Home /News /tech /

1 મિનિટનો Video બનાવો અને દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ કમાવો! અહીં મળી રહી તક, જાણો પ્રોસેસ

1 મિનિટનો Video બનાવો અને દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ કમાવો! અહીં મળી રહી તક, જાણો પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

તમને વિશ્વના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને યુટ્યુબ (Youtube) પર આ તક મળશે.

  નવી દિલ્હી : જો તમે સોશિયલ મીડિયા(Social Media)થી પૈસા કમાવવા માંગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જ્યાં તમે ઘરે બેઠા એક મોટી રકમ કમાઈ શકો છો. તમને વિશ્વના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) અને યુટ્યુબ (Youtube) પર આ તક મળશે. તાજેતરમાં ફેસબુક Inc (Facebook Inc) એ કહ્યું છે કે, તે તેના પ્લેટફોર્મ પરની કન્ટેન્ટ ક્રિએટર્સ(content creators)ને જાહેરાતો દ્વારા શોર્ટ ફોર્મ વિડિઓથી કમાણી કરવાની મંજુરી આપશે. કંપનીએ કહ્યું કે, ફેસબુક હવે સર્જકોને વધુ પૈસા કમાવવામાં મદદ કરશે. જ્યાં ક્રિએટર્સ શોર્ટ વિડિઓઝ બનાવીને જાહેરાત દ્વારા પૈસા કમાવવા માટે સક્ષમ હશે. કંપની આ માટે યોજના બનાવી રહી છે. આ સિવાય ફેસબુકે એમ પણ કહ્યું છે કે, કઈ રીતે લોકો ફેસબુક પર કમાણી કરી શકે છે. ચાલો જાણીએ વિગતવાર-

  ફેસબુક પર 1 મીનિટ સુધીના વીડિયોથી પૈસા કેવી રીતે મળશે? (How to earn money from Facebook?)

  કંપની હવે સોશિયલ નેટવર્ક્સ પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ડિમોનેટાઇઝેશન વિકલ્પમાં વધારો કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફેસબુક પર યુઝર્સ એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાવવા માટે સક્ષમ હશે. જો કે, શરત એ છે કે, આ એક મિનિટના વિડિઓમાં ઓછામાં ઓછી 30 સેકંડની જાહેરાત ચાલવી આવશ્યક છે. આજ રીતે, ત્રણ મિનિટ અથવા વધુના વિડિઓ માટે, લગભગ 45 સેકંડની જાહેરાત ચાલવી જોઈએ. આનો અર્થ એ છે કે, તમારા મનપસંદ ક્રિએટર્સને તેમના વિડિઓથી વધુ પૈસા મળશે. તમને જણાવી દઇએ કે, અગાઉ ફક્ત ત્રણ મિનિટ અથવા વધુના વિડિઓ પર, લોકો જાહેરાતો સાથે કમાણી કરી શકતા હતા, જેમાં એક મિનિટ પહેલાં કોઈ જાહેરાત બતાવવામાં આવતી ન હતી.

  આ પણ વાંચોDetelનું આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદો માત્ર 39,999 રૂપિયામાં, સિંગલ ચાર્જમાં ચાલશે 60 કિમી, જાણો બધું જ

  પોસ્ટ્સના 6 મિલિયન વ્યૂ હોવા જોઈએ

  કંપનીનું કહેવું છે કે, યુઝર્સના પેજને છેલ્લા 60 દિવસ દરમિયાન તેના વીડિયોના કુલ મિલાવી 6 લાખ વ્યૂની જરૂર રહેશે. લાઇવ વિડિઓની નવી જાહેરાત સિસ્ટમ માટે, લોકોએ 60,000 મિનિટ સુધીનો વીડિયો જોવો આવશ્યક છે.

  Twitter લાવ્યું ઘરે બેઠા પૈસા કમાવાની તક (How to earn money from Twitter?)

  જો તમે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના એક્ટિવ યુઝર્સ છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. ટ્વિટર દ્વારા તમને તેની વિશેષ સુવિધાઓ દ્વારા કમાણી કરવાની તક આપવામાં આવે છે. જો તમે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો ઉપયોગ કરો છો અને તમારી પાસે ઘણા બધા ફોલોઅર્સ છે, તો તમારી પાસે પણ પૈસા કમાવવાની તક રહેશે. ટ્વીટરે તાજેતરમાં જ બે નવી સુવિધાઓની ઘોષણા કરી છે. જો તમે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો પણ ઉપયોગ કરો છો અને તમારી પાસે ઘણા બધા ફોલોઅર્સ છે તો તમે પૈસા પણ કમાવી શકો છો ટ્વિટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેના વપરાશકર્તાઓ તેમના ફોલોઅર્સ પાસેથી કમાણી કરી શકે છે. પોતાના યુઝર્સ તરફથી સ્પેશ્યલ કન્ટેન્ટ માટે દર મહિને 4.99 ડોલર અથવા લગભગ 362 રૂપિયા લઈ શકો છો. તમારા ફોલોઅર્સે તમારા સ્પેશ્યલ કન્ટેન્ટ જોવા અને ન્યુઝલેટર પામવા માટે દર મહિને 364 રૂપિયા ચૂકવવા પડશે.

  આ પણ વાંચોIND VS ENG: ક્રિસ જોર્ડને સૂર્યકુમારનો શાનદાર કેચ પકડ્યો, Video જોઈ આંખો ખુલી જ રહી જશે

  Instagramથી કેવી રીતે કમાણી થાય? (How to earn money from Instagram?)

  વર્તમાનમાં ઇન્સ્ટાગ્રામ એક મોટી બ્રાન્ડ તરીકે ઉભરી રહ્યું છે. સોસાયટીના તમામ દિગ્ગજો ઇન્સ્ટાગ્રામ પર જોડાઇને લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઘણી સેલિબ્રિટી બ્રાન્ડ એસોસિએશનો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મોટી કમાણી કરી રહી છે. બ્રાન્ડ્સ આ નાની સેલિબ્રિટી અથવા યુઝર્સ સાથે રોકડામાં અથવા કાઈન્ડમાં વ્યવહાર કરે છે. જો સોદો રોકડમાં છે તો તેમનું પ્લેટફોર્મ સોદા અનુસાર કમિશનને બાદ કરે છે. અને જો બ્રાન્ડ આ સેલિબ્રિટીને કોઈ ભેટ આપે છે, તો પછી તેમનું પ્લેટફોર્મ બ્રાન્ડ પાસે ચાર્જ લે છે. influencers પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી. ફક્ત બ્રાંડ એસોસિએશનો જ નહીં, ફ્રીમાં કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની એપ (App) પણ બનાવી કમાણી કરી શકો છો. એપ દ્વારા ટેલેન્ટથી પૈસા કમાઇ શકાય છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Earn money

  આગામી સમાચાર