Home /News /tech /

કમાલ છે હવે તમારો સ્માર્ટફોન, આવી રીતે બનશે CCTV કેમેરા

કમાલ છે હવે તમારો સ્માર્ટફોન, આવી રીતે બનશે CCTV કેમેરા

શું તમને ખબર છે કે પોતાના જૂના મોબાઇલથી સીસીટીવી કેમેરા બનાવી શકો છો.

શું તમને ખબર છે કે પોતાના જૂના મોબાઇલથી સીસીટીવી કેમેરા બનાવી શકો છો.

    સામાન્ય રીત આપણને લાગે છે કે આપણો જૂનો મોબાઇલ કંઇ જ કામનો નતી હોતો. આપણે તેને બેકાર સમજીને ફેંક દઇએ છીએ કે તેને વેચી દેતા હોઇએ છીએ.પરંતુ શું તમને ખબર છે કે પોતાના જૂના મોબાઇલથી સીસીટીવી કેમેરા બનાવી શકો છો. જેને તમે તમારા ઘર કે દુકામાં ફિટ કરી શકો છો. આવી સ્થિતિમાં તમારે સીસીટીવી લગાવવાનો ખર્ચ પણ બચી જશે. અને જૂના ફોનનો ઉપયોગ પણ થઇ જાય.

    તમારો જૂનો પોફ ત્યારે જ સીસીટીવી બનશે જ્યારે તેનો કેમેરા સરખો હશે. એટલે ધ્યાન એ રાખવાનું કે જે ફોનથી તમે સીસીટીવી બનાવવા ઇચ્છો છો તેનો કેમેરા ચાલું હોવો જોઇએ. જૂના ફોનને સીસીટીવી કેમેરા બનાવવા માટે વાઇ-ફાઇ પણ હોવો જોઇએ.

    જૂના ફોનને સીસીટીવી બનાવવા માટે તમારે પ્લે સ્ટોરથી Athome Camera એપ ઇન્સોટલ કરવાની રહેશે. આ ફોનને સીસીટીવીમાં ફેરવવા માટે બધી એપ્સથી સારી છે. આ ઉપરાંત તમને પ્લે સ્ટોર ઉપર આવી અનેક એપ્સ મલશે.

    તમારા જૂના ફોનમાં AtHome Video Streamer- Monitor app ડાઉનલોડ કરો. હવે તમે સીસીટીવીને જ્યાં લગાવવા ઇચ્છતા હોવ ત્યાં તમે પોતાના જૂના ફોનને સેટ કરો. ત્યાં જ ચાર્જીગની વ્યવસ્થા કરો.

    હવે તમે એ નક્કી કરી લો કે જે પણ રેકોર્ડિંગ થશે તે તમારા ફોનમાં કે પછી લેપટોપ કે સેના પર મોનિટર કરશો. એટલે તમારો જૂનો ફોન સીસીટીવીમાં ફેરવાઇ જશે. રેકોર્ડિંગ કરશે અને તમે ક્યારે પ્લે કરી શકો છો.

    હવે જે મોબાઇલ કે લેપટોપમાં વીડિયો જોવા ઇચ્છો છો. એમાં પણ AtHome Video Streamer- Monitor app ડાઉનલોડ કરો. તમારે ઓનલાઇન થશો ત્યારે AtHome Video Streamer ઉપર યુઝર્સ નામ અને પાસવર્ડ સાથે કનેક્શન આઇડી જનરેટ થશે. તમારે એ મોબાઇલ અને લેપટોપમાં લેપટોપમાં નાખવો પડશે જેનાથી તમે મોનિટર કરશો. તમે ઇચ્છો તો સ્કેન થકી પણ પ્રોસેસ કરી શકો છો. એના માટે તમારે બીજા ફોન કે લેપટોપ ઉપર એટ હોમ મોનિટર એપ ઇસ્ટોલ હોવો જોઇએ. હવે તમે જોશો તો મારો સીસીટીવી કેમેરા ચાલુ થઇ જશે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन