકે, અનેક લોકોને આ ફીચર વિશે જાણ નથી. જે લોકોને આ ફીચર વિશે જાણ નથી તેમને જણાવી દઈએ કે ટુ સ્ટેપ વેરિફિકેશન ફીચર (WhatsApp two step verification feature)થી તમારા વોટ્સએપની સુરક્ષામાં વધારો થાય છે. આવું કરવાથી તમારા એકાઉન્ટમાં વધારાની સુરક્ષા ઉમેરાય છે.
વોટ્સએપ એક્સેસ કરવા માટે પીન નંબરની પડશે જરૂર
ટૂ સ્ટેપ વેરિફિકેશન શરૂ કરવાની રીત પણ એકદમ સરળ છે. એક વખત ટુ સ્ટેપ વેરિફિકેશન શરૂ કર્યાં બાદ તમારે વોટ્સએપ ઓપન કે એક્સેસ કરવા માટે પીન નંબરની જરૂર પડશે. જો તમે પણ તમારા ફોનમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન શરૂ કરવા માંગો છો તો નીચેના સ્ટેપ્સને અનુસરી શકો છો.
વોટ્સએપ પર ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરવું?
>> આ માટે સૌથી પહેલા WhatsApp ઓપન કરો.
>> વોટ્સએપ એપ પર Settings પર જાઓ.
>> જે બાદમાં Accounts પર ટેપ કરો. પછી ટૂ સ્ટેપ વેરિફિકેશન પર જાઓ અને તેને Enable કરી દો.
>> હવે તમારે છ આંકડાના PIN દાખલ કરવો પડશે અને તેને કન્ફર્મ કરો. યાદ રાખો કે એવા પીન નંબરનો ઉપયોગ કરો જે તમે યાદ રાખી શકો.
>> હવે તમે યૂઝ કરતા હો તેવું ઇ-મેલ આઈડી દાખલ કરો. જો તમે ઇ-મેલ આઈડી ઉમેરવા નથી માંગતા તો Skip પર કરી શકો છો. જોકે, સલાહ આપવામાં આવે છે કે ઇ-મેલ એડ્રેસ જરૂરથી દાખલ કરો, જેનાથી જરૂર પડે ત્યારે ટૂ સ્ટેપ વેરિફિકેશન રિસેટ કરી શકો. જેનાથી તમારું વોટ્સએપ એકાઉન્ટ વધુ સુરક્ષિત રહેશે.
>> Email આઈડીને કન્ફર્મ કરો અને Save પર ટેપ કરો અથવા Done કરો.
જો તમે તમારું ઇ-મેલ આઈડી ઉમેરતા નથી અને PIN નંબર ભૂલી જાઓ છો તો તમારે પિન નંબર સિસેટ કરવા માટે સાત દિવસ લાગશે. વોટ્સએપ પર ઇ-મેલ એડ કરતી વખતે યાદ રાખો કે સાચું આઈડી જ ઉમેરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર