મોબાઈલ ચોરી થઇ જાય તો આવી રીતે શોધી શકાય છે? ડિલીટ પણ કરી શકાય છે ડેટા

મોબાઈલ ચોરી થઇ જાય તો આવી રીતે શોધી શકાય છે? ડિલીટ પણ કરી શકાય છે ડેટા
(તસવીર - shutterstock)

આજે અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જેની મદદથી તમે મોબાઈલનું લોકેશન શોધી શકશો. એટલું જ નહીં તમે તેનો ડેટા પણ ઈરેઝ કરી શકશો

 • Share this:
  ઘણી વખત લોકો પોતાનો મોબાઈલ ફોન ક્યાંક મૂકીને તેને ભૂલી જાય છે. બાદમાં તે મળતો નથી અને ખોવાઈ જાય છે. તો ભીડવાળી જગ્યાઓએ મોબાઈલ ચોરાઈ જતા હોય છે. ઘરમાં ગુમ થયેલા મોબાઈલને આપણે અન્ય મોબાઈલની મદદથી કોલ કરીને શોધી શકાય છે. પરંતુ ઘરની બહાર મોબાઈલ ખોવાઈ જાય તો? આજે અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જેની મદદથી તમે મોબાઈલનું લોકેશન શોધી શકશો. એટલું જ નહીં તમે તેનો ડેટા પણ ઈરેઝ કરી શકશો.

  ગૂગલનું એક ફીચર Find My Device દ્વારા યૂઝર તેના એન્ડ્રોઇડ મોબાઈલનો બધો ડેટા હટાવી શકે છે. જોકે, તેને સાવધાનીથી યૂઝ કરવું જોઈએ. આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારો મોબાઇલ ઓન હોવો જરૂરી છે. તેમજ ગૂગલ એકાઉન્ટ પણ સાઈન ઈન હોવું અને મોબાઈલ ડેટા અથવા વાઇફાઇ સાથે કનેક્ટ હોવો આવશ્યક છે. સાથે જ ફોનનું લોકેશન અને Find My Device ઓપ્શન પણ ઓન હોવો જોઈએ.  આ પણ વાંચો - ક્રિકેટર જસપ્રીત બુમરાહના સંજના ગણેશન સાથે થયા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

  આ રીતે શોધો તમારા ફોનનું લોકેશન

  - સૌપ્રથમ android.com/find પર જઈને ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઈન કરો.
  - જો તમારા પાસે એકથી વધુ મોબાઈલ હોય તો સ્ક્રીનના ટોપ પર ગુમ થયેલા ફોન પર ક્લિક કરો.
  - તમારા ફોનની એકથી વધુ યૂઝર પ્રોફાઈલ છે, તો ગૂગલ એકાઉન્ટ સાથે સાઈન ઈન કરો, જે મેઈન પ્રોફાઈલ પર હાજર હશે.
  - જે બાદ ખોવાયેલા ફોન પર નોટિફિકેશન જશે.
  - ત્યાર બાદ ગૂગલ મેપ પર લોકેશન દેખાશે અને તમને જાણકારી મળશે કે તમારો ફોન ક્યાં છે.
  - જો તમારો મોબાઈલ નહીં મળે તો તમને તેનું છેલ્લું લોકેશન જોવા મળશે.

  મોબાઈલનું લોકેશન મળ્યા બાદ તમને સ્ક્રીન પર ત્રણ ઓપશન મળશે

  1. પ્લે સાઉન્ડ : આ ઓપ્શનથી તમારો ફોન સાઇલન્ટ કે વાઈબ્રેટ મોડમાં હશે તો પણ 5 મિનિટ માટે ફૂલ વોલ્યૂમ પર રિંગ થશે.

  2. સિક્યોર ડિવાઇસ : આ ઓપ્શનથી તમે તમારા ફોનને પિન કે પાસવર્ડથી લોક કરી શકશો. જો તમારા પાસે અગાઉથી લોક નથી, તો તમે ફોન લોક કરી શકશો. સાથે જ તમે લોક સ્ક્રીન પર મેસેજ પણ એડ કરી શકો છો.

  3. ઈરેઝ ડિવાઇસ: આ ઓપ્શનની મદદથી તમારા મોબાઈલનો બધો ડેટા ડિલીટ થઇ જશે. જોકે, તેનાથી SD કાર્ડમાં રહેલો ડેટા રહી શકે છે. જે બાદ તમારા ફોનમાં ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર કામ નહીં કરે.
  Published by:News18 Gujarati
  First published:March 16, 2021, 14:59 pm

  ટૉપ ન્યૂઝ