Home /News /tech /Tech Tips: કોઈ તમારો કૉલ રેકોર્ડ તો નથી કરી રહ્યું ને? આ ટ્રિકથી જાણો

Tech Tips: કોઈ તમારો કૉલ રેકોર્ડ તો નથી કરી રહ્યું ને? આ ટ્રિકથી જાણો

કોલ રેકોર્ડિંગ (ફાઇલ તસવીર)

Technology Tips: કોઈ તમારો કોલ રેકોર્ડ કરે, ત્યારે કેટલાક સંકેત મળે છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં લોકો આ સંકેતો તરફ ધ્યાન આપતા નથી. જોકે, આ સંકેતની મદદથી તમે કોલ રેકોર્ડિંગને ડિટેક્ટ કરી શકો છો. કોલ રેકોર્ડીંગ પકડવા માટે તમારે વાત કરતી વખતે વચ્ચે આવતા અવાજ પર ધ્યાન આપવું પડશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઘણા લોકો મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ (Call recording Apps for mobile) ખાસ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતાં આવ્યા છે. જેના કારણે આપણે જ્યારે કોઈ ખાસ કામથી કોલ પર વાત કરીએ તો તે કોલ રેકોર્ડ (Call recording in mobile) થતો હશે કે નહીં? તે શંકા હંમેશા રહે છે. અત્યારસુધી કૉલ રેકૉર્ડિંગ (Call recording)ની ઘણી ઍપ્સ બજારમાં હતી, જેથી લોકો ગુપ્ત રીતે કૉલ રેકૉર્ડ (Secretly call record) કરતા હતા અને સામા પક્ષે આ વાતની જાણ પણ થતી નહોતી. પરંતુ ગૂગલ (Google)એ તે તમામ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. આ થર્ડ પાર્ટી એપ્સથી એન્ડ્રોઇડ ફોનમાં કોઈ કોલ રેકોર્ડ કરી શકાશે નહીં.

આવી સ્થિતિમાં તમે ગૂગલ ડાયલરનો ઉપયોગ કરતી વખતે નોંધ્યું હશે કે, પહેલાં નંબર ડાયલ કરતી વખતે કોલ રેકોર્ડ કરવાનો વિકલ્પ મળતો હતો. ગૂગલ ડાયલરમાંથી કોલ રેકોર્ડિંગ ફીચરને હટાવ્યા બાદ અન્ય ઘણી કંપનીઓએ પણ પોતાના પ્લેટફોર્મ પરથી આ ફીચર હટાવી દીધું છે. જો કે, હજુ પણ ઘણી રીતે લોકો કોલ રેકોર્ડ કરી શકે છે. જેથી તમને કોઈ તમારો કોલ રેકોર્ડ કરી રહ્યું હોવાની શંકા જાય તો તમે સરળતાથી જાણી શકો છો.

કોઈ તમારો કોલ રેકોર્ડ કરે, ત્યારે કેટલાક સંકેત મળે છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં લોકો આ સંકેતો તરફ ધ્યાન આપતા નથી. જોકે, આ સંકેતની મદદથી તમે કોલ રેકોર્ડિંગને ડિટેક્ટ કરી શકો છો. કોલ રેકોર્ડીંગ પકડવા માટે તમારે વાત કરતી વખતે વચ્ચે આવતા અવાજ પર ધ્યાન આપવું પડશે.

કોલ રેકોર્ડિંગ વખતે કેવો સંકેત મળે છે?


ઘણા દેશોમાં ગુપ્ત રીતે કોઈના કોલને રેકોર્ડ કરવો ગેરકાયદે છે. આ જ કારણે મોટાભાગના મોબાઇલ ફોન ઉત્પાદકો હેન્ડસેટમાં બીપ અવાજ ઉમેરે છે. પરિણામે કોઇ તમારો કોલ રેકોર્ડ કરે ત્યારે તમને બીપનો અવાજ સંભળાય છે. જો તમારા ફોન પર કોલ દરમિયાન આ પ્રકારનો અવાજ આવે, તો સમજવું કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આ ફીચર બધા ફોનમાં નથી આવતું. તેથી તમે તેના પર સંપૂર્ણપણે નિર્ભર રહી શકતા નથી.

આ પણ વાંચો: હવે મોબાઇલ અને વાહનો બહાર પણ રિપેર કરાવી શકાશે

સિંગલ બીપ પણ છે સિગ્નલ


ઘણી વખત કોલ રેકોર્ડિંગ દરમિયાન સિંગલ બીપનો અવાજ પણ આવે છે. તમારો કોલ કનેક્ટ થતાંની સાથે જ બીપનો લાંબો અવાજ સંભળાય છે. આ અવાજ રેકોર્ડિંગ શરૂ થયું હોવાનો સંકેત છે. આ સિગ્નલ ફીચર ફોનમાં ઉપલબ્ધ હોય છે. આ સિવાય ઘણી વખત તમને કોલ રેકોર્ડિંગ સમયે મેસેજ સંભળાય છે. આ મેસેજ કોલ રેકોર્ડિંગ શરૂ થતા જ ઓડિયોમાં સાંભળવા મળે છે.

મોટાભાગની કંપનીઓ દ્વારા કોલ રેકોર્ડિંગ હટાવાયું


હવે કોલિંગ રેકોર્ડિંગનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. આનું મુખ્ય કારણ ગૂગલ સહિતની મોટાભાગની કંપનીઓ દ્વારા કોલ રેકોર્ડિંગને હટાવવાનું છે. ગૂગલ બાદ ટ્રુકોલરે પણ પોતાના પ્લેટફોર્મ પરથી કોલ રેકોર્ડિંગ ફીચરને બંધ કરી દીધું હતું. જે કંપનીઓના ફોનમાં ગૂગલ ડાયલરનો ઉપયોગ થાય છે, તેમાં હવે તમને કોલ રેકોર્ડિંગ ઓપ્શન નહીં મળે.

આ પણ વાંચો: શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

અહીં નોંધનીય છે કે, ફિચર ફોનમાં હજુ પણ કોલ રેકોર્ડિંગની સુવિધા મળે છે અને કોઇપણ વ્યક્તિ સરળતાથી તમારો કોલ રેકોર્ડ કરી શકે છે. જેથી આવી કોઈ પણ પરિસ્થિતિથી બચવા માટે તમારે ઉપર જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: App, ટેકનોલોજી, સ્માર્ટફોન

विज्ञापन
विज्ञापन