Home /News /tech /CNG car Mileage: સીએનજી કાર માલિકો આટલી વાતો પર આપો ધ્યાન, ખિસ્સું હળવું નહીં થાય

CNG car Mileage: સીએનજી કાર માલિકો આટલી વાતો પર આપો ધ્યાન, ખિસ્સું હળવું નહીં થાય

સીએનજી કારની માઇલેજ વધારવાની ટીપ્સ

How to increase car mileage: હવાની સરખામણીએ CNG ખૂબ જ હળવો હોય છે. જો તમારી કારનું એર ફિલ્ટર ખરાબ થશે, તો CNG પસાર નહીં થઈ શકે. જેના કારણે એન્જિન પર અસર થશે. આ કારણોસર નિયમિતરૂપે કારનું ફિલ્ટર સાફ કરવું જોઈએ.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Improve mileage of CNG car: પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા થઈ ગયા છે, જેના કારણે કાર ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. કાર ઓછી માઈલેજ આપવા લાગે તો આ ખર્ચ ડબલ થઇ જાય છે. કોઈપણ કારના માલિક માટે તેની ગાડીની માઈલેજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. વધુ માઈલેજનો લાભ મેળવવા માટે મોટાભાગના લોકો CNG કાર ખરીદી લે છે. જેમ જેમ ગાડી જૂની થતી જાય છે, તેમ તેમ ગાડીની માઈલેજ ઘટતું જાય છે. CNG ગાડીની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો તેની માઈલેજ પેટ્રોલ ગાડી જેટલું થઈ શકે છે. જો તમે પણ CNG કારનો ઉપયોગ કરો છો, તો અહીં અમે તમને કેટલીક ખાસ ટીપ્સ આપી રહ્યા છીએ. જેની મદદથી તમારી CNG કારનું માઈલેજ વધી જશે.

    એર ફિલ્ટર સાફ કરો


    હવાની સરખામણીએ CNG ખૂબ જ હળવો હોય છે. જો તમારી કારનું એર ફિલ્ટર ખરાબ થશે, તો CNG પસાર નહીં થઈ શકે. જેના કારણે એન્જિન પર અસર થશે. આ કારણોસર નિયમિતરૂપે કારનું ફિલ્ટર સાફ કરવું જોઈએ.

    ટાયર પ્રેશર મેઈન્ટેઈન રાખો


    હંમેશા ટાયર પ્રેશરનું ધ્યાન રાખો. તમારી ગાડીના ટાયર સીધા રસ્તાના સંપર્કમાં રહે છે. આ કારણોસર જો ટાયરનું પ્રેશર મેઈન્ટેઈન ન હોય તો ગાડીના માઈલેજ પર અસર થાય છે. કારના તમામ ટાયરમાં હંમેશા યોગ્ય દબાણ હોવું જોઈએ. ટાયરમાં હવા ઓછી હોય તો એન્જિને વધુ મહેનત કરવી પડે છે. આ કારણોસર તમે જ્યારે પણ ગાડી લઈને બહાર જાવ તો એક વાર ટાયરની હવા ચેક જરૂર કરી લેવી જોઈએ.

    લીકેજની તપાસ


    સમય જતા CNG કિટ લીકેજ થવા લાગે છે. અનેક લોકો સસ્તી CNG કીટ લગાવે છે, જેમાં આ પ્રકારની સમસ્યા આવી શકે છે. સમયાંતરે સિલિન્ડરથી જોડાયેલ પાઈપથી લીકેજની તપાસ કરતા રહો. જેનાથી માઈલેજને અસર થાય છે, જેની સાથે સાથે જીવને પણ જોખમ રહે છે.


    સારા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો


    પેટ્રોલ કારની સરખામણીએ CNG વાહનનું ઈગ્નિશન ટેમ્પરેચર વધુ હોય છે. આ કારણોસર CNG કારમાં વધુ મજબૂત સ્પાર્ક લગાવવાની જરૂરિયાત હોય છે. પોતાની કારમાં સારી ક્વોલિટીનો સ્પાર્ક પ્લગ લગાવો. જો આ સ્પાર્ક પ્લગ ખરાબ ગુણવત્તાનો હોય તો તેને તાત્કાલિક બદલી દેવો જોઈએ.
    First published:

    Tags: Automobile, CNG, Diesel, Petrol, કાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन