તમે નકલી ખાવાનું તો નથી ખાઈ રહ્યા ને? તમારા ફોનથી આવી રીતે ચેક કરો

News18 Gujarati
Updated: July 8, 2019, 8:50 AM IST
તમે નકલી ખાવાનું તો નથી ખાઈ રહ્યા ને? તમારા ફોનથી આવી રીતે ચેક કરો
પ્રતિકાત્મક તસવીર

ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યૂમર અફેયર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ(FSSAI) હવે એક NGO (નોન ગવર્નમેન્ટ ઓર્ગોનાઇઝેશન)ના માધ્યમથી એક એપ્લિકેશન તૈયાર કરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બજારમાંથી સૌંદર્ય પ્રસાધન, ખાવાની વસ્તુ કે પછી FMCG (Fast-Moving Consumer Goods) ખરીદતી વખતે આપણે પેકિંગ પાછળ લખેલી કિંમત, એક્સપાયરી તારીખ, સર્ટિફિકેટની વિગતો પર વિશ્વાસ કરી લઈએ છીએ. પરતું આજકાલ બજારમાં અનેક નકલી વસ્તુઓ પણ મળી રહી છે, આથી આ વિગતોને જોઈને વિશ્વાસ કરી લેવો મુશ્કેલ છે. ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યૂમર અફેયર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ(FSSAI) હવે એક NGO (નોન ગવર્નમેન્ટ ઓર્ગોનાઇઝેશન)ના માધ્યમથી એક એપ્લિકેશન તૈયાર કરી છે. Smart Consumer એપ્લિકેશનથી ગ્રાહકો પ્રોડક્ટ વિશે યોગ્ય જાણકારી મેળવી શકે છે. તો જાણીએ શું છે આ એપ્લિકેશન અને તે કેવી રીતે કામ કરે છે. આ એપ્લિકેશનની મદદથી અસલી કે નકલી વસ્તુઓની ઓળખ થઈ શકે છે.

સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર પરથી Smart Consumer નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ધ્યાન રાખો કે આ એપની નીચે GS1 લખેલું હોય. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS બંને પર હયાત છે. આ એપ્લિકેશન પ્રોડક્ટ પાછળ આપેલો બારકોડ Scan કરે છે.શું કરશો?

મોબાઇલ ફોનમાં એપ્લિકેશન ઓપન કરો, જે પ્રોડક્ટ વિશે માહિતી મેળવવા માંગો છો તેનો બારકોડ સ્કેન કરો.

જો બારકોડ નંબર સ્કેન નથી થતો તો બારકોડ નીચે લખેલો નંબર (GTIN) એપ્લિકેશનમાં દાખલ કરો.તમે કોડ સ્કેન કરશો તેની સાથે જ પ્રોડક્ટ અંગેની તમામ જાણકારી સામે આવી જશે. જેમાં ઉત્પાદક, કિંમત, તારીખ, FSSAI લાઇસન્સ જેવી જાણકારી હશે.

જો તમારી સામે આ જાણકારી નથી આવતો તો ઉત્પાદકે તેની જાણકારી આપી નથી આથવા વસ્તુ નકલી છે.

વસ્તુ નકલી જ છે તે વાતની પુષ્ટિ કરવા માટે વસ્તુનું બીજું પેકેટ લો. આ પેકેટની માહિતી આવે છે તો સમજી લેવું કે પ્રથમ વાળી વસ્તુ નકલી છે.

જો કોઈ પ્રોડક્ટનું પેકેટ કે પછી સ્ટિકર ખરાબ હોય તો પણ એપના માધ્યમથી તે પ્રોડક્ટ અંગેની તમામ માહિતી મેળવી શકાય છે.

જો તમે કોઈ વસ્તુથી સંતુષ્ઠ નથી તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.
First published: July 8, 2019, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading