PAN Aadhaar Link: આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. CBDT (Central Board of Direct Taxes) એ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સીબીડીટીએ 17 સપ્ટેમ્બરના રોજ એક ટ્વીટમાં PANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2022 સુધી વધારી દીધી છે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ રહી હતી.
CBDTએ કહ્યું છે કે, PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા કોરોના મહામારી અને વિવિધ સ્ટેકહોલ્ડર્સની અપીલ બાદ ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિ બાદ લંબાવાઈ રહી છે. PANને આધાર સાથે લિંક કરવા માટે આવકવેરા વિભાગને આધાર નંબરની જાણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2021થી વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે.
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યા મુજબ આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે. તમે આધારને પાન સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. એટલું જ નહીં ઈન્ક્મ ટેક્સ કાયદા અંતર્ગત તમારે 1000 રૂપિયા દંડ પણ ભરવો પડશે.
નિષ્ક્રિય થઇ જશે PAN
23 માર્ચે કેન્દ્ર સરકારે નાણાં વિધેયક 2021 અંતર્ગત લોકસભામાં આયકર કાનૂન 1961માં જોડવામાં આવેલી કલમ 234Hને પાસ કરી લીધી છે. આ કલમ અંતર્ગત જો તમે સરકારે નક્કી કરેલા સમયગાળામાં આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં કરો તો તમને વધુમાં વધુ 1000 રૂપિયાનો દંડ થશે. એટલું જ નહીં તમારું પાનકાર્ડ પણ નિષ્ક્રિય થઇ જશે.
આ રીતે ઈન્ક્મ ટેક્સની સાઈટ પર પાનકાર્ડ અને આધારને કરો લિંક
- ઈન્ક્મટેક્સની વેબસાઈટ પર જાઓ. - અધર્મ આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો. - આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય તો સ્ક્વાયર ટીક કરો. - કેપ્ચા કોડ એન્ટર કરો. - બાદમાં Link Aadhaar બટન પર ક્લિક કરો. - તમારું આધાર પાન કાર્ડ સાથે લિંક થઇ જશે.
SMS દ્વારા આ રીતે કરો લિંક
SMS દ્વારા આધાર અને પાન લિંક કરવા તમારે મોબાઈલમાં UIDPAN ટાઈપ કરીને બાદમાં 12 અંકોનો આધાર નંબર ટાઈપ કરો અને બાદમાં 10 અંકો વાળો પાન નંબર લખો. ત્યાર બાદ આ મેસેજને 567678 અથવા 56161 નંબર પર સેન્ડ કરી દો.
નિષ્ક્રિય પાનને આ રીતે કરો ઓપરેટીવ
જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય તો તેને ઓપરેટીવ કરી શકાય છે. જેના માટે તમારે મેસેજ કરવો પડશે. મેસેજ બોક્સમાં જઈને રજીસ્ટર્ડ નંબર પરથી 10 અંકોવાળો પાન નંબર અને સ્પેસ આપીને 12 અંકવાળો આધાર નંબર દાખલ કરો. હવે આ મેસેજને 567678 or 56161 પર સેન્ડ કરી દો.
આ રીતે ચેક કરો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં
- ઈન્ક્મટેક્સની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. - ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જઈને સ્ટેટસ ચેક કરો. - સ્ટેટ્સ ચેક કરવા માટે આધાર અને પાનની જાણકારી ભરો. - વિગતો ભર્યા બાદ વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. બાદમાં તમને જાણવા મળશે કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર