Home /News /tech /Juice Jacking: ચાર્જિંગમાં લગાવ્યો મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ થઈ ગયું ખાલી!

Juice Jacking: ચાર્જિંગમાં લગાવ્યો મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ થઈ ગયું ખાલી!

જૂસ જેકિંગ

What is Juice Jacking: ફેબ્રુઆરી 2021માં કરેલા દિલ્હી, બેંગ્લોર મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે, જાહેર સ્થળ પર લાગેલા 22% ચાર્જિંગ સ્ટેશન સુરક્ષિત નથી અથવા હેકરોએ પહેલેથી તે સ્થળને હેક કરી લીધા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: જાહેર સ્થળો પર મોબાઈલ ફોનને ચાર્જ કરવો જોખમી સાબિત થઈ શકે છે. અનેક લોકોના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા કાઢવામાં આવ્યા છે. હાલના દિવસોમાં ઠગબાજો જૂસ જેકિંગ (Juice jacking attack) મારફતે લોકોના ખાતામાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરી રહ્યા છે. જૂસ જેકિંગ એક પ્રકારનો સાઈબર અથવા વાયરસ અટેક હોય છે. આ પ્રકારના અટેકમાં ક્રિમિનલ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેડન્ડ અથવા મોલ જેવા જાહેર સ્થળ પર જે USB ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તેની મદદથી મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ અથવા અન્ય ડિવાઈસમાં માલવેર ઈન્સ્ટોલ કરીને અંગત માહિતી ચોરી કરી લે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં હૈદરાબાદમાં એક કંપનીના CEOએ જાહેર સ્થળ પર USB પોર્ટથી મોબાઈલ ચાર્જ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે, તેમના એકાઉન્ટમાંથી 16 લાખની ઉઠાંતરી કરવામાં આવી છે. અગાઉ દિલ્હીમાં પણ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે દિલ્હી એરપોર્ટ પર USB ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરી રહી હતી. ત્યારબાદ તેના ફોનમાં મેસેજ આવ્યો કે, તેના ખાતામાંથી 1 લાખ 20 હજાર કાઢી લેવામાં આવ્યા છે. આ પ્રકારના કેસ સામે આવતા સરકારે લોકોને સાવચેત કર્યા છે. આ બાબત કેટલી જોખમી છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ફોન ચાર્જ થાય છે અને એકાઉન્ટ ખાલી થઈ જાય છે!


જૂસ જેકિંગનો અર્થ છે કે, જાહેર સ્થળ પર મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પોર્ટની મદદથી મોબાઈલમાં સાઈબર અટેક કરવામાં આવે છે. પાવર કેબલ અથવા ડેટા કેબલથી સાઈબર અટેક થઈ શકે છે. જો જાહેર સ્થળ પર મોબાઈલ ચાર્જ કરવા માટે મૂકવામાં આવે તો આ બંને કેબલ મોબાઈલ ફોન માટે જોખમ બની શકે છે. અનેક લોકો રેલ્વે સ્ટેશન, મેટ્રો, બસ સ્ટેન્ડ અથવા એરપોર્ટ પર ચાર્જિંગ પોર્ટ ખાલી દેખાય તો તેમાં ફોન ચાર્જ માટે મૂકી દે છે. તમારો મોબાઈલ ચાર્જ થઈ રહ્યો છે, પરંતુ તેની તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. આ દરમિયાન તમારા મોબાઈલ પર માલવેરથી સાઈબર અટેક થઈ શકે છે. જાહેર સ્થળ પર USB ચાર્જિંગ પોર્ટથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ પ્રકારના ઓનલાઈન અપરાધને જૂસ જેકિંગ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

આ પ્રકારે ફોન હેક થાય છે


સાઈબર ક્રિમિનલ જાહેર સ્થળ પર લાગેલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનને હેક કરી લે છે. તમે જેવો તમારો ફોન ચાર્જ કરવા માટે મૂકો છો, ત્યારે ફોનના USB પોર્ટથી તમારા ફોનમાં Crawler પ્રોગ્રામ અથવા માલવેર ઈન્સ્ટોલ થઈ જશે. આ પ્રકારે તમારા ફોનનું એક્સેસ હેક થઈ શકે છે.

ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી


ગયા વર્ષે લોકડાઉનમાં આ પ્રકારના મામલા બંધ થઈ ગયા હતા. કોરોના બાદ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અથવા સાર્વજનિક સ્થળો પર લોકોની અવર જવર વધી જતા ફરી આ પ્રકારના સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. SBI સહિત અનેક બેન્કોએ લોકોને આ પ્રકારના મામલે એલર્ટ કર્યા છે. ગૃહ મંત્રાલયના સાઈબર યૂનિટે એડવાઈઝરી જાહેર કરી છે.

આ પણ વાંચો: 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ! ભારતીય યુઝર્સનો ડેટા ચોરી ચીન મોકલાતો

જાહેર સ્થળ પર લાગેલા 22% ચાર્જિંગ સ્ટેશન સુરક્ષિત નથી


એલર્ટ ઈન્ડિયન્સ નામની સંસ્થા સાઈબર સિક્યોરિટી પર રિસર્ચ કરી રહી છે. ફેબ્રુઆરી 2021માં કરેલા દિલ્હી, બેંગ્લોર મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે, જાહેર સ્થળ પર લાગેલા 22% ચાર્જિંગ સ્ટેશન સુરક્ષિત નથી અથવા હેકરોએ પહેલેથી તે સ્થળને હેક કરી લીધા છે. અન્ય સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જાહેર સ્થળ પર જે ફ્રી WiFi ઉપલબ્ધ છે, તેમાં 33% કનેક્શન એવા હતા, જે ફોન અથવા લેપટોપમાં માલવેર અને વાયરસ એન્ટર કરી રહ્યા હતા. જેની મદદથી હેકરને ફોન અને લેપટોપનું એક્સેસ મળી જતું હતું.


આ પ્રકારે કરવાથી ફોન સુરક્ષિત રહેશે


• જાહેર સ્થળ ચાર્જિંગ સ્ટેશન પર મોબાઈલ ફોન ચાર્જ ના કરો
• ફોનનું ચાર્જર અને બેટરી બેન્ક સાથે જ રાખો, જેથી ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત ના રહે.
• જરૂર હોય તો દીવાલ પર લાગેલા વીજળીના સોકેટમાં ચાર્જર લગાવીને ફોન ચાર્જ કરો.
• ફોનના સેટીંગમાં USB debugging માં Install over ADB નામનું ઓપ્શન હોય છે. આ ઓપ્શન હંમેશા ઓફ રાખો.
• ફોન અને લેપટોપમાં એવો એન્ટી વાયરસ ઈન્સ્ટોલ કરો, જેનાથી તમારો ડેટા ચોરી ના થઈ શકે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ટેકનોલોજી, મોબાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन