Home /News /tech /

ડિજિટલ પેમેન્ટ માટે Google Pay સાથે કેવી રીતે લિંક કરવું ક્રેડિટ કાર્ડ, જાણો વિગતો

ડિજિટલ પેમેન્ટ માટે Google Pay સાથે કેવી રીતે લિંક કરવું ક્રેડિટ કાર્ડ, જાણો વિગતો

Google Pay ક્રેડિટ કાર્ડને કેવી રીતે લિંક કરવું

UPI પેમેન્ટ એપ યુઝર્સને વધારાની સગવડ પૂરી પાડવા અને ડિજિટલ પેમેન્ટ (Digital paymentm)નો વ્યાપ વધારવા માટે, RBI એ UPI પ્લેટફોર્મ સાથે RuPay ક્રેડિટ કાર્ડના એકીકરણને પણ મંજૂરી આપી છે.

    ઓનલાઈન પેમેન્ટ (Online Payment) આજે આપણી પેમેન્ટ મેથડને વધુ સારી અને સરળ બનાવી છે, પરંતુ આ માટે તમારે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું તે જાણવું જરૂરી છે. હાલમાં, Google Pay, PhonePe, Paytm જેવી ઘણી UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) એપ્સનો ઉપયોગ આ માટે કરવામાં આવી રહ્યો છે. આ એપ્સ વડે ચૂકવણી સરળ અને ઝડપી બને છે. આ માટે તમારે માત્ર થોડીક સ્પેટ ફોલો કરવી પડશે.

    ઓનલાઈન પેમેન્ટ માટે તમારે પહેલા QR કોડ સ્કેન કરવો પડશે અથવા રીસીવરનો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને પછી રકમ દાખલ કરવી પડશે. તે પછી UPI પિન દાખલ કરો અને તમે પૂર્ણ કરી લો. હવે વપરાશકર્તાઓને વધારાની સુવિધા પૂરી પાડવા અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં UPI પ્લેટફોર્મ સાથે RuPay ક્રેડિટ કાર્ડના એકીકરણની મંજૂરી આપી છે.

    ડિજિટલ પેમેન્ટનો થશે વિસ્તાર
    UPI પ્લેટફોર્મ સાથે RuPay ક્રેડિટ કાર્ડના એકીકરણનો અર્થ એ છે કે હવે વપરાશકર્તાઓ UPI ચુકવણી કરવા માટે તેમના RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જૂનમાં આયોજિત આરબીઆઈ પોલિસી બેઠક દરમિયાન આની જાહેરાત કરી હતી. RBI એ નિવેદનમાં કહ્યું હતું કે RuPay ક્રેડિટ કાર્ડને UPI પ્લેટફોર્મ સાથે લિંક કરવામાં આવશે. આનાથી યુઝર્સને વધારાની સુવિધા મળશે અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધશે.

    આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ ઉમેરવાની મંજૂરી આપી
    નોંધનીય છે કે RBI દ્વારા RuPay ક્રેડિટ કાર્ડના સમર્થનની જાહેરાત કરવામાં આવી છે, તે હવે UPI પેમેન્ટ એપ પર નિર્ભર છે કે તેઓ કાર્ડને સપોર્ટ કરશે કે નહીં. GadgetsNow.comના એક રિપોર્ટ અનુસાર, હાલમાં મોટાભાગની UPI પેમેન્ટ એપ તેમના યુઝર્સને માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડને એપ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. જો કે, અત્યાર સુધી તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સ્થાનિક સ્ટોર પર પૈસા ટ્રાન્સફર કરવા અથવા પેમેન્ટ કરવા માટે કરતા નથી. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત બિલ અને યુટિલિટી પેમેન્ટ જેમ કે રિચાર્જ, વીજળી બિલ ચૂકવવા વગેરે માટે કરી શકો છો.

    આ પણ વાંચો -પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, Apple અને Google લાવી રહ્યું છે Passkeys ટેક્નોલોજી

    ક્રેડિટ કાર્ડને ગૂગલ પે સાથે કેવી રીતે લિંક કરવું
    જો તમે Google Pay વપરાશકર્તા છો અને તમારા ક્રેડિટ કાર્ડને એપ્લિકેશન સાથે લિંક કરવા માંગો છો, તો તમારે પહેલા તમારા ઉપકરણ પર Google Pay ખોલવાની જરૂર પડશે. તે પછી તમારે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરીને તમારું બેંક એકાઉન્ટ અને પછી કાર્ડ ઉમેરવું પડશે. આ પછી, તમારે તમારો કાર્ડ નંબર, સમાપ્તિ તારીખ, CVV, કાર્ડધારકનું નામ અને બિલિંગ સરનામું દાખલ કરીને તેને સાચવવાનું રહેશે.

    આ પણ વાંચો- આ નાનકડી ભૂલ અને ફાટી શકે છે તમારા ફોનની બેટરી, જાણો કેવી ભૂલોથી બચવું

    હવે નિયમો અને શરતો સ્વીકારો અને Google Pay તમારા કાર્ડની ચકાસણી કરવા માટે તમારી બેંક સંપર્ક કરશે. તે પછી How to Verify નો વિકલ્પ પસંદ કરો. આ પછી તમને OTP દ્વારા વધારાના પ્રમાણીકરણ માટે કહેવામાં આવશે. OTP ઓટો રીડ થશે અથવા તમે મેન્યુઅલી એન્ટર કરી શકશો. હવે તમારી સામે નવા કાર્ડની પેમેન્ટ મેથડ લિસ્ટ હશે. તેને ટેપ કરીને સક્રિય કરો અને તમારો વન-ટાઇમ પાસવર્ડ દાખલ કરો અને પુષ્ટિ કરો. હવે તમે Google Pay વડે ચૂકવણી કરી શકો છો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Credit Cards, Digital payment, Google pay, Online payment

    આગામી સમાચાર