Home /News /tech /Tires Care: બાઇકના ટાયરનું આયુષ્ય વધારવા માટે આ વાતોનું રાખો ધ્યાન, વારંવાર બદલવાની નહીં આવે નોબત

Tires Care: બાઇકના ટાયરનું આયુષ્ય વધારવા માટે આ વાતોનું રાખો ધ્યાન, વારંવાર બદલવાની નહીં આવે નોબત

બાઇકના ટાયરોની સુરક્ષા માટે અપનાવો આ ટિપ્સ

Bike Tires Care: ટાયર કોઈપણ બાઇકના સૌથી મહત્વપૂર્ણ પાર્ટ્સમાંથી એક છે. તેથી તેમની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. તમારી બાઇકના ટાયરની લાઇફ વધારવા માટે તમે અહીં જણાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકો છો.

નવી દિલ્હી. ટાયર કોઇપણ વ્હીકલના સૌથી મહત્વના પાર્ટ્સમાંથી એક છે. ટાયર વગર બાઇકની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે સતત જમીન સાથે સંપર્કમાં રહે છે અને ઘર્ષણનો સામનો કરે છે. ક્યારેક સપાટ તો ક્યારેક ઉબડખાબડ જમીનથી સતત સંપર્કના કારણે ટાયરનું ઘસાવું કે પંક્ચર થવું સામાન્ય છે. તેનાથી ટાયરનું આયુષ્ય ઘટે છે. પરંતુ જો તમને તમારી બાઇકના ટાયરની ઉંમર વધારવી છે, તો અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સને ફોલો કરીને તમે એવું કરી શકો છો.

એર પ્રેશર

પોતાની બાઇકના ટાયરમાં હવાના પ્રેશરને યોગ્ય લેવલ પર રાખો. એક બાઇકના ટાયર માટે એર પ્રેશર કોઈ અન્ય બાઇકથી અલગ હોઈ શકે છે. આ બાઇક નિર્માતા કંપની દ્વારા આપવામાં આવેલી મેન્યુઅલમાં જણાવવામાં આવ્યું હોય છે. તેથી ટાયરમાં યોગ્ય એર પ્રેશર રાખવા માટે યુઝર મેન્યુઅલ ચેક કરો.

સ્પીડ અને બ્રેકનો ઉપયોગ સમજદારીથી કરો

બાઇકની સ્પીડને એકદમથી ન વધારો કે અચાનક બ્રેક પણ ન મારો. તેનાથી તમારા પાછલા ટાયરની રબર બળી શકે છે. બાઇકને સમજદારી અને સુરક્ષા સાથે ચલાવો.

આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

શેડમાં કરો પાર્કિંગ

હંમેશા પ્રયત્ન કરો કે બાઇકને તડકામાં ન ઊભી રાખો. તેને કોઈ શેડ અથવા એવી જગ્યાએ પાર્ક કરો જ્યાં તેને સીધા સૂર્યપ્રકાશનો સામનો ન કરવો પડે. તડકો રબરને ઝડપથી ખરાબ કરી શકે છે અને તમારી બાઇકના ટાયરની ઉંમર ઘટી શકે છે. જો તમે ઘણાં દિવસો સુધી બાઇકને તડકામાં ઊભી રાખો છો, તો તમને ટાયરમાં તિરાડ દેખાવા લાગશે.

સારા રસ્તા પર બાઇક ચલાવો

શક્ય હોય તો બાઇકને સપાટ અને સારા રસ્તા પર ચલાવો. ઉબડખાબડ રસ્તા પર બાઇક ચલાવવાથી ટાયરની લાઈફ ઘટે છે.

આ પણ વાંચો: જલ્દી લોન્ચ થવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 700 km

વ્હીલ્સનું અલાઇનમેન્ટ

સમયાંતરે વ્હીલ્સનું અલાઇનમેન્ટ ચેક કરાવતા રહો. તે માટે યોગ્ય સમય યુઝર મેન્યુઅલમાં આપવામાં આવ્યો હોય છે. ખોટું અલાઇનમેન્ટ ટાયરની ઉંમર ઘટાડી શકે છે.

ગ્રિપવાળા ટાયરનો ઉપયોગ કરો

ગ્રિપ વગરના ટાયરનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ક્યારેક ટાયર્સમાં હવા ઓછી હોવાને કારણે બાઇકની માઇલેજ ઘટી જાય છે. ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધુ આવે છે. તેથી અઠવાડિયામાં એકવાર ટાયરની હવા જરૂર ચેક કરો. આ સિવાય બાઇકના ટાયર્સમાં નાઈટ્રોજન ગેસની ફિલિંગ કરવી જોઈએ કારણ કે, નાઈટ્રોજન ગેસ ટાયરને ગરમ થવા દેતો નથી.
First published:

Tags: Auto, Auto news, Bikes, Car Bike News, Tires Care