Home /News /tech /

WhatsApp પર ચોરીથી કોણ જોઇ રહ્યું છે તમારો Profile Pic? આ ટ્રિકથી પડશે ખબર

WhatsApp પર ચોરીથી કોણ જોઇ રહ્યું છે તમારો Profile Pic? આ ટ્રિકથી પડશે ખબર

પ્રતીકાત્મક તસવીર

તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટો ઉપર કોણ કોણ નજર રાખી રહ્યું છે?

  આજે વિશ્વભરમાં લાખો લોકો વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા, તમે હવે માત્ર ચેટ (Chat) જ નહીં પણ ઓડિયો અને વીડિયો કોલ્સ પણ કરી શકો છો. આ સિવાય હવે વોટ્સએપ એક ટ્રેકિંગ સોશિયલ પ્લેટફોર્મ (Social platform) પણ બની ગયું છે. અન્ય લોકો વિશે વધુ માહિતી મેળવવા માટે જે વસ્તુનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તે છે તે લોકોના પ્રોફાઇલ ફોટા (Profile Photo). આ ફોટા દ્વારા, દરેકને ખબર પડે છે કે, કોણ ક્યાં ફરવા ગયો છે અથવા કોણ શું કરી રહ્યું છે.

  જોકે, વોટ્સએપ પરની તસવીર ફક્ત ઓળખ માટે વપરાય છે. આવી સ્થિતિમાં, જો તમે વોટ્સએપ પર વારંવાર પ્રોફાઇલ પિક્ચર બદલતા રહેશો અને તમારો ફોટો કોણ ચોરીચોરી જુએ  છે તે જોવાની ઇચ્છા હોય, તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને વોટ્સએપની એક ખાસ યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી શોધી શકશો કે, તમારો વોટ્સએપ ફોટો કોણ ચૂપચાપ જોઇ રહ્યો છે.

  બેંકના ગ્રાહકો માટે એલર્ટ : જો તમારા મોબાઈલમાં આ 11 એપ્લિકેશન હોય તો તરત કરી દો Delete, જુઓ લિસ્ટ

  આ ટ્રિક અજમાવો

  -તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટો ઉપર કોણ કોણ નજર રાખી રહ્યું છે. એ વાતની જાણકારી મેળવવા માટે તમાર એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  - તેના માટે તમારે પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં WhatsApp-Who Viewed Me અથવા તો Whats Tracker નામની એપને ડાઉનલોડ કરવાની રહેશે.આ એપને ડાઉનલોડ કરતાની સાથે જ તમને 1mobile marketને પણ ડાઉનલોડ કરવી પડશે. કારણ કે આ એપ વગર WhatsApp- Who Viewed Me ડાઉનલોડ નહીં થાય. જોકે, 1mobile market આપોઆપ ડાઉનલોડ થઈ જશે.
  - એક વખત WhatsApp-Who Viewed Me ઈન્સ્ટોલ થઈ ગયા પછી તમે એ લોકોનું લીસ્ટ જોઈ શકો છો જેણે તમારી વોટ્સએપ પ્રોફાઈલ ફોટો જોઈ છે

  TikTok ભારતમાં ફરી આવશે? જાણો આ વખતે કયા નામથી કરશે એન્ટ્રી

  24 કલાકની જ માહિતી આપશે

  એપ્લિકેશનની સૂચિ તમને ફક્ત એવા લોકો વિશે જ જણાવી શકશે કે, જેમણે છેલ્લા 24 કલાકમાં તમારો ડીપી જોયો છે. એપ્લિકેશન કોન્ટેકની કેટેગરીને તમારી સામે મૂકશે જ્યાંથી તમે એવા લોકોની સૂચિ જોઈ શકશો કે, જેમણે તમારો ફોટો જોયો છે.

  આ એપ્લિકેશનો તમારા પોતાના જોખમે ડાઉનલોડ કરો

  આ એપ્લિકેશનને સ્માર્ટફોન પર ડાઉનલોડ કરતા પહેલા, તેને સંપૂર્ણ રીતે ચકાસો. આ એપ્લિકેશન તમારા માટે સલામત છે કે નહીં તે વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. તેથી જ જો તમે ઇચ્છતા હોવ તો, આ એપ્લિકેશનને તમારા પોતાના જોખમે ડાઉનલોડ કરો અને આ જોરદાર યુક્તિને અજમાવી લો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Mobile and tech, Mobile app, Tech tips and Tricks, Whats App

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन