નવી દિલ્હી. ડિજિટલ જમાનામાં મોટાભાગના કામ ઓનલાઈન થવા લાગ્યા છે. તમે ઘરે બેઠા માત્ર એક ક્લિક પર કંઈપણ ખરીદી શકો છો. આ ડિજિટલ યુગમાં ચૂકવણી માટેના અનેક વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઓનલાઈન લેવડદેવડ માટે ‘ફોન પે’ (PhonePe), ‘ગુગલ પે’ (Google Pay), ‘પેટીએમ’ (Paytm), ‘ભીમ યુપીઆઈ’ (BHIM UPI)નું ચલણ વધી રહ્યું છે.
આ જ રીતે ‘અમેઝોન પે’ (Amazon Pay) પણ એક ઓનલાઈન પેમેન્ટ સર્વિસ એપ્લિકેશન છે. અમેઝોન પે દ્વારા સહેલાઈથી ચૂકવણી કરી શકાય છે. ‘અમેઝોન પે’ પણ અન્ય UPIની જેમ ‘ફોન પે’, ‘ગુગલ પે’, ‘પેટીએમ’, ‘ભીમ યુપીઆઈ’ની જેમ જ છે. પરંતુ અમેઝોન ઈન્ડિયા પાસે ચૂકવણી કરવા માટે અન્ય કોઈ અલગ એપ્લિકેશન નથી.
• સૌથી પહેલા ફોનમાં અમેઝોન એપ્લિકેશન ખોલીને તેમાં Amazon Pay ઓપ્શન પર ક્લિક કરો. • પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરીને બાદમાં મેનેજ બેન્ક અકાઉન્ટ પર જઈને add new bank account પર ક્લિક કરવું. • હવે Add bank Account Linked to UPI પર જઈને તેમાં આપવામાં આવેલ લિસ્ટમાં પોતાનું બેન્ક એકાઉન્ટ પસંદ કરો. • જો તમે ડ્યૂઅલ સીમનો ઉપયોગ કરો છો તો જે સીમમાં બેન્ક રજિસ્ટર્ડ છે તે સીમ પસંદ કરવાનું રહેશે. • હવે તમારે verify your mobile number પર ક્લિક કરો. અમેઝોન SMS મોકલીને તમારો નંબર વેરિફાઈ કરશે.
• મોબાઈલ વેરિફાઈ કર્યા બાદ Link bank Account પર ક્લિક કરો. • હવે તમારે તમારા ડેબિટકાર્ડની ડિટેઈલ વેરિફાઈ કરવાની રહેશે, જે માટે તમારે તમારા કાર્ડના છેલ્લા 6 ડિજિટ અને એક્સપાયરી ડેટ દાખલ કરો. • ત્યારબાદ Set your UPI PIN પર જઈને તમારો પિન બનાવો. બસ હવે તમારી એમેજોન યુપીઆઈ આઈડી બની ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર