Home /News /tech /પર્સનલ ડેટા લીક કરતી નકલી વેબસાઈટની જાણકારી કેવી રીતે મેળવવી?
પર્સનલ ડેટા લીક કરતી નકલી વેબસાઈટની જાણકારી કેવી રીતે મેળવવી?
જે પણ વેબ એડ્રેસની શરૂઆતમાં "HTTP" લખ્યું હોય તેને “hypertext transfer protocol” કહે છે
Tech News - કોઈપણ વેબસાઈટનો (website)ઉપયોગ કરતા પહેલા વેબસાઈટની તપાસ કરી લેવી જરૂરી છે, જો તે વેબસાઈટ ફ્રોડ છે, તો તમારી વ્યક્તિગત જાણકારીનો ખોટો ઉપયોગ થઈ શકે છે
અત્યારે તમામ પ્રકારના કામ ઓનલાઈન (Online)થઈ રહ્યા છે. ડિજિટલી ડેટા ટ્રાન્સફર (Data transfer)કરવામાં આવે છે અને મેળવવામાં આવે છે. તમામ પ્રકારનું વેરિફિકેશન પણ ઓનલાઈન થઈ રહ્યું છે. આજના સમયમાં વ્યક્તિ પોતાની વ્યક્તિગત જાણકારી જેમ કે, PAN કાર્ડ હોય કે ફોટો હોય તમામ માહિતી ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. કોઈપણ વેબસાઈટનો (website)ઉપયોગ કરતા પહેલા વેબસાઈટની (Check web address before use any website) તપાસ કરી લેવી જરૂરી છે, જો તે વેબસાઈટ ફ્રોડ છે, તો તમારી વ્યક્તિગત જાણકારીનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
કનેક્શન ટાઈપ ચેક કરો (Check connection Type)
કનેક્શન ટાઈપ ચેક કરવા માટે તમારે વધારે રિસર્ચ કરવાની જરૂર નથી. જે પણ વેબ એડ્રેસની શરૂઆતમાં "HTTPS" લખ્યું હોય તે સાઈટ સિક્યોર હોય છે. "HTTPS" Secure Sockets Layer (SSL) અથવા Transport Layer Security (TLS) નો ઉપયોગ કરીને તમારા કનેક્શનને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. જેનો અર્થ છે કે, જે પણ ડેટા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, તે તમારી અને રિસીવિંગ પાર્ટીની વચ્ચે જ રહેશે. આ ડેટા કોઈ સ્કેમર રીડ કરી શકતો નથી.
જે પણ વેબ એડ્રેસની શરૂઆતમાં "HTTP" લખ્યું હોય તેને “hypertext transfer protocol” કહે છે, જે ઓન ડિમાન્ડ કનેક્શન બનાવે છે. આ કારણોસર વેબ એડ્રેસની શરૂઆતમાં "HTTP" લખ્યું હોય તે વેબસાઈટ કનેક્શન સિક્યોર કરવા માટે સમય લેતી નથી. જેના કારણે તમારો ડેટા સુરક્ષિત રહેતો નથી.
પેડ લોક દ્વારા (padlock)
તમે પેડ લોકની મદદથી પણ વેબસાઈટની સિક્યોરિટી ચેક કરી શકો છો. પેડ લોક આઈકોન પર ક્લિક કરવાથી કનેક્શનની સિક્યોરીટી અંગેની તથા અન્ય તમામ માહિતી મળી રહે છે.
માત્ર "HTTPS" અથવા પેડ લોકથી વેબસાઈટ સિક્યોર છે કે નહીં તે જાણી શકાતું નથી. ઘણી વાર ફ્રોડ વેબસાઈટ અસલી વેબસાઈટ દેખાય તે માટે કેટલાક ખાસ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર URL એકવાર ધ્યાનથી ચેક કરી લેવી જોઈએ. Virus Total એક પ્રચલિત વેબસાઈટ છે. જે કોઈપણ URL ને સ્કેન કરે છે અને જે પણ વેબસાઈટ શંકાસ્પદ હોય અથવા મેલિશિયસ હોય તો તેની જાણકારી પણ આપે છે.
પોપ અપ પર ધ્યાન આપવું (popup button)
સાઈબર ક્રિમિનલ્સ પોપ અપની મદદથી ફોન અને કમ્પ્યૂટરની મદદથી યૂઝર્સની પર્સનલ જાણકારી મેળવવાની કોશિશ કરે છે. મોબાઈલ પર કોઈપણ વેબસાઈટ ઓપન કરતા પહેલા પોપ અપ મેસેજ ચેક કરી લો. ઘણી વાર પોપ અપ મેસેજથી તમારી જાણકારી અન્ય વેબસાઈટને આપી દેવામાં આવે છે. આ પ્રકારની વેબસાઈટ મેલિશિયસ હોઈ શકે છે. આ પોપ અપની મદદથી યૂઝર્સને ડાયરેક્ટ એવી જાહેરાત પર મોકલી દેવામાં આવે છે, જ્યાંથી બહાર નીકળી શકાતું નથી. જે વેબસાઈટ પર સતત પોપ અપ જોવા મળે તેવી વેબસાઈટથી દૂર રહેવું જોઈએ.
વેબસાઈટ અસલી છે કે નકલી તે જાણવા માટે વેબસાઈટના પેજ પર કન્ટેન્ટની ક્વોલિટી પણ ચેક કરો. ફોટોની ક્વોલિટી જોઈને અને વેબસાઈટ પર લખેલ કન્ટેન્ટની ભાષા વાંચીને પણ વેબસાઈટ અસલી છે કે નકલી તે જાણી શકાય છે. નકલી વેબસાઈટમાં પ્રોફેશનલ ટીમ કામ કરતી ન હાવોના કારણે કન્ટેન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક પણ હોઈ શકે છે.
Google Safe Browsing Transparency Report ની મદદથી વેબસાઈટ અસલી છે કે નકલી જાણી શકાય છે. Google Safe Browsing Transparency Report માં જઈને વેબ એડ્રેસ પેસ્ટ કરો, ત્યારબાદ ગૂગલ આ વેબ એડ્રેસ સ્કેન કરીને જણાવશે કે વેબ એડ્રેસ અસલી છે કે નકલી. જો તમારે કોઈ વેબસાઈટ ઓપન કરવી છે તો બ્રાઉઝરમાં જઈને વેબસાઈટ ઓપન કરો. બ્રાઉઝરમાં જઈને વેબસાઈટ ઓપન કરવાથી નકલી વેબસાઈટ પર જવાનું જોખમ ઓછું રહે છે. જો તમે સર્ચ એન્જિનમાં જઈને વેબસાઈટ વિશે સર્ચ કરો છો પરંતુ કંઈ જોવા મળી રહ્યું નથી તો તેનો અર્થ છે કે, તે વેબસાઈટ મેલિશિયસ છે.
પરમિશન રિક્વેસ્ટ જોવો (Permission Request)
જો કોઈ વેબસાઈટ તમારા ફોનમાં બ્રાઉઝરથી કંઈ એક્સેસ કરવા ઈચ્છે છે તો બ્રાઉઝરને પરમિશનની જરૂરિયાત રહે છે. અસલી વેબસાઈટ પણ આ પ્રકારની પરમિશન માંગે છે. પરમિશન માંગીને વેબસાઈટ તમને કંઈ ડાઉનલોડ કરવા માટે કહે અથવા પર્સનલ જાણકારી ફિલ અપ કરવાનું કહે તો પર્સનલ જાણકારી ફિલ અપ કરવી નહીં. આ પ્રકારની વેબસાઈટ સેફ હોતી નથી, આ કારણોસર પરમિશન ધ્યાનથી વાંચવી જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર